મુખ્ય સામગ્રી પર જાઓ

૧૩ ઠગનો કાર્યપ્રદેશ

 વળી આ ઠગની ટોળી માત્ર દુષ્ટ વૃત્તિથી જ પ્રેરાયેલી હોય એમ ન હતું. કેટલાક પત્રોમાં તો તેમની નૈતિક ભાવનાઓ એવી સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરેલી હતી કે તે કોઈ પણ ધાર્મિક સંસ્થાના સ્થાપકને દીપાવે. પીંઢારાના મહાન સરદાર અમીરના એક પત્રમાં લખેલું હતું : ‘આપે મને ઠપકો આપ્યો તે વાસ્તવિક છે; પરંતુ કેટલાક કારણોને લીધે વાત હાથમાં રહી નથી. લોકોને મોંએ મરચાંના તોબરા બાંધવાં એ હિચકારાનું કામ છે એમ આપ કહો છો, તે હું કબૂલ કરું છું. અને કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ ખુદાને આપણા ઉપર હાથ ઉપાડવાને તૈયાર કરવા જેવી ભૂલ છે. કેટલીક વખત આવી ભૂલ થઈ જાય છે. આપે એવી ભૂલોને બહુ આગળ કરી આપની મદદ પાછી ખેચી લેવી ન જોઈએ.’

એક બીજા પત્રમાં જણાવેલું હતું : ‘બાઈ... ને મારા માણસોએ લૂંટી લીધી એ બહુ જ ખોટું થયું છે. મારી એવી ઇચ્છા હોય જ નહિ. આપની સૂચના મુજબ લૂંટેલો તમામ માલ એ બાઈને આજે સાંજ પહેલાં પહોંચી જશે. આપ હવે તકલીફ ન લેશો.'

ત્રીજો પત્ર જોયો તેમાં વળી વધારે આશ્ચર્ય ઉત્પન્ન થાય એવી હકીકત લખેલી હતી : ‘રઘુનાથરાવ અંગ્રેજોને ન મળે તો બીજું શું કરે ? તેનું ચારે બાજુએથી અપમાન થાય છે. આજકાલના જુવાનિયા ભૂલી જાય છે કે આ વીર પુરુષે અટક નદીમાં પેશ્વાના ઘોડાઓને પાણી પાયું છે.’

ચોથા પત્રમાં વળી એથી વધારે તાજુબી પમાડનારી હકીકત હતી : પાટીલ બુવા અને નાનાસાહેબ ફડનવીસને ભેગા કરવાની તમારી યોજના ઘણી સારી છે, બંને જણ પોતપોતાની મહત્ત્વાકાંક્ષાને દાબી હિંદી રાજ્યના હિત માટે ભેગા થઈ જાય તો જ હિંદુસ્તાનનો ઉદ્ધાર છે. તમારો પ્રયત્ન સફળ થશે એમ હું ધારું છું. આજકાલના અંગત સ્વાર્થમાં બધા જ દેશને ભૂલી જાય છે. ગાયકવાડે ગુજરાતમાં ઘર કર્યું. સિંધિયા અને હોલકર મધ્ય હિંદુસ્તાનમાં વસી ગયાં, ભોંસલે બંગાળા સુધી દોડે છે; પણ એ બધા પેશ્વાઈને માટે શું કરે છે ? આમનું આમ ચાલશે, તો મને ડર રહે છે કે પેશ્વાઈ નાબૂદ થશે અને બધા જ અંગ્રેજોના દાસ થઈ રહેશે.' ​આ વાંચીને તો હું ચમક્યો. આમ જ થયું હતું. આવો ભવિષ્યવેત્તા ઠગ લોકોમાં કોણ હતો ?

વળી બીજો કાગળ લીધો : ‘મેં પીંઢારાના નાયક અમીરખાનને ચોખ્ખી વાત જણાવી દીધી છે. પાપીઓને આપણી સહાય મળશે નહિ. જોધપુર અને જયપુર મેવાડની કૃષ્ણાકુમારી માટે રટે ચઢ્યાં. પીંઢારાએ જોધપુરનો પક્ષ લીધો તો ભલે, પરંતુ કૃષ્ણાકુમારીને તકરારનો અંત લાવવા માટે ઝેર આપવાનો તેણે પ્રસંગ આણ્યો એ શરમ ભરેલું છે. ઉદયપુરના કાયર રાણાનું તો પૂછવું જ શું ? અહીં હવે સંગ અને પ્રતાપ જન્મતાં અટકી ગયાં છે, દીકરીને ઝેરનો પ્યાલો આપતાં પહેલાં રાણાએ દુશ્મનની તલવાર ઉપર કપાઈ પડવું હતું !’

મારી ઉત્કંઠા અતિશય વધી ગઈ. આ સઘળો પત્રવ્યવહાર કબજે કરવાની મારી મરજી થઈ, પરંતુ હું જ બીજાને કબજે હતો. ત્યાં હું પારકો માલ કેવી રીતે કબજે રાખું ? મેં કાગળોનું વાંચન ચાલુ રાખ્યું.

