નમસ્કાર સારસ્વત મિત્રો, જો આપ ગુજરાતી સાહિત્યમાં આપનું કોઈ મૌલિક સર્જન કરતા હોવ જેવું કે ટૂકી વાર્તા, લેખ, નવલકથા ગઝલ, નિબંધ, નાટક, કાવ્ય, કે અન્ય કોઈપણ વિષય હોય અને આપ એવું ઈચ્છતા હોવ કે આપની એ કૃતિ આપણા આ વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર પ્રકાશિત થાય, અને આપને નીચે જણાવેલી શરતો માન્ય હોય તો આપ પોતાની કૃતિ સાથે અમને csp8502@yahoo.com ઈ-મેઈલના માધ્યમથી સંપર્ક કરી શકો છો. જો ફોન કોલ પર અમારી સાથે વાત કરવા ઇચ્છતા હોવ તો મેઈલમાં પોતાનો ભારતીય મોબાઈલ નંબર અવશ્ય લખવો. પરંતુ ધ્યાન રહે આ બ્લોગ કોઈ પણ પ્રકારના આર્થિક ઉદ્દેશથી પ્રકાશક તરીકે કામ કરતો નથી. તેથી કૃતિ મોકલાવવા બદલ નાણાની કોઈપણ લેવડ દેવડ કરવામાં આવશે નહિ. આ બ્લોગના માધ્યમથી આપ ફક્ત પોતાની ક્રુતિ વિશ્વના દરેક ગુજરાતીઓ સુધી પહોચાડી એક ખ્યાતિ પ્રાપ્ત કરી શકશો. પરંતુ જો આ બ્લોગ પર આપ નિયમિત રૂપે કૉલમ ચલાવશો કે અન્ય કોઈ પણ રીતે આ બ્લોગના વિકાસમાં આપ પોતાનું યથાશક્તિ બને તેટલું વધુ યોગદાન આપશો તો આપને રોયલ્ટી સ્વરૂપે ફ્રી ગિફ્ટ અને એવોર્ડ્સ આપી આપને સન્માનીત કરવામાં આવશે.
આ બ્લોગ માતૃભાષા ગુજરાતીને વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓ સુધી ઈન્ટરનેટ નાં માધ્યમથી પહોચાડવાનો એક બિલકુલ અવ્યાવસાયિક પ્રયાસ છે તેથી આપ જો આ સેવાના કામમાં ભાગીદાર બનવા ઈચ્છતા હોવ તો આ બ્લોગ પર મુકવા લાયક કોઈપણ મટીરીયલ આપની પાસે હોય તો તે ક્યાંથી લીધું છે એની પુરેપુરી માહિતી સાથે અમને ઉપર જણાવેલા ઈમેઈલ એડ્રેસ પર સંપર્ક કરવો. એ તમામ મટીરીયલ આપના નામ નંબર અને ઈમેઈલ સાથે આપના સૌજન્યથી આ બ્લોગ પર પ્રકાશિત કરવામાં આવશે.
આપ અમારા બ્લોગ પર કોઈ વિષય ઉપર દૈનિક, સાપ્તાહિક, કે માસિક કોલમ ચલાવવા ઇચ્છતા હોવ તો પણ આપ ઉપર જણાવેલ ઈમેઈલ એડ્રેસ પર અમારો સંપર્ક કરી શકો છો.
લેખ કે કૃતિ મોકલવા માટેની શરતો
(1) 👉 લેખ ગુજરાતી ભાષામાં હોવો જરૂરી છે. ગુજરાતી ઈન્ડીકનાં શ્રુતિ ફોન્ટમાં અથવા બ્લોગર પર સપોર્ટ કરે એવા ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરેલો હોવો જોઈએ. સંસ્કૃત સાહિત્ય પણ આવકાર્ય છે પરંતુ એ પણ શ્રુતિ કે બ્લોગર સપોર્ટેડ યુનિકોડ ફોન્ટમાં હોવું અનિવાર્ય છે.
(2) 👉 લેખ કોપી થઇ શકે એવી pdf ફાઈલ સ્વરૂપે હોવો જોઈએ અથવા નોટપેડ કે માઈક્રોસોફ્ટ ઓફીસ વર્ડમાં કે પછી ગુગલ ડોક્સમાં ટાઈપ કરેલો હોવો જોઈએ.
