મુખ્ય સામગ્રી પર જાઓ

૧૭ ઘણકો ને ઘણકી

[પુરુષોત્તમ માસ]
પરષોત્તમ મહિનો આવ્યો

બધી બાયડી પરષોતમ મહિનો ના’ય.

ફળિયામાં દેરું, દેરા માથે પીપળો ઝકૂંબે :

નાઈ ધોઈને બાઈઓ દેરાને ઓટે બેસે :

પીપળાને છાંયે બેસે; હાથમાં ચપટી દાણા રાખે.

પરષોતમ ભગવાનની વાર્તા મંડાય.

એક કહે ને સૌ સાંભળે.

પીપળાની ડાળે ઘણકા–ઘણકીનો માળો છે.

માંહી ઘણકો ને ઘણકી રે’ છે.

ઘણકી તો ડાળ્યે બેઠી બેઠી રોજ વાર્તા સાંભળે છે.

એ તો પૂછે છે, બાઈ બાઈ, ના’યે શું થાય?

કે’ કાયાનું કલ્યાણ થાય; ઊજળો અવતાર મળે.

કે’ ત્યારે હું નાઉં?
કે’ નહા ને બાઈ!
ઘણકી કહે : ‘ઘણકા, આપણે પુરુષોતમ માસ ના’શું?’

ઘણકો કહે : ‘ના ના, આપણે તો છબછબ ના’શું, ને કરડ કરડ લાકડું કરડશું.’

ઘણકી કહે : ‘આપણે તો એક વાર ના’શું, એક ઠેકાણે બેસીને લાકડું કરડશું, પછી આખો દી લાકડું નહિ કરડીએ.’

બીજે દીથી બાઈઓ ના’ય, ભેળી ઘણકીય ના’ય.

બાઈઓ વાર્તા સાંભળે. ઘણકીયે ડાળે બેઠી બેઠી સાંભળે.

બાઈઓ દર્શન કરવા જાય, ઘણકીયે જાય.

એમ ઘણકી પુરુષોત્તમ માસ ના’ય, ને ઘણકો લાકડાં કરકોલે.

મહિનો પૂરો થયો. ઘણકી નાઈ રહી.

સહુએ ઊજવણાં કર્યાં; ઘણકી શું કરે?

ઘણકો ને ઘણકી બેય મરી ગયાં.

મરીને ઘણકી રાજાની કુંવરી સરજી.

ઘણકો પણ એ જ રાજાને ઘરે બોકડો સરજ્યો.

કુંવરી તો સોળ વરસની સુંદરી થઈ.

નત્ય નત્ય માગાં આવવા માંડ્યાં.

સારો વર જોઈ કુંવરીને તો પરણાવી છે. કરકરિયાવર દીધાં છે. ગાડાંની તો હેડ્યો હાલી છે.

કુંવરી કહે : ‘મને આ બોકડો આપો. બોકડો મને બહુ વા’લો છે. એને હું સાસરે લઈ જઈશ.’

બોકડો લઈને કુંવરી તો સાસરીએ ગઈ. બોકડાને તો મેડીને દાદરે બાંધ્યો.

રોજ રાતે કુંવરી થાળ લઈને મેડીએ ચડે.

મેડીએ ચડે ત્યાં એનાં ઝાંઝર ઝણકે.

ઝાંઝર સાંભળીને બોકડો તો જાગી જાય.

જાગીને બોલે :

રમઝમતી રાણી!
મેડીએ ચડ્યાં
ને ઇચ્છાવર પાયા!
ત્યારે કુંવરી જવાબ વાળે કે —

હા મારા પીટ્યા!
મેં ઇચ્છાવર પાયા
તેં કરકર બરકર ખાયા!
રોજ ને રોજ —

રઝમઝતી રાણી!
મેડીએ ચડ્યાં
ને ઇચ્છાવર પાયા.
હા મારા પીટ્યા!
મેં ઇચ્છાવર પાયા
તેં કરકર બરકર ખાયા!
એવી બોલાબોલી થાય : એ વડારણ સાંભળે.

વડારણે તો વાત રાજાને કરી છે : રાજાએ તો રાણીને પૂછ્યું છે, ‘રાણી! રાણી! મને વાત કરો!’

‘રાજા રાજા! કહેવરાવવું રે’વા દ્યો.’

‘ના, કરો ને કરો.’

રાણીએ તો પૂરવ ભવની વાત કહી છે. રાજાની તો ભરાંત ભાંગી છે. ઘણકીને ફળ્યાં એવાં સહુને ફળજો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...