મુખ્ય સામગ્રી પર જાઓ

૧૧ ચંદુલાલ અને બાજપક્ષી

 હે સુંદરી! પૂર્વે મહાસાગર નામક નગરમાં ચંદુલાલ નામનો રાજા રાજ્ય કરતો હતો અને તેને મૃગયાનો એટલો બધો છંદ લાગ્યો હતો કે જેનો અવધિ થએલો જ કહી શકાય. એક દિવસ તે અરણ્યમાં મૃગયા કરતો કરતો પોતાના સૈન્યથી જૂદી પડી આગળ વધીને પુરંદર નામના વનમાં આવી લાગ્યો. મધ્યાહનો સમય હોવાથી તે તૃષાથી મહાવ્યાકુળ થયો અને તેથી એક ટેકરી પર ચઢીને આસપાસ ક્યાંય પાણી​હોય તો તેનો શોધ કરવા લાગ્યો. એટલામાં એક વૃક્ષમાંથી પાણીનાં બિંદુ ટપકતા તેના જોવામાં આવ્યા, એટલે તે સ્થળે જઈ ઝાડનાં પાંદડાનો એક દડિયો બનાવી તેની નીચે ધરીને થોડુંક પાણી તેણે એકઠું કર્યું. એટલામાં તેની સાથે શિકારી બાજપક્ષી હતો તેણે ઝડપ મારીને તે પાણી ઢોળી નાખ્યું. રાજાને ક્રોધ તો થયો, પણ ક્રોધને શમાવીને પાછો તેણે પડિયો ધર્યો અને થોડું જળ એકત્ર કર્યું; પણ પુનઃ તે બાજપક્ષીએ તે પડિયાને ઉંધો વાળી પાણી ઢોળી નાખ્યું. એ વેળાએ રાજાનો કોપ અનિવાર્ય થવાથી તેણે તે પક્ષીને પકડીને તત્કાળ તેનો ઘાત કરી નાખ્યો, અને ત્રીજીવાર પડિયાને તે ટપકતા જલબિંદુ નીચે રાખ્યો. એ પછી રાજાના મનમાં અચાનક વિચાર આવ્યો કે, બાજપક્ષીએ બે વાર પાણી ઢોળી નાખ્યું તેનું કારણ શું વારૂ? જરા તપાસ તો કરવો જ જોઈએ. એમ વિચારીને તે તપાસ કરવા લાગ્યો એટલે ઝાડ પર એક મોટો નાગ આડો પડ્યો છે અને અત્યંત ઉષ્ણતા થવાથી મોઢું નીચું કરી ઝેરી લાળ ટપકાવે છે, એવો દેખાવ તેના જોવામાં આવ્યો. આ દેખાવ જોઈને રાજા અત્યંત ભયભીત થઈ ગયો અને વૃક્ષ પરથી નીચે ઉતરી બાજ પક્ષીના મુખને ચૂમતો બોર બોર જેવડાં આંસુ વર્ષાવીને રોવા લાગ્યો. અને મનમાં કહેવા લાગ્યો કે;-“આજે જો આ પક્ષી મારી સાથે ન હોત, તો આ સર્પવિષના પ્રાશનથી અવશ્ય મારો નાશ થઈ જાત !” એ પછી એ રાજા જ્યાં સુધી જીવ્યો ત્યાંસુધી તે પક્ષીનો સર્વ કાળ ઉપકાર માનીને શોક કર્યા કરતો હતો. તે જ પ્રમાણે હે પ્રિયતમે ! જો તું મને મારી નાખીશ, તો તું પણ અત્યંત પશ્ચાત્તાપમાં પડી જઈશ; અને મને જો આ બંધમાંથી મુકત કરી જીવનદાન આપીશ, તો તારૂં કલ્યાણ થઈ જશે.”

આ વાર્તાનું તે વેશ્યાના હૃદયમાં કાંઈ પણ પરિણામ ન થતાં તે બાજઠ પરથી ઉઠી તલવાર ઉગામીને પુનઃ તેનું ગળું રેંસવાને આગળ વધી એટલે પુન: તે પરાધીન અને નિરાધાર રાજકુમાર તેને અનેક પ્રકારે પ્રાર્થના કરીને જીવનનું તેની પાસેથી દાન માગવા લાગ્યો.