‘રૂસ લોકોને સહાય કરીએ તેથી શું ? એક ટોપી મટી બીજી ટોપી આવશે. હું તો ટોપીને બિલકુલ માગતો જ નથી. ટોપીવાળા વગર જો આપણે ચલાવી શકીએ તો જ ખરું, પણ તે તો આપણે કરી શકતા નથી. કશુંક થયું કે અંગ્રેજોની પાસે દોડવું એ હમણાં આપણો ધર્મ બની ગયો છે ! પિત્રાઈને ગાદી નથી આપવી, તો ચાલો અંગ્રેજો પાસે ! ખંડણી આપવાના કરાર તોડવા છે, તો ચાલો અંગ્રેજો પાસે ! પાસેનો મુલક પચાવી પાડવો છે, મળો અંગ્રેજોને ! વિધવા રાજ્યમાતાનું સાલિયાણું બંધ કરવું છે, લ્યો અંગ્રેજોની સલાહ ! જાગીરદાર મટી રાજા થવું છે, બોલાવો અંગ્રેજોના ગોલંદાજોને ! હિંદુસ્તાનનું નસીબ વાંકું છે. સ્વાર્થત્યાગ ઉપર રાજ્યો રચાય છે, અને લોભમાંથી ગુલામી ફૂટી નીકળે છે. આપણે બધા અત્યારે શું કરીએ છીએ ? આવી સ્થિતિમાં રૂસ લોકોને હિંદ ઉપર ધસારો કરવામાં હું કદી સહાય નહિ આપું. જો અહીં ટોપી જ રહેવાની હોય તો અંગ્રેજો શા ખોટા છે ?'

શું રશિયાની સાથે પણ આ ટોળી મસલત ચલાવે છે ? મારા આશ્વર્યનો પાર રહ્યો નહિ. લોકોમાં માન્યતા છે કે ઠગ તો ગળે ફાંસો દઈ માલ લૂંટી લે છે; જ્યારે વસ્તુસ્થિતિ તો આમ હતી ! સર્વ રાજ્યો સાથે સંબંધ ધરાવતી આ અદ્દભુત ટોળીને હજી કોઈ જ જાણી કે સમજી શક્યું નથી એમ મને લાગ્યું.

મને ક્યારનો ભાસ થતો હતો કે કોઈ મને જોતું હતું. એકાંત દુશ્મનનો ભય અને છૂપી રીતે તેમની ચીજો જોવાનો આગ્રહ આવી ભ્રમણા ​ઉત્પન્ન કરતાં હશે એમ મને લાગ્યું. ઘણી વાર સુધી વાંચતે વાંચતે હું ચારે પાસ નજર નાખતો પણ કોઈ દેખાયું નહિ. અંતે આ ભ્રમણા એટલી પ્રબળ થઈ કે મેં પત્રો નીચે મૂક્યા, અને અચાનક પેલી જાળી તરફ જોયું. જાળીમાંથી એક મનુષ્ય મારા તરફ જોયા કરતો હતો ! તેના તરફ મારી દૃષ્ટિ પડતાં તેણે જાળી પાસેની ડોકાબારી ઉઘાડી અને તે અંદર આવ્યો. હું ખરાબ પરિણામ માટે તૈયાર જ હતો.

‘કાગળો વાંચી રહ્યા ?’ તેણે મને પૂછ્યું.

મેં જવાબ દીધો નહિ. માત્ર બેદરકારીભરી આંખે તેના તરફ જોયું.

‘આની શી સજા છે એ જાણો છો ?' મેં જવાબ ન આપ્યો એટલે તેણે ફરીથી પૂછ્યું.

'તે તમે જાણો છો એટલે બસ છે. મને કોઈની પરવા નથી.' મેં તિરસ્કારપૂર્વક જવાબ આપ્યો.

'ઠીક, પરવા નથી. એ સારું છે. પરંતુ નવેસર પરવા કરવા મથશો. નહિ.’ આમ કહેતાં બરોબર શું થયું તે હું કહી શકતો નથી, પરંતુ એકદમ અંધકારમાં હું નીચે ઊતરવા માંડ્યો. મારા પગ નીચેની જમીન મને લઈને ઊંડે ઊતરતી જતી હતી. હું ભય પામ્યો. શું આ માણસ જાદુગર તો ન હતો? હું ભૂતપ્રેતને માનતો નહિ, પરંતુ મને લાગવા માંડ્યું કે હિંદુસ્તાનમાં તો તેમની વસતી જરૂર હોવી જોઈએ. ભૂતનો વિચાર અહીં આવતા ફરી મારું હૃદય ધડકી ઊઠ્યું. અચાનક મારા પગ અટક્યા અને અંધકારનું ભાન સહજ આછું થતાં મને જણાયું કે હું એક દેવમંદિરમાં દાખલ થયો હતો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...