મુખ્ય સામગ્રી પર જાઓ

દ્વિરેફની વાતો - રામનારાયણ પાઠક

આ પુસ્તક ૩ ભાગમાં વિભાજિત થયેલું છે.

આ પુસ્તક વિષે થોડુંક...........

રામનારાયણ વિશ્વનાથ પાઠકના વાર્તાસંગ્રહો. તખલ્લુસ ‘દ્વિરેફ’. વાર્તાઓ ટૂંકી વાર્તા કે નવલિકા નથી, પણ માત્ર ‘વાતો’ છે એવો એકરાર લેખકે પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કર્યો છે. આ ભાગમાં કુલ 13 વાર્તાઓ છે. તેમાં આજે પણ ટૂંકી વાર્તાના સ્વરૂપની ર્દષ્ટિએ તેમજ કાળના પ્રવાહમાં ટકી રહી હોય તેવી વાર્તાઓમાં મુખ્ય છે : ‘જક્ષણી’, ‘મુકુંદરાય’ અને ‘ખેમી’. ‘જક્ષણી’ એ સામાજિક અંધશ્રદ્ધા ઉપર કટાક્ષ કરતી પરિસ્થિતિજન્ય વાર્તા છે. ‘મુકુંદરાય’ આધુનિક પાશ્ચાત્ય શિક્ષણપ્રથાનાં દૂષણો દર્શાવી, ભારતીય સંસ્કૃતિ અને કુટુંબભાવના, શિષ્ટાચાર વગેરેમાં આવેલાં પરિવર્તનો તરફ અણગમો દર્શાવે છે. ‘ખેમી’ અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા અને વ્યક્તિશોષણનું દુ:ખકર અને કરુણ પરિણામ દર્શાવતી ઘટના છે. વાર્તાનું ચિરંજીવી તત્વ છે, માનવીય સંસ્પર્શ અને સંદર્ભ.

ભાગ 2માંની વાર્તાકલા ભાગ 1ના પ્રમાણમાં વધુ વિકાસ પામી છે. વાર્તાકારનો ર્દષ્ટિકોણ બદલાયો છે. આ ભાગમાંની કુલ 10 વાર્તાઓમાં ‘કુલાંગાર’ પ્રયોગાત્મક વાર્તા છે. સંવાદપ્રધાન માળખું ધરાવતી આ વાર્તાની શૈલી ર્દશ્ય-શ્રાવ્ય પ્રકારની યોજી છે. ‘દેવી કે રાક્ષસી’ માનવીય પ્રેમના ગૂઢ રહસ્યનું દર્શનશાસ્ત્ર આપે છે. સ્ત્રી-પુરુષના આ પ્રેમતત્વની મીમાંસા કરતાં લેખક છેવટે માનવીની લાચારી કે મર્યાદાને વ્યક્ત કરે છે. ‘સુરદાસ’ વાર્તામાં માનવી પોતે જ પોતાની જાતને નીચો માની લઘુતા-ગ્રંથિથી પીડાય છે; પોતાને સતત બધા અન્યાય થયા કરે છે એવી ભ્રામક લાગણીથી દોરવાઈને ખૂન કરવાની કક્ષા સુધી તે પહોંચી જાય છે. પ્રસંગપ્રધાન વાર્તા ‘બે મુલાકાત’ સ્વાતંત્ર્યસંગ્રામ કે અસહકારની લડતને વિષય બનાવીને લખાયેલી પ્રથમ વાર્તા છે. સામાજિક સંદર્ભો, નીતિમત્તા અને માનવીય સંદર્ભોની સાથે સાથે માનવીની જીવનરીતિ વિશે પણ લેખક ઘણું કહેવા માગે છે. પણ કલાની અને કલાકારની મર્યાદા પણ તે પાળે છે.

ભાગ 3માં 17 વાર્તા છે. ‘તું પોતે જ તારો દુશ્મન’ માટે તું તને ઓળખ, એ સૂત્ર સમજાવ્યું છે. આ જીવનદર્શન ‘કાગટોડા’ વાર્તામાં સરસ રીતે ગૂંથાયેલું છે. ત્રીજા ભાગની લગભગ બધી જ વાર્તા માનવચિત્તની વિવિધ સંકુલ પરિસ્થિતિઓને નિરૂપે છે. ચંચળ અને અસ્વસ્થ મન:સ્થિતિમાંથી માણસ સતત ઉદ્વિગ્ન રહીને દુ:ખી થયા કરે છે, એ જીવનદર્શન એમની બધી વાર્તાઓમાં થોડે વત્તે અંશે વ્યક્ત થાય છે, અપવાદ રૂપે તેનાથી વિરુદ્ધ માનવીય સંદર્ભોનું એક બીજું પાસું તેમની ‘રેંકડીમાં’ તથા ‘કંકુડી અને કાનિયો’ જેવી વાર્તાઓમાં વ્યક્ત થાય છે.

સમગ્ર રીતે જોતાં એમની આ વાતો વાસ્તવદર્શી તથા મનોવૈજ્ઞાનિક ભૂમિકા ઉપર રચાયેલી છે. માનવજીવનની સંકુલ અને વૈવિધ્યપૂર્ણ પરિસ્થિતિઓને તે રસિક અને કટાક્ષમય શૈલીમાં પ્રયોગશીલ બનાવીને નિરૂપે છે; એ રીતે દ્વિરેફની વાર્તાઓનું માળખું વૈચારિક અને તાર્કિક અનુબંધવાળું છે.

બટુક દલીચા (Source)

નોંધ: આ સંપૂર્ણ પુસ્તકના દરેક પેઇજ Creative Commons License હેઠળ અહી મૂકવામાં આવ્યા છે. અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...