મુખ્ય સામગ્રી પર જાઓ

૬ વિવાહ

 રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓ- માંથી બિહાગના સુર નીકળવા લાગ્યા. ઢોલનગારાંનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા અાંખો નમા- વીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યાં છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલીખોલીને નગરની રમણીઓ ઘૂમટાનાં ઝીણાં બાંકોરાંમાંથી વર-કન્યાને જોઈ રહી છે. આષાઢના નવમા દિવ- સની એ ઝરમર ઝરમર વરસતી રાત્રિયે, ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીરી ધીરી શરણાઈ બોલે છે. એ કેાણ પરણે છે ?

એક ક્ષત્રિય રાજા પરણે છે. મારવાડનો એક મંડળેશ્વર મેડતાનો તરુણ રાજા. શરણાઈના એકલા સૂર ક્ષત્રિયના વિવાહમાં નહિ તો બીજે કયાં વાગે ?

ઈશાન ખૂણામાંથી વાયુના સૂસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળાં ઘેરાય છે માયરામાં મણિજડિત ઝુમ્મરો લટકે છે, દીવાઓ જાણે એ મણિઓની અંદર પોતાનાં હજારો પ્રતિબિમ્બો નિહાળી નિહાળીને નાચી રહ્યા છે.

જ્યોતિઓથી ઝળહળતા એ લગ્નમડપમાં અચાનક કોણ ​વિદેશી આવીને ઊભો રહ્યો ? દરવાજે આ રણભેરી કોણે બજાવી ? આ ગઢના નગારા પર ડાંડી કેમ પડી ?

જાનૈયાઓ વીજળીના ચમકારની જેમ ખડા કેમ થઈ ગયા ? તલવાર ખેંચીને ક્ષત્રિઓ વરકન્યાની આસપાસ કાં વીંટળાઈ વળ્યા ? કેાઈ યમદૂત આવી પહોંચ્યો કે શું ?

ના; એ તો મારવાડરાજનો દૂત આવ્યો છે વરરાજાના હાથમાં એક લોહીથી છાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે : “દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે, મર- ધરપતિ રામસિંહ રણે ચડી ચૂકયા છે. જોધાણનાથે કહાવ્યું છે કે, હે માંડળિકો ! હથિયાર લઈને હાજર થજો. બોલો, રાણા રામસિંહનો જય !”

મેડતાનો રાજા માયરામાં ઊભો ઊભો ગરજી ઊઠ્યો કે “જય, રાણા રામસિંહનો જય.” એની ભ્રુકૂટિ ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાનાં બિન્દુ જામ્યાં. પરણતી કન્યાની નમેલી અાંખેામાં અાંસુ છલછલ થાય છે. એનું અંગ થર થર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાંસી એક નજર નાખવા જાય ત્યાં તો દૂત બૂમ પાડી ઊઠયો કે “રાજપૂત સાવધાન ! હવે સમય નથી.” એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કમ્પી ઊઠયો, દીવાની જયોતો જાણે થંભી ગઈ.

“અશ્વ લાવો, રે કોઈ દોડો ! અશ્વ લાવો.” રાજાએ સાદ કર્યો. ચાર નેત્રો મળી ન શકયાં. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી અાંસુ ઊઠયાં તે આંખોને ખૂણે આવીને જ પાછાં વળી ગયાં. હણહણતો અશ્વ આવી પહોંચ્યો. એનો એ લગ્નમુગટ, એની ​એ ગુલાલભરી અંગરખી, હાથમાં એનો એ મંગળમીંઢોળ : ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો. કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી. મંડપના દીવા મણિમાળામાં પોતાનાં મોં નિહાળતા રહ્યા, પુરોહિતનો મંત્રોચ્ચાર અરધે આવીને ભાંગી ગયો અને શરણાઇના સૂરો શરણાઇના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે કયારે પૂરી થવાની હશે ?

