મુખ્ય સામગ્રી પર જાઓ

જિંદગીથી કંટાળી ગયા હોવ તો આ પ્રેરણા લાઈન્સ વાંચો

ગુજરાતી જીવનપ્રેરક ઉક્તિઓ

"પ્રેમ એક એવું પુષ્પ છે જે દરેક ઋતુમાં ખીલી શકે છે."

"માણસને બદામ ખાવાથી નહિ પણ જીવનમાં ઠોકર ખાવાથી અક્કલ આવે છે."

"ઊંડામાં ઊંડી લાગણી પણ મૌન વડે વ્યક્ત થઇ શકે છે કારણકે સમયસરનું મૌન વાણી કરતા વધુ બોલકું હોય છે."

"જો જ્ઞાન પ્રમાણે જીવન ન ઘડાય તો પરિણામે જીવન પ્રમાણે નું જ્ઞાન થઇ જાય છે."

"અભિમાનથી માનવી ફુલાઈ શકે છે પણ ફેલાઈ શકતો નથી."

"વિશ્વાસ એક એવો શબ્દ છે જેને વાચતા એક સેકંડ લાગે છે સમજતા એક મિનીટ લાગે છે અને જીતતા એક દિવસ લાગે છે અને નિભાવતા આખી જિંદગી પણ ઓછી પડે છે."

"એકજ ભૂલ આપણે જિંદગી ભર કરતા રહ્યા ધૂળ ચહેરા પર હતી અને આપણે અરીસો સાફ કરતા રહ્યા."

"જિંદગીમાં સંબંધો કોબી જેવા છે જો તમે એને ફોલ્યા જ કરશો તો છેલ્લે હાથમાં કઈ જ નહિ આવશે."

"જિંદગી એવી રીતે ન જીવો કે કોઈ ફરિયાદ કરી જાય જિંદગી એવી રીતે જીવો કે કોઈ ફરી યાદ કરી જાય."

"નસીબમાં જે લખ્યું છે એના પર અફસોસ ન કર કેમ કે તું હજુ એટલો સમજણો નથી થયો કે ઈશ્વરના ઈરાદાને સમજી શકે."

"માણસની બે મર્યાદા હંમેશા યાદ રાખો કોઈ પણ માણસ એના મતદાનના ફોટા જેટલો કાળો નથી હોતો અને એના ફેસબૂક્ના ફોટા જેટલો ગોરો નથી હોતો."

"એક માણસે એક સંતને પૂછ્યું, કે બાપુ તમે આટલા મોટા સંત છો, તો નીચે જમીન પર કેમ બેસો છો? ઉપર ગાદી પર કેમ બેસતા નથી? તો સંતે તેને જવાબ આપતા કહ્યું, કે નીચે બેઠેલો માણસ કદી પડતો નથી."

"દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ જો કોઈ હોય, તો તે મદદ છે. જે માંગવા છતાં નથી મળતી. અને સૌથી સસ્તી વસ્તુ જો કોઈ હોય, તો તે સલાહ છે. જે ન જોઈતી હોય છતાં પણ લોકો આપી જાય છે."

"આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે આપણે કૈઈક બનવું જોઈએ પણ સંબંધો જ આપણને બતાવી દેતા હોય છે કે આપણે વાસ્તવમાં શું છીએ."

"જો લીમડાના વૃક્ષને દુધ અને ઘી રેડી ઉછેરવામાં આવે તો પણ તેની કડવાશ દૂર થશે નહિ. તેવી રીતે જ અધર્મી અને દુષ્ટ લોકોને તમે ગમે તેટલી શિખામણો આપો, તેઓ કદી પણ પોતાની મનોવૃત્તિ બદલશે નહિ, તેમજ કદી પણ સજ્જન નહિ બને. પત્થરો સાથે માથું અફાળવું અને મુર્ખને જ્ઞાન આપવું એક સમાન છે."

"હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરો, પરંતુ તે સાબિત કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે આ વિશ્વમાં વ્યક્તિને જોવાની લોકોની અલગ-અલગ નજર હોય છે."

"સ્વપ્ન ત્યારે જ સાકાર થઇ શકે છે જ્યારે તમને તમારી જાત પર સૌથી વધારે વિશ્વાસ હોય."

"સિદ્ધિથી વધારે કોઇ જ નથી જે તમારી અંદર આત્મ-સન્માન અને આત્મ-વિશ્વાસ જન્માવી શકે."

