મુખ્ય સામગ્રી પર જાઓ

૧૫ કામવિકારનાં પ્રાબલ્યના પુરાણપ્રસિદ્ધ દૃષ્ટાંતો

 (૧) સર્વ દેવોમાં મહાદેવ શ્રેષ્ઠ મનાય છે. એ મહાદેવ એકવાર તપશ્ચર્યા કરતા હતા ત્યાં સર્વ દેવોએ મળીને કામદેવને મોકલી આપ્યો. કામદેવ ત્યાં જઈને તેમની તપશ્ચર્યામાં વિક્ષેપ કરવા લાગ્યો એથી કોપાયમાન થઈને મહાદેવે કામને બાળીને દગ્ધ કરી નાખ્યો.

(૨) તે જ પ્રમાણે સુરપતિ ઇન્દ્ર કામવિકારને આધીન થઈને કપટથી અહલ્યા સાથે વ્યભિચાર કરવાથી ગૌતમના શાપથી તેના શરીરમાં સહસ્ત્ર ભાગો થઈ ગયા અને સ્વર્ગલોકના રાજ્યથી તે ભ્રષ્ટ થયો એટલુંજ નહિ, પણ નિર્દોષ અહલ્યાને પણ સાઠ હજાર વર્ષો પર્યન્ત શિલાના અવતારમાં રહેવું પડ્યું.

(૩) બ્રહ્મદેવ પૂર્વે પંચમુખી હતા, પરંતુ તેમનું અંત:કરણ પોતાની કન્યા વિશે જ સકામ થવાથી તેના એક શિરનો પાત થયો.

(૪) બ્રહ્મદેવનો પુત્ર નારદ બ્રહ્મચારી હોવા છતાં એકવાર કામવશ થયો અને દ્વારિકામાં શ્રીકૃષ્ણ પાસે જઈને કહેવા લાગ્યો કે:- “હુ કામપીડિત થયો છું, તો આપની પાસે સોળ હજાર સ્ત્રીઓ છે, તેમાંથી એક સ્ત્રી મને આપો !” એના ઉત્તરમાં શ્રીકૃષ્ણે કહ્યું કે;-“જે સ્ત્રી પાસે હું ન હોઉં, તે સ્ત્રી તારે લઈ જવી.” નારદ સર્વ સ્ત્રીઓનાં​મંદિરોમાં ભટકયો, પણ કૃષ્ણ વિનાનું એક પણ મંદિર તેના જોવામાં ન આવ્યું અર્થાત્ પરમેશ્વરની વ્યાપકતાનો તેને સાક્ષાત્કાર થયો. ત્યાર પછી શ્રીહરિની અગમ્ય માયાથી સ્નાનકાળમાં તે નારદની નારદી થઈને તેણે સાઠ હજાર વાલખિલ્યપુત્રોને જન્મ આપ્યો.

(૫) વિશ્વામિત્રે લોહપિષ્ટ ભક્ષીને સાઠ હજાર વર્ષોપર્યન્ત ઘોર તપશ્રર્યા કરીને બ્રહ્માંડને ડોલાવવા માંડ્યું એથી કદાચિત એ મારા ઇન્દ્રપદને લઈ લેશે એવા ભયથી સુરપતિ ઈન્દ્રે તેની તપશ્ચર્યાના પુણ્યનો ક્ષય કરવા માટે મેનકા નામક અપ્સરાને મોકલી, તેના મોહમાં લપટાઈ ઋષિ વિશ્વામિત્ર શ્વાનના રૂપે ઇન્દ્રની સભામાં ગયો અને પોતાની પરમ દુ:સાધ્ય ત૫શ્ચર્યાનો કામવિકારમાં પડી નાશ કરી નાખ્યો.

(૬) ચંદ્રે ગુરુગૃહમાં વિદ્યાભ્યાસ કરતી વેળાએ કામાસક્ત થઈને ગુરુપત્ની સાથે વ્યભિચાર કર્યો અને તેથી તેને શાશ્વત કલંક લાગી ગયું જે અદ્યાપિ સર્વના જોવામાં આવ્યા કરે છે.

(૭) રાવણે મદનેાન્મત્ત થઈને સીતાનું હરણ કર્યું તેથી લંકા ભસ્મીભૂત થઈ અને શ્રી રામચંદ્રના હસ્તે પુત્રપરિવારસહિત પોતે પણ નષ્ટ થઈ ગયો.

