મુખ્ય સામગ્રી પર જાઓ

૧૦ વીર બંદો

 પંચ સિંધુએને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઊઠયા : 'જય ગુરુજી : જય ગુરુજી !'

નગરે, ગામડે અને ઝૂંપડેઝૂંપડે એ ગુરુમંત્ર ઝિલાયો. પ્રત્યેક જીભ ઉપર એ ઘેાષણાનો પડઘો પડ્યો. જોતજોતામાં તો એકેએક શીખ જાગી ઊઠ્યો. માથાના લાંબા કેશ સમારીને એણે વેણી બાંધી. કમર પર કિરપાણ લટકાવ્યાં વહાલાં સ્વ- જનોની માયા મમતા ઉતારી, અને વૈરીજનોને, વિપત્તિનો, મોતને ડર વિસાર્યો. હજારો કંઠમાંથી ભભકતી જયઘોષણાએ દસે દિશાઓને ધણધણાવી દીધી. શીખ કોમનાં બચ્ચાંઓ પોતાની નવજાગૃતિના સૂર્ય સામે અનિમેષ નયને નિહાળી રહ્યાં.

'અલખ નિરંજન! અલખ નિરંજન! અલખ નિરંજન!'

'અલખ નિરંજન'નો એ બુલંદ લલકાર ઊઠે છે, દુનિયા સાથેની સ્નેહગાંઠોનાં બંધનો તૂટે છે, ભય બધા ભાંગી પડે છે, હજારો છાતીએાની સાથે અફળાઈને ખુશખુશાલ કિરપાણે ઝન ઝન ઝંકાર કરે છે. પંજાબ આખો ગરજી ઊઠ્યો છે : 'અલખ નિરંજન! અલખ નિરંજન!'

એ એક એવો દિવસ આવ્યો છે, કે જ્યારે લાખમલાખ ​આત્માઓ રૂકાવટને ગણકારતા નથી, કરજ કોઈનું શિરે રાખતા નથી, જીવન અને મૃત્યુ જ્યારે માનવી ચરણોનાં ચાકરો બની જાય છે, ચિત્ત જ્યારે ચિંતાવિહીન બને છે. એવો એક દિવસ આજે પંચ-સિંધુને કિનારે આવી પહોંચ્યો છે.

દિલ્હીના શાહી મહેલની સુખશય્યામાં તે વખતે બાદશાહની અાંખ મળતી નથી. જરીક ઢળતાં પોપચાં ઝબકી ઝબકીને ઊઘડી જાય છે. બાદશાહ તાજજુબ બની રહ્યો છે. આ ઘોર મધરાત્રિએ એ કોના કંઠ ગગન-ઘુમ્મટને ગજાવે છે ! આ કોની મશાલો આકાશના લલાટ પર આગ લગાડી રહી છે ! આ કેાનાં દળકટક દિલ્લી નગર ઉપર કદમ દેતાં આવે છે ! પંચ-સિંધુના કિનારા પર શું આ શીખ દેશભક્તોનાં રૂધિર છોળે ચડયાં છે?

માળામાંથી પાંખો પસારીને નીકળતાં પક્ષીઓની માફક વીર હૈયાં આજે લાખો છાતીઓ ચીરીને જાણે પાંખે ફફડાવતાં નીકળી પડયાં છે. પંચ-સિંધુને તીરે આજે જનેતાઓ બેટાઓનાં લલાટ પર પોતાની ટચલી આંગળીનાં લોહી કાઢી તિલક કરે છે.

તે દિવસના અઘોર રણમાં મોગલો ને શીખો વચ્ચે મરણનાં આલિંગન ભિડાયાં. એકબીજાએ સામસામી ગરદનો પકડી. અંગેઅંગના આંકડા ભિડયા. ગરુડ-સાપનાં જાણે જીવલેણ જુદ્ધ મંડાયાં, ગંભીર મેઘનાદે શીખબચ્ચો પુકારે છે કે 'જય ગુરુ ! વાહી ગુરૂ !' રક્તતરસ્યો મદોન્મત્ત મોગલ 'દીન ! દીન ! દીન !' ના લલકાર કરે છે.