"સંબંધો પક્ષી જેવા છે. જો તમે તેને જોરથી પકડશો તો તે મરી જશે, હળવેકથી પકડશો તો ઉડી જશે. પરંતુ જો સંભાળપૂર્વક પકડશો તો હમેંશા તમારી સાથે રહેશે."

"સંતોષને પોતાની કોઈ વ્યાખ્યા નથી, લોકો પ્રમાણે તે બદલાયા કરે છે."

"સંતોષ એ દર વખતે તમે કંઇક મેળવ્યું છે તેની અનુભૂતિ નથી કરાવતું પરંતુ ક્યારેક તે તમારી પાસે પહેલેથી જ શું છે તેની પણ અનુભૂતિ કરાવે છે."

"સફળતાએ ખુશીઓની ચાવી નથી પરંતુ ખુશીએ સફળતાની ચાવી છે. જો તમે જે કરો છો એ બાબતને પ્રેમ કરવા લાગો તો તમે સફળ થશો."

"સમયથી પહેલા અને ભાગ્યથી વધુ કશું પ્રાપ્ત થતું નથી."

"સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે."

"વિશ્વને બદલવાનો પ્રયત્ન ન કરો. પ્રયત્ન કરવો હોય તો પોતાના વિચારોને બદલવાનો પ્રયત્ન કરો. કારણ કે પોતાના વિચારો બદલાશે તો વિશ્વ પણ બદલાશે."

"વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનું ગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતું કારખાનું બનાવો."

"વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય, પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી."

"લક્ષ્મી રહીને જેટલું નથી શીખડાવતી એટલું તે જઇને શીખડાવે છે."

"રસ્તા પર તમે કાર ગમે તેટલી ફાસ્ટ ચલાવો પરંતુ હંમેશા કોઇક તો તમારી આગળ હશે જ જીવનમાં પણ તેવું જ છે તમે દરેકની આગળ રહી શકતા નથી."

"યુવાન તું નાટક સિનેમાનો શોખીન છે,એ મારી ફરિયાદ નથી, પરંતુ તારા જીવન ઉપરથી નાટકો તૈયાર થાય એવું જીવન તું જીવ્યો નથી એનું મને દુઃખ છે."

"માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે દરેક વખતે ખોટા છો અને સામેવાળા સાચા છે. પરંતુ તેનો અર્થ એ છે કે તમે તમારા સંબંધો લાંબો સમય સુધી ટકાવી રાખવા માંગો છો."

"માણસ પૈસાને બચાવે તે જરૂરી છે, પણ … બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે તે વધારે જરૂરી છે."

"ભગવાન ક્યારેક આપણને ઉંડા પાણીમાં ધકેલી દે છે, એટલા માટે નહીં કે આપણે ડુબી જઇએ પરંતુ એટલા માટે કે આપણે સ્વચ્છ થઇ જઇએ."

"બુદ્ધિશાળી વ્યક્તિ એની બુદ્ધિથી શ્રીમંત બની શકે છે, પણ શ્રીમંત એના ધનથી ક્યારેય બુદ્ધિશાળી બની શકતો નથી."

"દુઃખ તમને મજબૂત બનાવે છે, આંસુ તમને તાકાત બક્ષે છે, હૃદયના ઘબકારાં તમને જાગરૂક બનાવે છે. તેથી સારા ભવિષ્ય માટે ભૂતકાળનો આભારમાનો."

"દીકરો માં-બાપ ને સ્વર્ગમાં લઇ જાય. પણ સ્વર્ગ ને ઘરે લઇ આવે એનું નામ દીકરી."

"તમે તમારા સ્વભાવ ઉપર કાબુ રાખતા શીખો , એટલે બીજા પણ તમારા કાબુમાં રહેશે."

"તમે જે સાંભળો છો અને જુઓ છો તેમાં ક્યારેય પણ આંધળો વિશ્વાસ ના મુકો , કારણ કે, દરેક સ્ટોરીની ત્રણ સાઇડ હોય, તમે, તે અને સત્ય."

"તમે જે ઇચ્છો છો અને તમે જે મેળવવા માંગો છે તે અંગે હંમેશા મુક્ત મને વાત કરો, કારણ કે, તક આંખના એક પલકારામાં જતી રહેશે પરંતુ તે ગુમાવ્યાનો અફસોસ આખી જિંદગી રહેશે."

"તમારી જાતને ક્યારેયપણ ઉતરતી કક્ષાની ન માનો કારણ કે, તમારી હાજરી વગર કોઇ એકનું જીવન અપૂર્ણ છે."

