આમતો ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષા સાહિત્યના બ્લોગ હવે લુપ્ત થવાના આરે આવીને ઊભા છે. પરંતુ ઘણી મહેનત કર્યા પછી મને આટલા સારા કહી શકાય એવા ધબકતા બ્લોગ મળ્યા છે. જે આપની સમક્ષ રજૂ કરું છુ. બાકી તો ગૂગલમાં સર્ચ કરતાં માત્ર ગુજરાતી બ્લોગની ડેડ બોડી જ મળે છે. ઓખાના, સુરતી ઊંધિયું, રીડ ગુજરાતી, પુસ્તકાલય ડોટ કોમ અને ગુજરાતી પ્રાઈડ જેવા એક સમયના ઇન્ટરનેટ પર ધૂમ મચાવતા ખુબજ પ્રખ્યાત અને નામચીન બ્લોગ પણ હવે નામશેષ થઈ ગયા છે. એ જોઈને મને ઘણું દુખ થાય છે. કારણકે આ બધા બ્લોગમાથી જ પ્રેરણા લઈને મે મારા પ્રથમ બ્લોગ "શબ્દસારિતા બ્લોગ"નું નિર્માણ કર્યું હતું. જે અત્યારે આપની સમક્ષ "વાઈબ્સ ગુજરાતી" રૂપે પ્રસ્તુત છે.અને હવે ગુગલમાં આવા નામચીન બ્લોગની પણ નામશેષ ડેડ બોડી સિવાય કશું બચ્યું નથી. આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે? જે થવાનું હતું એ થઈ ગયું. હવે બાકી બચેલા અને સારા કહી શકાય એવા બ્લોગનું એક લિસ્ટ આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છુ. ખબર નહીં પણ આમાથી ઘણા બ્લોગ એવા પણ હશે જે પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હોય.
ગુજરાતી પુસ્તકોનો ખજાનો પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ કરવા માટેની પણ કેટલીક જીવતી બચી ગયેલી લિન્ક અહી આપું છુ. એના પર ક્લિક કરી ફટાફટ ડાઉનલોડ કરી લો.
ગુજરાત બીજ નિગમ લિમિટેડના ખેતીવાડીને લગતા પુસ્તકો
ૐ શિવોહમની લાઈબ્રેરી
સ્વર્ગારોહણની લાઈબ્રેરી
વીતરાગ વાણીના પુસ્તકો
દાદા ભગવાનના પુસ્તકો
જૈન લાઈબ્રેરી ૧
જૈન લાઈબ્રેરી ૨
ગુજરાતી આર્ચિવ
ગુજરાતી વિશ્વકોશ
ગુજરાતી 44 બુક્સ
રાષ્ટ્રીય ઇ પુસ્તકાલય
રાજ સુભગ લાઈબ્રેરી
બ્લૂમ લાઈબ્રેરી
અક્ષરનાદના પુસ્તકો
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ટિપ્પણીઓ