(3) 👉 લેખ મૌલિક તેમજ ગુણવત્તાની દ્રષ્ટિએ યોગ્ય હોવો જરૂરી છે. લેખની મૌલિકતા બાબતની સંપૂર્ણ જવાબદારી લેખકની તેમજ લેખ મોક્લાવનારની રહેશે. લેખ મોક્લાવનારે લેખના અંતે લેખકનું નામ અવશ્ય જણાવવું. જો લેખ બીજી ભાષાના સાહિત્યમાથી લઈને ગુજરાતીમાં અનુવાદિત કરેલો હોય તો એમાં લેખક અને અનુવાદક એ બંનેનું નામ લખવું ફરજિયાત છે.
(4) 👉 લેખકે પોતાના લેખની એક કોપી પોતાની પાસે અવશ્ય રાખવી કેમકે અમને મોકલાવેલી કોપી આપને કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
(5) 👉 આપનો લેખ પ્રકાશિત થશે? અને થશે તો ક્યારે થશે? એનો જો આપ પ્રત્યુતર મેળવવા ઈચ્છતા હોવ તો આપનો મોબાઈલ નંબર અથવા ઈમેઈલ જેના પર રીપ્લાય જોઈતો હોય તે અવશ્ય જણાવો.
(6) 👉 ઉપર જણાવેલ ઈ મેઈલ એડ્રેસ સિવાય અન્ય સરનામે યા અન્ય નંબર પર મોકલવામાં આવેલા લેખો સ્વીકારવામાં આવશે નહિ. જો લેખની ફાઇલ સાઈજ મોટી હોય અને ઈમેલમાં ન મોકલી શકાતી હોય તો ફાઇલ એટેચ કર્યા વગર જ સાદો મેઈલ કરવો. એ મેઈલના પ્રત્યુત્તરમાં અમે આપને જણાવશુ કે મેઈલ સિવાય બીજી અન્ય રીતે ફાઇલ કેવી રીતે મોકલી શકાય.
(7) 👉 લેખ કે કૃતિ માટે કોઈ સાઈઝ નિશ્ચિત નથી. નાનકડા લેખથી લઈને નવલકથા જેવી મોટી કૃતિઓ પણ આવકાર્ય છે. પરંતુ એ રસપ્રદ અને સાહિત્યિક હોવી જરૂરી છે.
(8) 👉 જો કોઈ લેખક વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર પોતાની દૈનિક, સાપતાહીક કે માસિક કોલમ ચલાવવા ઈચછતાં હોય તો તે પણ ચલાવી શકે છે. પરંતુ તેમણે પોતાની કોલમના લેખો કે આર્ટિકલો નક્કી થયેલા સમયે સમયસર પહોંચાડવાના રહેશે. અથવા પોતાના તમામ લેખો એક સાથે આપવા ઇચ્છે તો પણ આપી શકે છે.
(9) 👉 જો લેખક કે લેખ મોકલાવનાર ઈચ્છે તો લેખની સાથે ફક્ત પોતાનું નામ. મોબાઈલ નંબર કે ઈ મેઈલ એડ્રેસ પ્રકાશિત કરાવી શકશે. પરંતુ એ સિવાય તેમનો પરિચય, બાયોડેટા, પ્રોફાઇલ, ફોટોગ્રાફ કે અન્ય વિગતો બ્લોગ પર પ્રકાશિત કરાવવા માટે એમણે આ બ્લોગ પર પોતાની દૈનિક કે સાપતાહિક કોલમ ઓછામાં ઓછી એક વર્ષ સુધી ચલાવવી પડશે. અથવા કૉલમ ન ચલાવવી હોય તો વર્ષમાં ઓછામાં ઓછી કોઈ પણ વિષય પર 48 કૃતિઓ એટલેકે મહિનાની 4 ક્રુતિઓ આપવી ફરજિયાત છે. આટલું કરનારને વાઈબ્સ ગુજરાતી બ્લોગના પ્રખ્યાત લેખકોના પેઇજ પર એમનો પૂરો બાયોડેટા સાથે તેમજ એમના બ્લોગની લિન્ક સહિત ગુજરાતી સાહિત્યના લેખક તરીકેની જે વિગતો એમણે પ્રકાશિત કરવી હશે એ પ્રકાશિત કરી આપવામાં આવશે.
ટિપ્પણીઓ