આ પુસ્તક વિષે થોડુંક...........
સદીઓ જૂની મૂળ મરાઠી નવલકથાનો ગુજરાતી અનુવાદ. હવે આપને લાગશે કે આટલી જૂની નવલકથા અહી મૂકવાની શું જરૂર હતી? આવું સાહિત્ય અત્યારના યુવા વર્ગને ક્યાથી પસંદ આવે? આ નવલકથા ભલે સદીઓ જૂની હોય. પરંતુ એની ખરી જરૂરિયાત આજના આધુનિક યુગની નારીઓને છે. 'અનુપમા' સિરિયલ જોઈને વંઠી ગયેલી આજની દરેક સ્ત્રીઓએ આ નવલકથા ખાસ વાંચવી જોઈએ.
લેખક : ડો. રામજી (મરાઠી): આ મૂળ લેખક વિષે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
અનુવાદક: નારાયણ વિશનજી ઠક્કુર: નારાયણ વિશનજી ઠક્કુરનો જન્મ ઇ.સ. ૧૮૮૪માં થયો હતો. તેઓ "ગુજરાતના
વૉલ્ટર સ્કૉટ" તરીકે પણ ઓળખાય છે. તેમણે ગુજરાતીમાં ઘણી ઐતિહાસિક નવલકથાઓ રચી છે. ઉત્તર હિન્દના વિલાસી જીવનનો પરિચય આપવા માટે સુરૂચીનો ભંગ થાય તેવા કેટલાક લેખન માટે તેમણે વિચારશીલ વર્ગની નારાજગી વ્હોરી લીધી હતી. તેઓ 'બરોડા ગેઝેટ' નામના વર્તમાન પત્રના તંત્રી પણ રહી ચૂક્યા હતા. તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૮માં થયું હતું.
આ સંપૂર્ણ પુસ્તકના દરેક પેઇજ Creative Commons License હેઠળ અહી મૂકવામાં આવ્યા છે. અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે.
ટિપ્પણીઓ