સામાન્ય રીતે કોઈ બ્લોગ આપણને પસંદ આવ્યો હોય તો એને રોજ નિયમિત વાંચવા માટે આપણે એનું URL આપણે સેવ કરવું પડે છે અથવા એ બ્લોગની લિંક કોઈ પણ બ્રાઉઝરમાં બુક માર્ક કરીને રાખવી પડે છે. પરંતુ વાઈબ્સ ગુજરાતી બ્લોગમાં તમારે એવુ કરવાની કોઈ જરૂર નથી. કારણકે વાઈબ્સ ગુજરાતી બ્લોગની પોતાની એક એન્ડરોઈડ એપ લોન્ચ કરેલી છે. જેને આપના ફોનમાં ઇન્સ્ટોલ કરી આપ નિરાંતે વાચી શકો છો.
એપ ઇન્સ્ટોલ કરવાના ફાયદા
👉 વારંવાર બ્રાઉઝર ખોલીને URL ન નાખવું પડે
👉 બ્રાઉઝરની તુલનાએ વાંચવામાં સરળ મોટા ફૉન્ટ છે.
👉 બ્રાઉઝરમાં ટાસ્કબાર સફેદ કલરનો હોય છે જે વાંચવામાં ડિસ્ટર્બ કરે છે જયારે એપમાં એ પણ બ્લેક છે.
👉 ટોટલી ડાર્ક થીમને સપોર્ટ કરે છે જેથી વધુ આંખ ખેચાતી નથી.
👉 એપમાં કોઈ જ ફાલતુની પરમિશન એલાઉં કરવાની જરૂર નથી. તેમજ એપમાં કોઈ ફાલતુના નોટિફિકેશન પણ આવશે નહિ.
👉 એપ આપના ફોનને કોઈ પણ રીતે ટ્રેક કરશે નહીં કે કોઈ પણ પ્રકારના ડેટા કલેક્ટ કરશે નહીં.
👉 એપમાં કોઈપણ ટ્રેકર કે લોગર કે એડસેન્સ લગાડેલા નથી.
👉 એપમાં કોઈપણ એડ કે જાહેરાત પણ આવશે નહીં. કારણકે એડ બતાવીને પૈસા કમાવાનો પણ મારો કોઈ ઉદ્દેશ નથી.
👉 એપનું ભવિષ્યમાં કોઈ અપડેટ પણ આવશે નહીં.
👉 100% સેફ અને વાંચનને ધ્યાનમાં લઈને આ એપ બનાવવામાં આવેલી છે. જે આપના વાંચનના અનુભવોને વધુ બહેતર બનાવશે.
નોંધ:
આ એપને ગુગલ પ્લે સ્ટોર પર નથી મુકેલી. કારણકે ગૂગલ પ્લે સ્ટોર પર એપ મૂકવા માટે ખર્ચ થાય છે. અને વાઈબ્સ ગુજરાતી બ્લોગ એ માતૃભાષા ગુજરાતીને વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓ સુધી ઈન્ટરનેટ નાં માધ્યમથી પહોચાડવાનો એક બિલકુલ અવ્યાવસાયિક પ્રયાસ છે એટલે એપને પ્લે સ્ટોર પર મૂકવાને બદલે એની APK ફાઇલ મારા પર્સનલ ક્લાઉડ સ્ટોરેજમાં મૂકેલી છે જેની ડાઉનલોડ લિન્ક આપને અહી આપું છુ. તેથી આપના ફોનમાં unknown sources ઓન કરવાનું તમને પૂછી શકે છે. ઘણા ફોનમાં આ એપ harmful છે એવુ પણ બતાવશે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમકે ગૂગલ એના પ્લે સ્ટોરની એપને જ સારી ગણે છે. જે પ્લે સ્ટોર પર નથી એ બધી એપ ગુગલને માટે harmful જ છે. માટે ચિંતા કર્યા વગર એપની APK ફાઈલ ડાઉનલોડ કરી આપના ફોનમાં બિન્દાસ્ત ઇન્સ્ટોલ કરો એ આપના વાંચનના અનુભવોને વધુ બહેતર બનાવશે.
જોકે એપ ઇન્સ્ટોલ કરવી ફરજીયાત નથી. એ આપની મરજી પર આધાર રાખે છે. એપ વગર પણ બ્લોગ વાચી જ શકાય છે. અને એપ ઇન્સ્ટોલ કરવાથી મને પણ કોઈ પૈસા મળતા નથી. માટે હવે એપ ડાઉનલોડ કરવી કે નહીં એ સંપૂર્ણ નિર્ણય આપનો રહેશે.
આ એપ બનાવવા માટે મે 39 ડોલરનો ખર્ચ કર્યો છે. જો આપ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર મૂકાવવા ઇચ્છતા હોવ તો એમાં બીજો 29 ડોલરનો ખર્ચ થાય છે જે આપ આ બ્લોગના વિકાસ પેટે દાન સ્વરૂપે આપશો તો એપ આપના નામ સાથે આપના સૌજન્યથી પ્લે સ્ટોર પર મૂકવામાં આવશે. જેથી કરીને આપને પણ ઉચિત શ્રેય મળતો રહેશે. અન્યથા આ APK ફાઇલ વડે પણ એપ ઇન્સ્ટોલ કરી જ શકાય છે. દાન આપવા માટે મને csp8502@yahoo.com ઈમેલ પર સંપર્ક કરવો. ધન્યવાદ.
ટિપ્પણીઓ