મુખ્ય સામગ્રી પર જાઓ

મારો સંપર્ક કરો

નમસ્કાર મારા સારસ્વત મિત્રો, 

👉 કોઈ પણ કામ અંગે આપ ઈમેલના માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. આપને પણ  ઈમેલના મધ્યમથી જ ચોક્કસ પણે પ્રત્યુત્તર આપવામાં આવશે. 

👉 આપને ૨૪ થી ૪૮ કલાકમાં પ્રત્યુત્તર આપવામાં આવશે. આ એક મહત્તમ સમય મર્યાદા છે. જરૂરી નથી કે આટલો બધો સમય લાગે જ. મોટેભાગે ૬ થી ૮ કલાકમાં અથવા એથી પહેલા પણ હું પ્રત્યુત્તર આપી જ દઉં છુ.

👉 ઈમેલમાં આપનું પૂરું નામ અવશ્ય લખવું. જો આપ ફોન કોલ પર મારી સાથે વાત કરવા ઇચ્છતા હોવ, તો ઈમેલમાં આપનો ભારતીય મોબાઈલ નંબર અવશ્ય લખવો.

👉 જો આ બ્લોગ પર મૂકેલા પોસ્ટ કે પુસ્તકોથી આપને તકલીફ હોય, અથવા આપના કોપીરાઇટ્સનો ભંગ થતો જણાતો હોય તો પહેલા અહી ક્લિક કરી આ બ્લોગની રચનાનો મુખ્ય ઉદ્દેશ અને આ બ્લોગના કોપીરાઇટ્સ વિષે જાણો અને ત્યારબાદ મારો સંપર્ક કરો.

👉 જો આપ આપનું મૌલિક સાહિત્ય આ બ્લોગ પર પ્રકાશિત કરવા ઇચ્છતા હોવ તો પહેલા અહી ક્લિક કરી એના વિષે માહિતી મેળવો ત્યારબાદ મારો સંપર્ક કરો.

👉 જો આપ મારી સાથે જોડાઈને આ બ્લોગના વિકાસમાં આપનું યોગદાન આપવા ઇચ્છતા હોવ તો પહેલા અહી ક્લિક કરી એના વિષે માહિતી મેળવો ત્યારબાદ મારો સંપર્ક કરો.

👉 કોઈપણ પુસ્તકની પી.ડી.એફ. ફાઇલ માંગવા માટે સંપર્ક ન કરવો.

👉 જો આપને કોઈ અર્જન્ટ કામ હોય, અને આપ મારી સાથે લાઈવ ચેટ કરવા માંગતા હોવ તો બ્લોગ પર જમણી બાજુ નીચેના ખૂણામાં આપેલા ચેટ બટન પર ક્લિક કરી થોડી થોડી વારે ચેક કરતાં રહો. હું ફ્રી થઈને ઓનલાઈન થઈશ ત્યારે આપ ત્યાં મારી સાથે લાઈવ ચેટ કરી શકશો.

 મારો ઈમેલ આઈડી 

👉 csp8502@yahoo.com 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...