મુખ્ય સામગ્રી પર જાઓ

મારી સાથે જોડાઈને બ્લોગના વિકાસમાં આપનું યોગદાન આપો

 જો આ બ્લોગ આપને પસંદ આવ્યો હોય, અને આ બ્લોગમાં મારી સાથે જોડાઈને આપ બ્લોગના  વિકાસમાં પોતાનું યથાશક્તિ જે પણ યોગદાન આપવા માંગતા હોવ તો અહી આપનું સ્વાગત છે. આ બ્લોગને પોતાનો જ બ્લોગ સમજો. આપણે સૌ સાથે મળીને એક ટીમ બનાવી આ બ્લોગને બને એટલો આગળ વધારી શકીશું. કારણકે એ જરૂરી નથી કે મને બધુ જ આવડતું હોય. મારાથી જેટલું થઈ શકે એટલું હું કરું છુ. એવું પણ બની શકે કે આ વિષયમાં મારા કરતાં આપને વધુ ફાવટ આવતી હોય. જો એવું હોય તો આપ મારી સાથે જોડાઈને આ બ્લોગના વિકાસમાં મને સહયોગ આપી શકો છો. અને આપણે સાથે મળીને આ બ્લોગને ફક્ત મારો જ બ્લોગ ન રહેવા દેતાં એક વિશાળ અને સર્વનો પ્રિય બ્લોગ બનાવી શકીશું. 

મારી સાથે જોડાઈને આપ અહી નીચે દર્શાવેલી બાબતોમાં મને મદદરૂપ થઈ શકો છો. 

👉જો આપને ગુજરાતી ટાઈપિંગ આવડતું હોય તો મારી પાસે આ બ્લોગ પર મૂકવા હજુ ઘણું બધુ હસ્તલિખિત મટિરિયલ છે જેના ફોટોગ્રાફ આપને મોકલીશ એને આપ માઈક્રોસોફ્ટ વર્ડ કે ગૂગલ ડોક્સ બંને માથી આપને જે ફાવતું હોય એમાં ટાઈપ કરી મને આપી શકો છો.

👉 જો આપનો અવાજ સુંદર હોય અને આપ કોઈપણ વાર્તા, નવલકથા કે લેખોનું વોઇસ ઓવર કરવા ઇચ્છતા હોવ તો એમાં પણ આપ મને ઉપયોગી થઈ શકો છો.

👉 જો આપ ગુજરાતી સાહિત્યમાં આપનું કોઈ મૌલિક સર્જન કરતા હોવ જેવું કે ટૂકી વાર્તા, લેખ, નવલકથા ગઝલ, નિબંધ, નાટક, કાવ્ય, કે અન્ય કોઈપણ વિષય હોય તો આપ આપની એ કૃતિ આપણા આ વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર પ્રકાશિત કરાવી શકો છો. એ કેવી રીતે પ્રકાશિત કરાવવી એ જાણવા માટે અહી ક્લિક કરો.

👉 જો આપને પ્રૂફ રીડિંગ કે અન્ય કોઈ પણ ટેક્સ્ટ એડિટિંગનું કામ ફાવતું હોય તો આપ એ પણ કરી શકો છો.

👉 જો આપ પૈસા આપી આર્થિક રીતે મને આ સેવાના કામમાં સહકાર આપવા માગતા હોવ તો એ પણ આપી શકો છો.

👉 જો આપને ઉપરના માથી કોઈ કામ ન ફાવતું હોય તો આપ બીજી રીતે પણ પોતાનું યોગદાન આપી શકો છો. જેમકે, આપના સંપર્કમાં કોઈ લેખક હોય તો એમને આ બ્લોગ પર પોતાની કૃતિ પ્રકાશિત કરાવવા પ્રોત્સાહિત કરી શકો છો. આપના સંપર્કમાં સારા વાચકો હોય તો એમને આ બ્લોગ વાંચવા માટે સૂચન કરી શકો છો. આપના સંપર્કમાં ઉપર જણાવેલ કામો કરી શકે એવા લોકો હોય તો આપ એમને પણ આ બ્લોગ સાથે જોડી શકો છો.

👉 ઉપર જણાવેલ બાબતો સિવાય આપની પાસે બીજી કોઈ નવી આઇડિયા હોય, અથવા કોઈ અન્ય રીતે આપ આ બ્લોગના વિકાસમાં ઉપયોગી થઈ શકતા હોવ કે પછી આ બ્લોગમાં આપને  કોઈ સુધારાની જરૂર જણાતી હોય તો આપ આપનું કીમતી સૂચન પણ મને આપી શકો છો. 

👉 મારી સાથે જોડાતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ બ્લોગ માતૃભાષા ગુજરાતીને વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓ સુધી ઈન્ટરનેટ નાં માધ્યમથી પહોચાડવાનો એક બિલકુલ અવ્યાવસાયિક પ્રયાસ છે. તેમજ આ બ્લોગ કોઈ પણ પ્રકારના આર્થિક ઉદ્દેશથી પ્રકાશક તરીકે કામ કરતો નથી. તેથી મારી સાથે જોડાયા બદલ આપની સાથે નાણાની કોઈપણ પ્રકારે લેવડ દેવડ કરવામાં આવશે નહિ. તેમજ ઉપર જણાવેલ કામો કરવાનું આપને કોઈ વળતર પણ આપવામાં આવશે નહીં. કારણકે મને પોતાને પણ આ બ્લોગમાથી કોઈ જ આવક પ્રાપ્ત થતી નથી. આ બ્લોગને કમાણી માટે મોનેતાઈજ પણ કરેલો નથી. તેમજ આ બ્લોગ સાથે એડ સેન્સ જોડી એડ દ્વારા પણ કોઈ કમાણીનો વિકલ્પ ચાલુ રાખ્યો નથી. માટે જોડાયા પછી વળતર માટે કોઈએ તકરાર કરવી નહીં. મારી સાથે જોડાઈને આપ આપનું નામ, આપનું કામ, અને આપના વિચારો વિશ્વના દરેક ગુજરાતીઓ સુધી પહોચાડી મારી જેમ જ ફક્ત એક ખ્યાતિ પ્રાપ્ત કરી શકશો.

👉 મારી સાથે જોડાતા પહેલા અહી ક્લિક કરી આ બ્લોગની રચનાનો મુખ્ય ઉદ્દેશ, તેમજ  આ બ્લોગના કોપીરાઇટ્સ, તેમજ બ્લોગરો માટેની આચાર સંહિતા વિષે બરાબર જાણી લો.

જો ઉપરની દરેક શરતો આપને માન્ય હોય તો આપ કોઈપણ કામ માટે csp8502@yahoo.com ઈમેલ આઈડી પર ઈમેલના માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. આપને પણ  ઈમેલના મધ્યમથી જ ચોક્કસ પણે પ્રત્યુત્તર આપવામાં આવશે. ઈમેલમાં આપનું પૂરું નામ અવશ્ય લખવું.  જો આપ ફોન કોલ પર મારી સાથે વાત કરવા ઇચ્છતા હોવ, તો ઈમેલમાં આપનો ભારતીય મોબાઈલ નંબર અવશ્ય લખવો.

આભાર.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...