(૮) વાલીએ પોતાના બંધુની તારા નામક સ્ત્રીનું હરણ કરવાથી તે રામચંદ્રજીના હાથે મરાયો અને કિષ્કિંધાનું રાજ્ય, તારા જેવી સુંદર પત્ની અને અંગદ જેવા ચતુર પુત્ર, એ સર્વથી તે વંચિત થયો.

(૯) ભસ્માસુરને શિવ પાસેથી એવો વર મળ્યો હતો કે, તે જેના મસ્તક પર હાથ મૂકે કે તે ત્યાં જ બળીને ભસ્મ થઈ જાય. એથી તે એટલો બધો ફાટી ગયો કે, સર્વથી અજેય થઈ ગયો. ત્યાર પછી મોહિનીના સૌન્દર્યને જોઈ કામાસક્ત થઈને જેવી રીતે મેાહની નાચી તેવી રીતે પોતે પણ નાચવા લાગ્યો અને કામભ્રાંતિથી ભાન ભૂલી પોતાનો હાથ પોતાના મસ્તક પર મૂકીને ભસ્મીભૂત થઈ ગયો.

(૧૦) દુર્યોધને પાંડવોની મહાપતિવ્રતા પત્ની દ્રોપદીમાં કામવાસના રાખી કપટદ્યુતના યોગે તેને પાંડવો પાસેથી જીતી લીધી અને તેને ​સભામાં લાવી પોતાની સ્ત્રી થવાનું કહ્યું, પણ તેણે તે વાર્તા અમાન્ય કરવાથી દુઃશાસન દ્વારા તેનાં વસ્ત્રો ખેંચાવી તેની વિડંબનાનો ઉદ્યોગ આદર્યો. પરંતુ ઇશ્વરકૃપાથી તેના તે સર્વ ઉદ્યોગો - પ્રયત્નો વ્યર્થ થયા અને કુરુક્ષેત્રમાં પોતાના બંધુ, અાપ્ત, સુહૃદ્ અને મિત્રોસહિત યુદ્ધ કરીને અંતે હસ્તિનાપુર જેવા રાજ્યથી અને પોતાના પ્રાણથી પણ તે વંચિત થઈ ગયો.

(૧૧) તેજ પ્રમાણે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા તે વેળાએ વિરાટ રાજાનો શ્યાલક કીચક દ્રોપદીમાં કામાસક્ત થવાથી નૃત્યશાળામાં ભીમની ગદાથી નરકમાં વિદાય થઈ ગયો.

(૧૨) દ્રોપદીના મનમાં કર્ણ વિશે જરાક દુર્ભાવના આવતાં તેના અલૌકિક પાતિવ્રત્યને સદાને માટે દૂષણ લાગી ગયું.

(૧૩) શૃંગીઋષિએ જન્મથી કદાપિ સ્ત્રીને જોઈ જ નહોતી તથાપિ તેને પણ રંભા આદિ અપ્સરાઓ ભ્રમાવીને પુત્રકામેષ્ટિ યજ્ઞ માટે દશરથ રાજાને ત્યાં લઈ આવી હતી.

(૧૪) પલાશ નામક ઋષિ કામાતુર થવાથી અરવલીના હસ્તે માર્યો ગયો હતો. મહિરાવણની સ્ત્રી ચંદ્રપ્રભા રામચંદ્રમાં વિષયાસક્ત થઈ અને તેથી તેણે પોતાના પતિના મરણનો ભેદ તેને જણાવી તેના હાથે પતિનો ઘાત કરાવી પોતાના હાથે જ પોતાને વૈધવ્ય દશામાં લાવી મૂકી.

(૧૫) ભૃગુઋષિની કન્યા દેવયાની વિષયાંધ થવાથી પોતે વિપ્રદુહિતા હોવા છતાં ગુરુપુત્ર કચની પરમ આયાસથી પ્રાપ્ત કરેલી મૃત સંજીવની વિદ્યાને શાપના પ્રભાવથી નિષ્ફળ કરી પોતે ક્ષત્રિયની પત્ની થઈ હતી.

(૧૬) પરશુરામની માતા રેણુકા જલચરોની ક્રીડાને જોઈને કામુક થઈ હતી, એ વાર્તા જમદગ્નિએ સાંભળતાં પરશુરામના હસ્તે તેનો ઘાત કરાવી નાખ્યો હતો.

તેમજ કથાકલ્પતરુમાંથી હું એક બીજી વાર્તા કહી સંભળાવું છું અને તે આ પ્રમાણે છે:

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...