"એક હતો ખેડૂત. તે ગામડામાં રહેતો હતો.
એક વાર કઈ કામે તે શહેરમાં ગયો.
શહેરમાં ફરીફરીને એ ખુબ થાક્યો. અને ભૂખ્યો થયો. તેથી એ એક વીશીમાં ગયો. ત્યાં તેણે એક મરઘીનો નાસ્તો કર્યો.
ભૂખના દુખે ખાધું તો ખરું, પણ વિશીવાળાને આપવાના પૈસા એની પાસે નહોતા. તેથી તે મૂંઝાયો.
તેણે વિશીવાળાને કહ્યું : 'અત્યારે મારી પાસે પૈસા નથી, પણ હું ખેડૂત છું. તમારી પાઈએ પાઈ ચૂકતે કરીશ. મને જવા દો !'
વિશીવાળાએ કહ્યું : 'કઈ વાંધો નહિ ! પૈસા હું બાકી રાખીશ. તારી સગવડે આપી જજે !' ખેડૂત રાજી થઇ વિશીવાળાનો લાખ લાખ આભાર માનતો ઘેર ગયો.
આ વાતને કેટલોક સમય વીતી ગયો.
પછી એક દિવસ ખેડૂત વિશીવાળાને નાસ્તાના પૈસા આપવા શહેરમાં આવ્યો.
વિશીવાળાએ : 'રહો, હું હિસાબ ગણીને કહું !' આમ કહી વિશીવાળો કઈ ગણવા બેસી ગયો. ખેડૂત વિચારમાં પડી ગયો કે એક મરઘીના પૈસા લેવાના, એમાં આટલો હિસાબ શો ગણવાનો ? કદાચ વ્યાજ ગણતા હશે, તો હું વ્યાજ આપીશ.
કેટલી વારે વિશીવાળો હિસાબ ગણી રહ્યો. પછી તેણે કહ્યું : 'લાવો, એક સો ચૌદ રૂપિયા પચાસ પૈસા પુરા !'
ખેડૂત આભો બની ગયો. તેણે કહ્યું : 'હેં, આટલા બધા પૈસા શાના ?'
વિશીવાળાએ કહ્યું : 'શાના તે પહેલે દિવસે તમે એક ટંક નાસ્તામાં મારી મરઘી જામી ગયેલા તેના !'
'એક ટંક નાસ્તાના ? એક મરઘીના ? એક મરઘીના બહુ તો રૂપિયો સવા રૂપિયો થાય. વ્યાજ ગણોતો થોડું વધારે થાય. પણ તમે તો એક સો ચૌદ રૂપિયા પચાસ પૈસા માંગો છો !'
વિશીવાળાએ કહ્યું : માંગુ છું, કારણ કે હિસાબે તમારે એટલા આપવાના થાય છે.'
ખેડૂતે કહ્યું : 'આ તમારો હિસાબ કઈ સમાજમાં આવતો નથી.'
વિશીવાળાએ કહ્યું : 'હિસાબ સીધો ને સટ છે. મારી એ મરઘી તમે ખાઈ ગયા ન હોત તો અત્યાર સુધીમાં એણે કઈ સેકડો ઈંડા મુક્યા હોત ! અને એમાંથી સેંકડો મરઘીઓ થઇ હોત. તમે મરઘી ખાઈ ગયા એટલે એ સેંકડો ઈંડાનું અને સેંકડો મરઘીઓનું મને નુકશાન થયું ! કમમાં કમ ગણતરીએ એનો હિસાબ કરતા એના એક સો ચૌદ રૂપિયા પચાસ પૈસા થાય છે. અને એટલીજ રકમ હું તમારી પાસેથી માગું છું - નથી વ્યાજ ગણાતો, નથી વટાવ ગણતો માત્ર મુદ્દલે મુદ્દલ માંગુ છું.'
ખેડૂતે કહ્યું : 'હું કાજી પાસે આનો ન્યાય માંગવા જાઉં છું.'
વિશીવાળાએ કહ્યું : 'કાજી પાસે શું કરવા, સીધો ખુદાની જ પાસે જાને !'
ખેડૂતે કાજીને ફરિયાદ કરી, એટલે કાજીએ વીશીવાળાને બોલાવ્યો. વીશીવાળાએ કાજીને પોતાનો હિસાબ બતાવ્યો. કાજીએ હિસાબ જોઈ હુકમ કર્યો : 'હિસાબ બરાબર છે. ખેડૂતે વિશીવાળાને એકસો ચૌદ રૂપિયા પચાસ પૈસા ભરી દેવા !'
ખેડૂત ગભરાઈ ગયો. તેણે કહ્યું : 'બાપજી હું માર્યો જઈશ. મને અન્યાય થાય છે !'
કાજીએ કહ્યું : 'તો ખુલ્લી અદાલતમાં ન્યાય માંગ ! હું ગામના પંચો રૂબરૂ ન્યાય કરીશ. પણ જો એમાં તું હારી ગયો તો તને સજા થશે. જેટલા રૂપિયા વિશીવાળાને, એટલા બીજા તારે રાજ્યને ભરવા પડશે !'"
