રામનારાયણ પાઠક:‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’ (જન્મ :એપ્રિલ ૮, ૧૮૮૭), (અવસાન : ૨૧ ઓગસ્ટ, ૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી.
રામનારાયણ પાઠકનું આખું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતું., તેમનો જન્મ ગણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, ગુજરાત રાજ્ય, ભારત દેશમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. તેમનો જીવ વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.
તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.તેમ જ 'ખેમી'વાર્તાનો ઉલ્લેખ અનિવાર્ય છે.
ટિપ્પણીઓ