X X X

અનંગભદ્રા અને મારો આટલો વાર્તાલાપ ચાલ્યો એટલામાં રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા, એટલે મેં અનંગભદ્રાને કહ્યું કે;- "હવે અરુણેાદયનો સમય થવા આવ્યો છે એટલે તમે પોતાને ઘેર જાઓ, તો સારું અને હવે પછી આવા રાત્રિના સમયમાં કદાપિ મારે ત્યાં આવશો નહિ. શ્વશુર પક્ષ અને પિતૃ પક્ષના લોકોની ઇચ્છા પ્રમાણે વર્તી સદાચારથી ચાલશો, તો જ તમારું કલ્યાણ થશે, કદાપિ કોઈની જોડે વૈર બાંધશો નહિ અને ઇશ્વરથી ડરીને ચાલજો. આ દુષ્ટ મદન- રિપુનો જરા પણ આદરસત્કાર ન કરશો અને મારા ઉપદેશનું નિરંતર સ્મરણ કર્યા કરજો.” એમ કહીને અનંગભદ્રાને મેં જવાની પ્રાર્થાના કરી. મારૂં આ ભાષણ સાંભળી તે નમ્રતાથી કહેવા લાગી કે;-"દાકટર સાહેબ! અત્યારે એકલાં જવાની મારી છાતી થતી નથી, એટલા માટે આપ મારી સાથે આવી મને ઘર સુધી પહોંચાડી જશો તો આપનો મોટો ઉપકાર થશે; કારણ કે, જો હું એકલી જઈશ અને માર્ગમાં મને કોઈ મારાં વિશિષ્ટ લક્ષણોથી સ્ત્રી તરીકે ઓળખી લેશે, તો આ મુસલમાનોનું રાજ્ય હોવાથી કોઈ મુસલમાન મારી આબરૂના કાંકરા કરી નાખશે.”

તેની આ ભીતિ યથાર્થ હોવાથી મેં મારી ગાડી જોડાવી અને તેમાં તેને બેસાડી ઠેઠ તેના ઘર આગળ તેને હું મૂકી આવ્યો. હું ત્યાંથી પાછો ફર્યો એટલામાં દિવસ ઊગવાને વખત થઈ ગયો. ત્યાર પછી ઘેર આવી નિત્ય કર્મથી મુક્ત થઈ અમીર સાહેબની સલામે જઈ આવ્યો અને ત્યાર પછી કેટલાક રોગીઓની પ્રકૃતિ જોઈ લગભગ દશ વાગે ઘેર આવી લાગ્યો. બીજે દિવસે દોઢ પ્રહર રાત જતાં પુનઃ પુરુષવેશમાં અનંગભદ્રા મારે ઘેર આવી અને કુરસી પર બેસી થોડી વાર વિશ્રાંતિ લીધા પછી તેણે મને મારી મધુર નિદ્રામાંથી જાગૃત કર્યો, જાગૃત થઈ તેને જોતાં જ મહા કોપથી હું કહેવા લાગ્યો કે:- અનંગભદ્રા ! ગઈ રાત્રે મેં તમને જે આટલો ઉપદેશ આપ્યો, તે સર્વ વ્યર્થ ગયો, એટલે એથી જણાય છે કે, તમે સદ્બોધને પાત્ર નથી. તમારાં આવાં આચરણોથી મને તો એમજ ભાસે છે કે, તમારા પર ​ઈશ્વરનો કોપ જ ઊતરેલો હોવો જોઈએ. જેવી રીતે રાજ ચોરી કરવાને નીકળતો ચોર એક દિવસ અવશ્ય પકડાઈ જાય છે, તેજ પ્રમાણે તમે પણ અવશ્ય પકડાશો, એટલું જ નહિ, પણ સાથે મારા પ્રાણની પણ હાનિ કરી નાખશો. મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે કે, તમે પાછાં પોતાને ઘેર ચાલ્યાં જાઓ અને હવે પછી ભૂલે ચૂકે પણ મારા ઊંબરામાં પગ મૂકશે નહિ.”

મારા આ ઉદ્ગારો સાંભળી અનંગભદ્રાએ નમ્રતાથી પ્રાર્થના કરી કે "ડોકટર સાહેબ ! આપે ગઈ રાત્રે પોતાના અનુભવની જે વાર્ત્તા સંભળાવી તે અપૂર્ણ જ રહી ગઈ છે. વીરક્ષેત્રની સુંદરીએ આપને પોતાના શયનમંદિરમાં અટકાવી રાખ્યા હતા તેનો તેમ જ રક્તસેન રાજકુમારની કથાનો પણ અદ્યાપિ અંત જણાયો નથી. એટલે તે દુષ્ટ સ્ત્રીઓના પંજામાંથી તમારે અને રક્તસેન રાજકુમારનો છૂટકો કેવી રીતે થયો, એ સવિસ્તર સાંભળવાની મારી ઉત્કંઠાને હું દબાવી ન શકી અને તેટલા માટે જ હું આજે પણ પાછી અહીં આવી લાગી. માટે કૃપા કરીને એ બન્ને કથાઓ મને પૂરેપૂરી સંભળાવો.” એ તેની આતુરતાને તૃપ્ત કરવા માટે હું તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે;-“અનંગભદ્રા ! ત્યાર પછી તે રાજકુમાર તે વેશ્યાને પુનઃ પ્રાર્થના કરીને ચોથી વાર્ત્તા સંભળાવવા લાગ્યો અને તે આ પ્રમાણે:-

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...