" ગરીબ ખેડૂતમાં એટલી હિંમત નહોતી. એટલે વિચાર કરવાનો વખત માંગી એ રોતો રોતો ઘેર જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં એને મુલ્લાં નસરુદ્દીન મળ્યા. ગધેડા પર બેસીને એ આવતા હતા, પણ ખેડૂત એમને ઓળખાતો નહોતો.
પણ ખેડૂતનું મન શોક માં ડૂબી ગયું હતું. તેથી તેણે તેમની સલામ ઝીલી નહિ.
એ જોઈ મુલ્લાંને થયું કે નક્કી, આના મન માં કઈ દુખ છે. એમણે એની પાસે જી કહ્યું : 'દોસ્ત, તમારા માથે એવું તે શું દુખ આવી પડ્યું છે કે તમે એક ઈન્સાનની સલામ પણ ઝીલી શકતા નથી ?'
ખેડૂતે કહ્યું : 'જ્યાં ન્યાય જેવી ચીજ નથી ત્યાં સલામ શું ને ઇન્સાન શું ?'
'કેમ, દોસ્ત, આવું કહેવું પડે છે ?' મુલ્લાંએ પૂછ્યું. જવાબમાં ખેડૂતે બનેલી બધી વાત કરી.
એ સાંભળી મુલ્લાંએ કહ્યું : 'ઓહ, આમ વાત છે ? તો દોસ્ત, તમે જાઓ પાછા અને કાજીને કહો કે ખુલ્લી અદાલતમાં પંચો રૂબરૂ તમારો ન્યાય કરે ! તમારા વકીલ તરીકે મારું નામ દેજો !'
ખેડૂતે કહ્યું : 'આપને તો હું ઓળખતો નથી, શું નામ આપનું ?'
મુલ્લાંએ કહ્યું : 'આ ગુલામને સૌ મુલ્લાં નસરુદ્દીન કહે છે.'
હવે ખેડૂત પાછો ફર્યો. તેણે કાજીને કહ્યું : 'ખુલ્લી અદાલતમાં પંચો રૂબરૂ મારો ન્યાય કરો ! મારા વકીલ તરીકે મુલ્લાં નસરુદ્દીન આવશે.'
એ દેશનો એવો રીવાજ હતો. કોઈ પણ પક્ષને ખુલ્લી અદાલતમાં પાછો રૂબરૂ ન્યાય માંગવાનો અધિકાર હતો.
પંચો રૂબરૂ ખુલ્લી અદાલત બેથી. કાજી સાહેબ વચમાં બેઠા. લોકોના ટોળા જોવા ભેગા થયા. વીશીવાળાએ પોતાનો હિસાબ રજુ કર્યો. પછી ખેડૂતનો વારો આવ્યો. તેણે કહ્યું કે મારી વતી
મુલ્લાં નસરુદ્દીન વાત કરશે. પણ મુલ્લાનો હજી પત્તો નહોતો !
મોડા મોડા પણ મુલ્લાં આવ્યા. કાજીએ તેમને દબડાવતા કહ્યું : 'કેમ આટલું મોડું કર્યું ?'
મુલ્લાંએ કહ્યું : 'બહુ જરૂરના કામે રોકાઈ ગયો હતો, સરકાર ! કાલે મારા ખેતરમાં ઘઉં ની વાવણી કરવાની છે, તેથી જરા બી શેકવા રહ્યો હતો. બીના ત્રણ કોથળા હતા, તેથી વાર લાગે ને !'
આ સાંભળી કાજીને હસવું આવ્યું. તે બોલ્યા : 'અરે મુલ્લાં, અમે તો સમજતા હતા કે તમે કઈ અક્કલવાળી વાત કરશો, પણ તમે તો સાવ અક્કલ વગરની વાત કરો છો ! વાવણી કરવાનું બી
કદી શેકાતું હશે ? શેકેલું બી કદી ઉગે ખરું ?'
મુલ્લાંએ કહ્યું : હૈ, ન ઉગે ? તો કાજી સાહેબ, આ વીશીવાળાની મરી ગયેલી મરઘી ઈંડા મુકે છે, એ ઈંડામાંથી મરઘીઓ થાય છે અને એ મરઘીઓ પાછી ઈંડા મુકે છે એ કેવી રીતે ?'
આખી સભા આ સાંભળી વિચારમાં પડી ગઈ.
કાજીએ કહ્યું : 'કઈ સમજાય એમ બોલો !'
હવે મુલ્લાંએ ફોડ પડી કહ્યું : 'વિશીવાળો જે મરઘીની ચાર પેઢીના પૈસા માંગે છે તે મરઘી તો ખેડૂત એને ત્યાં જમવા ગયો તે પહેલાની મરી ચુકી હતી. એ મરેલી મરઘીનો વંશવેલો કેવો
અને વિશીવાળાનો એ હિસાબ કેવો ? વિશીવાળો કેવળ બદમાશી કરી ભોળા ખેડૂતને ઠગવા માંગે છે, માટે એને સખ્ત સજા થવી જોઈએ.'