"તમારી જાત પાસેથી કામ લેવાનું તમે જો ઈચ્છતા હો તો તમે તમારા મગજ નો ઉપયોગ કરો.અન્ય પાસેથી કામ લેવા માટે હૃદયનો ઉપયોગ કરજો."

"તણાવ(ટેન્શન)માણસની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતે ખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે. તેથી તણાવથી દૂર રહો."

"જો માર્ગ સુંદર હોય તો ચિંતા લક્ષ્ય અંગે કરવી જોઇએ. પરંતુ જો લક્ષ્ય સુંદર હોય તો ક્યારેયપણ માર્ગ અંગે ચિંતા કરવી ન જોઇએ."

"જો તમે સાચા ટ્રેક પર હોવ તો પણ ત્યાં ટકી રહેવા માટે દોડવું જરૂરી છે."

"જો તમે એ વાત ન જાણતા હોવ કે લોકો તમારામાં શું જુએ છે તો એક અરિસા સામે ઉભા રહી જાઓ. તમે તમારી અંદર જે નિહાળશો એ જ બાબત લોકો પણ તમારામાં નિહાળશે."

"જો તક તમારો દરવાજો ન ખખડાવે તો તમે દરવાજો બનાવો."

"જે વ્યક્તિ પોતના જીવન મા ત્યાગ કરી શકે એ જીવન મા દરેક સફળતા નો હકદાર છે."

"જે વ્યક્તિ ને પોતાનું કોઈ લક્ષ્ય નથી હોતું તે હંમેશા બીજાના લક્ષ્ય માટે કામ કરતો રહે છે."

"જે વ્યક્તિ જીવનમાં કંઇક મેળવવા માગતો હોય છે તે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢે છે. જ્યારે જેને ત્યાં પહોંચવું જ નથી તે કારણો અને બહાનાઓ શોધે છે."

"જીવનમાં આવતા પડકારો તમને નિષ્ક્રિય નથી બનાવી દેતા પરંતુ તે તમે શું છો તે અંગે સભાન કરે છે."

"જીવનનો અંત ત્યારે છે જ્યારે તમે સ્વપ્ન જોવાનું બંધ કરી દો છો, આશાનું કિરણ ત્યારે ધુંધળુ થઇ જાય છે જ્યારે તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દો છો."

"જીવનની કેટલીક વસ્તુઓ એવી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી. જેમકે, મેનર્સ, મોરલ અને ઇન્ટેલિજન્સ."

"જીવન પિયાનોની જેમ છે.સફેદ બટન સુખરુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે."

"જીવન એ વ્યક્તિ માટે હંમેશા સુંદર છે જે દુઃખની પણ ઉજવણી કરતા જાણતો હોય."

"જિંદગી ઘણી ટૂંકી છે જીવી લો. પ્રેમ ભાગ્યેજ મળે છે, સંઘરી લો. ગુસ્સો ખરાબ છે તેને ત્યજી દો. ડર માઇન્ડને ખતમ કરી નાંખે છે, સામનો કરો."

"જો કોઈ લોકો તમને નીચા પાડવાની કોશિશ કરે તો ગર્વ મહેસુસ કરો કેમકે એ વાત તો પાકી છે કે તમે એ લોકોથી ઉપર છો."

"જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થતા,બસ એ વાત યાદ રાખજો કે દરેક રમતમાં હમેશા પ્રેક્ષકો જ શોર મચાવતા હોઈ છે રમતવીરો નહીં."

"એ વાતથી નિરાશ ન થાઓ કે કોઇ તમને ત્યારે બોલાવે છે જ્યારે તેમને તમારી જરૂર હોય. પરંતુ એ વાતનો ગર્વ લો કે તમે એક મિણબત્તી જેવા છો જે બીજાની જિંદગીમા સુવાસ ફેલાવો છો."

"એ વાત પર ધ્યાન કેન્દ્રિત ન કરો જે તમે ન કરી શકતા હોવ અને બીજાએ કરી નાંખ્યું હોય પરંતુ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરો જે બીજા ન કરી શકતા હોય અને તમે કરી નાખ્યું હોય."

"ખોટી વિચારસરણીવાળા લોકો તમારામાં કંઇક સારું હશે તો પણ તમને નફરત કરશે અને સારી વિચારસરણીવાળા લોકો તમારામાં કંઇક ખૂટતું હશે તો પણ તમારો આદર કરશે."

