મુખ્ય સામગ્રી પર જાઓ

૭ શો કળજગ છે ના

આજે ઠંડી હોવાથી છોકરાં જરા મોડાં બહાર નીકળ્યાં. ઈન્દુ ખીસામાંથી દાળીઆ ખાતો હતો અને નાનાભાઈ બિન્દુની રકાબીમાં પૂરી હતી તે પડી ન જાય તેટલા માટે વચમાં વચમાં તેને ઝાલવામાં મદદ કરતો હતો. બાબુ ભાખરી વચ્ચે થીનું ઘી રાખીને કોરેથી ફરતાં બટકાં ભરી કાંગરી રચતો હતો. તારા પાસે બોર હતાં. તેણે બાબુને એક ખેાર બતાવીને કહ્યું: “ જો, કેવું મોટું બોર છે ! તારા પાસે છે કાંઇ ? ” બાબુ કહેઃ “ પણ મારી પાસે તો ભાખરી છે. તારા બોરથી યે મોટી !" પદ્મા બે હાથ પહોળા કરી વચમાં બોલી ઊઠી: “કોઈની પાસે આવડી મોટી ભાખરી હોય્ ?" વીનુ આવીને કહેઃ “કોઇની પાસે મોટી આકાશ જેવડી ભાખરી હોય ? ” ઇન્દુ આકાશ તરફ આંગળી કરી કહેઃ “ આકાશમાં તો જો ચાંદો ય ! ” બાબુ કહેઃ "આકાશ જેવડી ભાખરી ને ચાંદા જેવડું ઘી !" બધાંને આ વાત બહુ ગમી ગઈ તેથી બધાં "આકાશ જેવડી ભાખરી ને ચાંદા જેવડું ઘી" કહીને કૂદવા લાગ્યાં. બાબુએ ભાખરીનું છેલ્લું બટકું જરા મોટું હતું છતાં બધા ઘી સાથે મોંમાં મૂકી દીધું. બિન્દુની રકાબીઓમાંથી પૂરીઓ પડી ​ગઈ. પદ્મા પણ ખાવાનું ભૂલી ગઈ અને નાચવા લાગી. કીકો શાંત ઊભો ઊભો તમાસો જોતો હતો અને ખીસામાંથી કાજુ ખાતો હતો. એટલામાં કંપાઉન્ડની દિવાલ આગળ કાંઇ ધબાકો થયો અને એક કુરકુરિયું ઊં ઊં કરવા લાગ્યું.વીનુ "મારા મોતીઆને વાગ્યું ” કહેતો દોડ્યો; એટલે તેની પાછળ ઇન્દુ "મારી ફૅની, મારી ફૅની " કરતો દોડ્યો. બીજાં છોકરાં પોતપોતાની ગતિ પ્રમાણે તે તરફ જવા લાગ્યાં. ત્યાં જઈ ને જુએ તો એક પોટકું પડેલું. વીનુના મોંમાંથી “ અરે ! આ તો જામફળ ! ” એવો ઉદગાર નીકળી ગયો. ઇન્દુ તેના તરફ બે હાથ લાંબા કરી જાણે આ પોટકાને હજી સમજી જ ન શક્યો હોય તેમ આશ્ચર્યચક્રિત થઇ ઊભો રહ્યો. કીક્ આ સાંભળી દોડી આવ્યો અને સૌથી પહેલા પોટકાના કાણામાં હાથ ધાલી જામફળ કાઢી ખાવા લાગ્યો. ત્યારે જ જાણે બધાંને ખાવાના વિચાર આવ્યો હોય તેમ બધાં છોકરાં 'જામફળ જામફળ’ બોલતાં ભેગાં થઈ ગયાં, અને એક પછી એક જામફળ લઇ ખાવા લાગ્યાં. તારાએ એક જામફળને બચકું ભરી પદ્માને બતાવ્યું: "જો, મારે રાતું નીકળ્યું !" બિન્દુ આવી પહોંચ્યો હતો તે કહેઃ “ મને.” બીજી તરફ બાબુએ બીજા જામફળને બટકું ભર્યું અને કહ્યું: “ તો મારે ધોળું નીકળ્યું ! ” અને બિન્દુ કહે: “ મને. ” નટુ હીરા મનુ સર્વે આમાં ભળ્યાં. સર્વને ખાતાં જોઇ બિન્દુ રડવા લાગો, એટલે ઈન્દુ તેને "નહિ હો ભાઇ, જોજે હમણાં તને સરસ ખોળી દઉં હોં !" કહી સાંત્વન આપી જામફળ ખોળવા લાગ્યો. પણ તેને એકેય પસંદ પડતું નહોતું. પોતાના હાથમાં જ રાખી બીજાને "જોઇએ, તારું કેવું લાગે ​છે" એમ પૂછી પૂછીને બીજાનાં જામફળો ચાખવા ને ખાવા લાગ્યો. તારાએ તેને બહુ જ ડાહ્યું મોં કરી કહ્યું: “ અરે એ તો વાણિયો છે, એવું એઠું ખવાય કે ?" કીકાઍ બહુ ચતુરાઈથી જવાબ આપ્યો: “ પણ હું ખાધેલા ભણીથી નથી ખાતો." હજી ઇન્દુની પસંદગી પૂરી થઈ રહી નહોતી, તેને બીજાનાં લીધેલાં જામફળો સારાં લાગતાં હતાં અને પોટકામાંથી એકેય પસંદ પડતું નહોતું. બિન્દુ પોતાની મેળે જામફળ લઈ શરૂ કરી શકે તેમ હતું પણ તેને પોતાની મેળે લેવાનું સૂઝતું નહોતું, ભાઇના વચન પર જ તે આધાર રાખી રહ્યો હતો અને હજી નહિ મળવાથી ધીરજ ખોઈ હવે રડવા માંડ્ચેા હતો. બીજા કોઇ છોકરાંને તે બે ભાઇઓને કંઈ આપવાનો વિચાર આવતો નહોતો. હવે કીકાએ નવો પ્રયોગ શરૂ કર્યો. તેણે ખાવા ઉપરાંત જામફળ ખીસામાં ભરવા માંડ્યાં. તેનું જોઇને બાબુએ એક મોટું જામફળ પસંદ કરી લીધું અને ખીસું ફાટતું હતું છતાં તેમાં જોર કરી નાખવા લાગ્યો. પદ્મા પાસે ખીસું નહોતું એટલે તેણે ઘાધરીની ઝોળી કરી તેમાં ભરવા માંડ્યાં. હવે બધાં એ જ પ્રમાણે કરવા માંડ્યાં અને તેથી એવી સ્પર્ધા ચાલી કે દરેકને એમ લાગ્યું કે 'મારાં જામફળો બીજો લઈ જાય છે.' સર્વ તેથી ખાવાનું છોડી એકબીજાનાં ઝુંટાવવા લાગ્યાં અને બૂમાબૂમ થઈ ગઇ. કેટલાંક ખરેખર આંસુ પાડતાં હતાં અને કેટલાંક માત્ર બૂમેા પાડતાં હતાં. પાસેના ઘરમાં ઠાકોર બેઠો બેઠો કૉપીબૂક લખતો હતો તે આ સાંભળી "શું છે ! શું છે !" કરતો બહાર આવ્યો. હીરાના હાથમાં જામફળ જોઇ "જામફળ ખવાય કે? તાવ આવે." કહી તેના હાથમાંથી ફેંકી દેવરાવવા તે ​આગળ ગયો અને જામફળનું પોટકું જોઇ તેણે પૂછ્યું: “ આ પોટલું ક્યાંથી ?" પદ્માએ કહ્યું: “ આકાશમાંથી પડ્યું !” ઠાકોરે આ હકીકત તો માની નહિ પણ આસપાસ જોઈ “ અરે આમ જામફળ ખવાય ? તાવ આવે," કહી ડોળા કાઢી સૌને હાથ ઝાલી ધધડાવી બધાનાં જામફળ પાડી નાખ્યાં. પછી બધાને શિખામણ દેતો હોય તેમ બોલ્યોઃ “ જો મીઠા વિના જામફળ ખાઇએ તો તાવ આવે. તો જાઓ એક જણ મારા ટેબલમાંથી છરી લઈ આવો ને બીજો કોક ઘેરથી મીઠું લઇ આવો.” કીકો દોડીને છરી લઇ આવ્યો અને ઠાકોર સાથે ભાઇબંધી કરી તેની પાસે બેસી જામફળનાં ચીરિયાં ખાવા લા. ઇન્દુ મીઠું લેવા ગયો હતો તેની ખાસ કોઇએ રાહ તો જોઇ જ નહોતી, પણ્ તે મીઠું લાવ્યો એટલે ઠાકારે “ હાં, ઠીક કર્યું. ડાહ્યો છોકરો." એમ કહી એક પાંદડામાં મીઠું મૂક્યું અને સપાટાબંધ છરી અને મોં ચલાવવા લાગ્યો. જામફળ ઘણાં હતાં પણ તે હવે આખા પોટકાનો ધણી થઈ બેઠો હતો અને કોઇને મીઠાં અને ચીરિયાં કર્યાં વિના ખાવા દેતો નતોતા. તેનું મોઢું ભરેલું હોય તે દરમિયાન જ તેના હાથ બીજા માટે કામ કરતા હતા તે સિવાય બીજાને ખાવાની તક રહી નહોતી. ઈન્દુ બિન્દુ હજી પ્રેક્ષકો જ રહ્યા હતા અને ‘મને’ ‘મને'ના વ્યર્થ ઉચ્ચારો વચ્ચે વચ્ચે કરતા હતા, પણ ટોળામાં કોઇ રોતું નહોતું, કોઈ લડતું નહોતું.