ગુરદાસપુરના ગઢ ઉપર શીખ સરદાર બંદો મોગલોના હાથમાં પડ્યો. તુરક સેના એને દિલ્લી તેડી ગઈ. સાતસો શીખો પણ એની સાથે ચાલી નીકળ્યા. ​મોખરે મોગલ સેના ચાલે છે, અને એના માર્ગની ડમરી ઊડીને આકાશને ઢાંકે છે. મોગલોનાં ભાલાં ઉપર કતલ થયેલા શીખાનાં મસ્તકો લટકે છે. પાછળ સાતસો શીખો આવે છે, અને એના પગની સાંકળો ખણખણાટ કરતી જાય છે. દિલ્લી નગરીના માર્ગ ઉપર માણસો સમાતાં નથી. ઊંચી ઊંચી અટારીએાની બારીઓ ઉઘાડીને રમણીઓ જોઈ રહી છે. એ સાતસો બેડીબંધ શૂરવીરોના સાતસો કંઠમાંથી પ્રચંડ ગર્જના છૂટે છે 'અલખ નિરંજન, અલખ નિરંજન !'

સાતસો બંદીવાનોને ખબર પડી કે આવતી સવારથી કતલ શરૂ થશે.

'હું પહેલો જઈશ.' 'ના, હું પહેલી ગરદન ઝુકાવીશ.' એ ચડસાચડસીથી શીખ કારાગાર ધણધણી ઊઠયું. પ્રત્યેક દિવસના પ્રભાતે એક સો એક સો બંદીવાનોનાં માથાં રેંસાવા લાગ્યાં. 'જય ગુરૂ !' એ ઉચ્ચાર કરતી કરતી સો સો ગરદનો જાલિ મની સમશેર નીચે નમતી ગઈ. સાત દિવસમાં તો શીખ બંદીખાનું ખાલી થયું, બાકી રહ્યો એકલો વીર બંદો.

પ્રભાત થયું. સભામાં વીર બંદો સાંકળોમાં બંધાયેલો ઊભો છે. એના મોં ઉપર લગારે વેદનાની નિશાની નથી. કાજીએ સાત વરસના એક સુંદર બાલકને હાજર કર્યો; બંદાના હાથમાં એ બાલકને સોંપીને કાજી બોલ્યા : 'બંદા, બે ઘડી બાદ તો તારે છેલ્લી મુસાફરીએ ચાલી નીકળવાનું છે. પણ મોગલોને હજુ યે તારું પરાક્રમ જોવાની આતુરતા રહી ગઈ છે. તે લે ઓ બહાદુર ! આ બાલકનું માથું તારે પોતાને હાથે જ ઉડાવી દે.' ​બંદાનું પરાક્રમ શું એક બાલકના શરીર ઉપર અજમા વવાનું હતું? એ બાલક કોણ ?

એ કિશેાર બાલક બંદાનો સાત વરસનો એકનો એક પુત્ર : બંદાના પ્રાણનો પણ પ્રાણ.

બંદાએ મોંમાંથી એક સખૂન પણ ઉચ્ચાર્યો નહિ, પોતાના બાલકને બંદાએ ખેંચીને પોતાની છાતી સાથે ચાંપી લીધે. જમણો પંજો એ બાલકના માથા ઉપર ધરી રાખ્યો, એના રાતા રાતા હોઠ ઉપર એકજ ચૂમી કરી, ધીરે ધીરે કમરમાંથી કિરપાણ ખેંચ્યું. બાલકની સામે જોઈને બાપે એના કાનમાં કહ્યું : 'ઓ બેટા ! બોલો, જય ગુરુજીનો ! બીતો તો નથી ને ?'

'જય ગુરુજીને !' બાલકે પડઘો પાડયો. એ નાનકડા માં ઉપર મોતની આકાંક્ષા ઝળહળી ઊઠી. એના કિશેાર કંઠ માંથી ધ્વનિ નીકળ્યો કે 'બીક શાની, બાપુ ? જય ગુરુજી! જય ગુરુજી !' એટલું બોલીને બાલક બાપના મોં સામે નિહાળી રહ્યો.

ડાબી ભુજા બંદાએ બાલકની ગરદને વીંટાળી દીધી, ને જમણા હાથની કિરપાણ એ નાનકડી સુકોમળ છાતીમાં બેસારી દીધી. 'જય ગુરુ !' બોલીને બાલક ધરતી પર ઢળી પડ્યો.

સભા સ્તબ્ધ બની. ઘાતકોએ આવી બંદાના શરીરમાંથી ધગેલી સાંઢસી વતી માંસના લોચેલેાચા ખેંચી કાઢયા.

વીર નર શાંત રહીને મર્યો. અરેરાટીનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ, પ્રેક્ષકો એ આંખો મીંચી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...