"ક્યાં “ટકવું” અને ક્યાં “અટકવું” એ આવડી જાય તો જીંદગી માં ક્યાય દુખ રહેતું નથી."

"તમને ન ગમતા માણસો સાથે પણ સૌજન્યથી વર્તો. શી ખબર એની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય?"

"કોઇકની પાસેથી કંઇક લઇ લેવામાં જે સુખ છે એ ક્ષણીક હોય છે, પરંતુ દાન આપવાની જે સુખ મળે છે તે જીવનભર જળવાઇ રહે છે."

"કોઇ તમને ક્રેડિટ આપે કે ન આપે પંરતુ ક્યારેયપણ પોતાનું શ્રેષ્ઠ કામ કરવાનું બંધ કરવું ન જોઇએ."

"કોઇ ઘટના કરતા એ ઘટનાના લીધે આવનારા પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે, માટે ખોટી કલ્પના કરવી નહીં."

"એવા લોકોની સલાહ લઇને તમારા જીવન અંગે કોઇ અગત્યનો નિર્ણય ન લો કે જેઓએ પોતાની જિંદગીમાં કોઇ પરિણામ હાંસલ ન કર્યું હોય."

"એક સફળ વ્યક્તિ બનવાનો પ્રયાસ ન કરો પરંતુ એક મૂલ્યવાન પુરુષ બનાવો પ્રયત્ન કરો."

"એક વાત હંમેશા યાદ રાખો કે ખુશીએ જીવનરૂપી યાત્રાનો રસ્તો છે કોઇ સ્થાન નથી."

"એક વખત તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો તમારી પાસે જે છે તેનો આનંદ ઉઠાવી શકશો."

"આંખો આવેલા આસુંઓ દૂર કરતાં પહેલાં આંખોને ભીની કરનારાઓને જીવનમાંથી દૂર કરી લેવા જોઇએ."

"ભુલ કાઢવા ભેજુ જોઈએ અને સ્વીકારવા કલેજું."

"પ્રતિષ્ઠા પાછળ ભાગવા કરતાં પોતાનું ચારિત્ર્ય બનાવજો, જો તેમાં તમે સફળ થયા તો પ્રતિષ્ઠા તમને તમારું ચારિત્ર્ય અપાવી દેશે."

"ભાગ્ય તમારા હાથમાં નથી, પણ કર્મ તમારા હાથમાં છે. કર્મ તમારું ભાગ્ય બદલી શકે છે. ભાગ્ય તમારા કર્મો કરી શકતું નથી."

"ઈશ્વર એક એવું વર્તુળ છે કે જેનું કેન્દ્ર સર્વત્ર છે પણ એનો પરિઘ ક્યાય નથી."

"સફળતાએ ખુશીઓની ચાવી નથી પરંતુ ખુશીએ સફળતાની ચાવી છે. જો તમે જે કરો છો એ બાબતને પ્રેમ કરવા લાગો તો તમે સફળ થશો."

"સફળતા એ અંત નહિ, નિષ્ફળતા એ મૃત્યુ નહિ — હિંમત રાખવી એ બધાથી મહત્વપૂર્ણ છે."

"સમયના સાથે ચાલનાર જ આગળ વધે છે, બાકી બધું તો પાછળ રહી જાય છે."

"અસંતોષના મૂળમાં વધુ પડતી અપેક્ષઓ જ જવાબદાર હોય છે."

"જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો."

"બેવફા પણ એક વફાદાર સાથીની અપેક્ષા રાખે છે અને ખરાબ માણસ પણ એવું ઈચ્છે છે કે બીજા એની સાથે સારો વ્યવહાર કરે."

"તમે ખુશ રહો એજ તમારા દુશ્મન માટે બહુ મોટી સજા છે."

"જો દુષ્ટ માણસ જો પોતાના ખરાબ કર્મો છોડતો ન હોય તો આપણ તો સજ્જન છીએ આપણ પોતાના સારા કર્મો કેમ છોડી દેવા જોઈએ?"

"તમે નહિ ખર્ચેલા પૈસાના તમે ચોકીદાર માત્ર છો માલિક નહિ."

"કરેલ કર્મનું ફળ અવશ્ય મળે છે માટે દુખ પડે ત્યારે ભગવાન પાસે માફી નહિ પણ સદબુદ્ધિ અને સહનશક્તિ માગો."

"બાળકને જન્મ આપતા પહેલા સો વાર વિચાર કરજો એ જવાબદારી તમે માનો એટલી સહેલી નથી."

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...