⁠પોટકું પડ્યાને હવે થોડો વખત થયો હશે. કંપાઉન્ડના દૂરના દરવાજે થઇને આ તરફ એક ગામડિયા આવ્યો અને પોટલું માગવા લાગ્યો. ઠાકોરે સૌથી પહેલી ચાલતી પકડી અને ઘરમાં જઈ પાછું પહેલાં પેઠે કૉપીબૂક લખવાનું શરૂ કર્યું. ​બી઼જાં છોકરાંને હવે જ જામફળ ખાવાનો લાગ મળ્યેા માટે બધાં પાછાં પોટકાં આસપાસ વિંટાયાં અને જામફળ વીણવા લાગ્યાં. પેલો માણસ નજીક આવી પોટકું લેવા જતો હતો એટલે કીકાએ બૂમ પાડી: “ જતો રહે, નહિ તો મારી બાને કહી દઈશ. ” એટલે તારા પદ્મા નટુ મનુ સર્વે બા અને બાપાને સંબોધી લગભગ રોવા જેવી બૂમો પાડવા લાગ્યાં. અવાજ સાંભળી લક્ષ્મીપ્રસાદ બહાર આવ્યા ને પૂછ્યું: “ શું છે ? ” પેલા ગામડિયાએ કહ્યું: “ ભાઇ, જામફળનું પોટકું વેચવા લઇ જતો હતો, વચમાં થાક્યો તે વંડીએ પોટકું ટેકાવ્યું તે આ બાજુ પડી ગયું."

⁠લક્ષ્મીપ્રસાદઃ "તમારું પોટકું તમને લેવા નથી દેતાં ! છોકરાંય તે ! ”

⁠પેલાએ કહ્યું: “શો કળજગ છે ના ! ”

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...