કન્યાને અંત:પુરમાં લાવીને માએ રડતાં રડતાં કહ્યું : 'અભાગણી દીકરી ! પાનેતર ઉતારી નાખ. મીંઢોળ છોડી નાખ. ગયેલો ઘોડેસ્વાર હવે કયાંથી પાછો આવે ?'

કુમારી કહે : 'પાનેતર ઉતારવાનું કહેશો નહિ માડી ! ને બાંધ્યા મીંઢોળ હવે છૂટવાના નથી. આ વેશે જ હું હમણાં મેડતાપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહિ, મા ! રજપૂત પાછા આવ્યા વિના રહેશે નહિ, અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું.'

પુરોહિતે આવીને આશિર્વાદ દીધો. દુર્વાનાં પવિત્ર તરણાં સાથે બંધાવ્યાં. નગરની નારીઓનાં મંગળ ગીત સાંભળતી સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહે- રીને દાસદાસીઓ નીકળ્યાં.

માતા બચ્ચી ભરીને કહે છે કે : 'બેટા ! આવજે હો !'

એની આંખમાં આંસુ સમાયાં નહિ.

બાપુ માથે હાથ મેલીને બોલ્યા : 'દીકરી ! આવજે હો !' એણે મોં ફેરવી લીધું. ​છાનીમાની એણે આંખો લૂછી. ઘૂઘરીઆળી વેલ્ય, ધૂળના ગોટા ઉડાડતી પાદર વળોટી ગઈ, નદીને પેલે પાર ઊતરી ગઈ, સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ. માબાપ જોઈ રહ્યાં. ઓ જાય ! ઓ દેખાય ! ઓ આકાશમાં મળી જાય ! ઓ શર- ણાઈનો સૂર સંભળાય !

અધરાત થઈ, અને મેડતાપુરના દરવાજા પાસે મશાલોનો પ્રકાશ ઝળહળી ઊઠ્યો. શરણાઈઓના ગહેકાટ સાથે રાજ- કુમારી આવી પહોંચી.

નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે. સહુનાં અંગ ઉપર સફેદ વસ્ત્રો છે.

પ્રજાજનો બૂમ પાડી ઊઠયા : 'શરણાઈ બંધ કરો.'

શરણાઈ બંધ પડી. દાસદાસીએાએ પૂછયું : 'શી હકીકત છે ?'

નગરજનો બોલી ઊઠયાઃ 'મેડતાના રાજા આજે યુદ્ધમાં મરાયા. આંહીં એની ચિતા ખડકાય છે એને અગ્નિદાહ દેવાશે.'

કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુંનું એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપકયું નહિ. વેલડીને પડદો ખોલીને કુમારીએ હાકલ મારી : 'ખબરદાર ! શરણાઈ બંધ કરશો મા ! આજે અધૂરાં લગ્નો પૂરાં કરશું, છેડાછેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચી બાંધશું, આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ, ક્ષત્રિઓની મહાન મેદિની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું.' ​'બજાવો શરણાઈ, મીઠા મીઠા સૂરની બધી યે રાગણીઓ બજાવી લો.'

ચંદનની ચિતા ઉપર મેડતારાજનું મૂર્દું સૂતું છે. માથા પર એનો એ લગ્નમુગટ : ગળામાં એની એ વરમાળા : કાંડા ઉપર એનો એ મીંઢોળ : વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ઝલકી રહ્યું છે. મૃત્યુએ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝૂંટી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોતો મલકી રહ્યો છે ?

વેલ્યમાંથી રાજકુમારી નીચે ઊતર્યાં, છેડાછેડી બાંધીને વર- રાજાના ઓશીકા આગળ બેઠાં, સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો.

નગરની નારીઓનાં વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે, પુરોહિત 'ધન્ય ધન્ય' પુકારે છે, ચારણો વીરાંગનાને જય- જયકાર બોલાવે છે, અને ભડભડાટ કરતી ચિતા સળગી ઊઠે છે.

જય હો એ ક્ષત્રિ જુગલનો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...