મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

કુંડાળું

લેખક: નટવર મહેતા નવસારી ગણદેવી રોડ પર આવેલ નવાગામના પાદરે ડૉક્ટર અવિનાશ અને ડૉ અવનિનું ‘મમતા ફર્ટિલિટિ સેન્ટર’ રોજની જેમ આજેય પ્રવૃત્તિથી ધમધમતુ હતું. ડૉક્ટર અવિનાશ અને અવનિ સાથે જ ભણતા અને તબિબીશાસ્ત્રનું ભણતા ભણતા બન્નેએ પ્રેમશાસ્ત્રના પાઠો ય પાકા કરી લીધા હતા. અવિનાશ સ્ત્રીરોગના નિષ્ણાત-ગાયનેકોલોજીસ્ટ તો અવનિ હતી રેડિઓલોજીસ્ટ. થોડા સમય નવસારીની વિવિધ હોસ્પિટલમાં બન્નેએ સેવાઓ આપી. ત્યારબાદ પોતાનું જ ફર્ટિલિટિ સેન્ટર સ્થાપવાનું વિચાર્યું. અવનિએ શહેરથી બહાર કુદરતી વાતાવરણમાં સાવ જ અનોખા  પ્રકારના કેન્દ્રની દરખાસ્ત મુકી ત્યારે અવિનાશને  થોડી શંકા થયેલ કે પેશન્ટ ત્યાં આવશે કે કેમ? પણ એને અવનિમાં વિશ્વાસ હતો. નવસારી ગણદેવી રોડ પર, નવસારીથી લગભગ પંદરેક કિલોમિટરે દશ એકરની વિશાળ જગ્યા પર આજે એમનું ‘મમતા ફર્ટિલિટિ સેન્ટર’ દેશનું અગત્યનું સ્ત્રીરોગ નિવારણનું અને સંતાન વિહોણા સ્ત્રી-પુરૂષો માટેનું આશિર્વાદ આપનારું એક યાત્રાધામ બની ચુક્યું હતું. અત્યાધુનિક સારવાર માટે સર્વે પધ્ધતિ અને સાધનોથી સજ્જ એવા આ સેન્ટરની કેટલીય ખાસિયતો હતી. ડૉ. અવિનાશના માર્ગદર્શન હેઠળ ઈન્વિટ્રો, ટેસ્ટટ્યુબ બેબી...

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...