પંચો આ સાંભળી ખુશખુશ થઇ ગયા. તેમણે ખેડૂતને છોડી મુક્યો ને વિશીવાળાને સખ્ત સજા કરી."
મારવાની ઘડીઓ ગણાતી હતી. બીબી કાળા કપડા પહેરી મુલ્લાંની પથારી પાસે રડતી બેથી હતી.
એવામાં મુલ્લાંએ કહ્યું : 'ઉઠ, સારા કપડા પહેર, શણગાર કર અને હસતી હસતી આવ !'
બીબીએ કહ્યું : 'તમારી આવી હાલતમાં મને એ શોભે નહિ !'
મુલ્લાંએ કહ્યું : 'અરે, એટલે તો તને હું આ કહું છું. જોને, મોતના પગલા સંભળાય છે. ગમે તે ઘડીએ મોત આવીને ઉભું રહેશે. તે વખતે તું બનીઠનીને અહી ઉભી હોય તો અવુય બને કે મોત તને ઉપાડી જાય અને મને છોડી દે !'
આ સાંભળી બીબી હસી પડી.
તે જ ક્ષણે મુલ્લાંએ પ્રાણ તજી દીધા !"
એ જોઈ કોઈકે તેમને પૂછ્યું : 'મુલ્લાં, આ શું કરો છો ?'
મુલ્લાંએ કહ્યું : 'વાઘવરુ ઘરમાં ઘુસી આવે નહિ, એટલા માટે પાળ મંતરું છું.'
પેલાએ કહ્યું : 'પણ અહી વાઘવરુ છે ક્યાં ?'
મુલ્લાંએ કહ્યું : 'એ જ તો મારા મંતરનો પ્રતાપ છે ! અહી વાઘવરુ નથી એ પરથી સાબિત થાય છે કે મારો મંતર સફળ છે ! વાઘવરુની દેન નથી કે મારી મંતરેલી પાળ ઠેકીને અહી આવે !'"
તેમણે મુલ્લાંની પાસે આવી કહ્યું : 'પેલા ઝાડ પર પંખીનો માળો છે તે અમને ઉતારી આપો ! અમારાથી ઉપર ચડાતું નથી !'
બાળકોનું કામ સમજી મુલ્લાંએ હા પાડી. તેમણે ઝાડ પર ચડવા માટે જોડા ઉતર્યા. એટલામાં તેમને વિચાર આવ્યો કે છોકરાએ મનમાં કઈ તોફાન કરવા ધાર્યું હશે તો ? છોકરાનું ભલું પુંછવું !
એટલે તેમણે જોડા ઉઠાવી પોતાની કમરે બાંધી લીધા.
છોકરાઓએ કહ્યું : ચાચા, આ શું કરો છો ? શું અમે તમારા જોડા નહિ સાચવીએ ?'
મુલ્લાંએ કહ્યું : 'સાચવશો એ વિષે મને કઈ શંકા નથી; પણ ક્યાં રાખીને સાચવશો એ વિષે હું નિશ્ચિત થઇ શકતો નથી ! કદાચ મને સાવ અજાણી એવી જ કોઈ જગાએ તમે મારા જોડા સાચવવા લઇ જવાના હો તો ?'
મુલ્લાંની શંકા ખરી હતી. મુલ્લાં ઝાડ પર ચઢે એટલે એમના જોડા ક્યાંક સંતાડી દેવા, અને પછી ગમત કરાવી એવી છોકરાઓની યોજના હતી. તેથી જરા ભોઠાં પાડી જી તેમણે કહ્યું : 'પણ ચાચા, જોડાનું ઝાડ પર શું કામ છે ?'
મુલ્લાંએ કહ્યું : 'તો ઝાડ નીચેયે શું કામ ? પણ ખરી વાત એ છે કે હું બહુ કામધો માણસ છું. તમારું કામ પૂરું થયું કે તરત મારે ઘેર જવું પડે - ઝાડ પરથી નીચે ઉતરીને જોડા પહેરવા જેટલો મને વખત ક્યાં છે ? જોડા પહેરવાનો વખત નથી, તો જોડા શોધવાનો તો હોય જ ક્યાંથી ? સમજ પાડી ને હવે ?'
છોકરાઓએ કહ્યું : 'તો ચાચા, તમે નીચે ઉતર્યા વગર ઘેર કેવી રીતે જવાના ?
મુલ્લાંએ કહ્યું : 'કેમ ઝાડે ઝાડે ઠેકતો ચાલ્યો જઈશ ! જોડા મારા પગમાં હશે ને ? સમજ પાડી હવે ?'
છોકરાઓ ચુપ થઇ ગયા."
તરતજ કેટલાક માણસોએ એમના હાથમાં તીરકામઠું પકડાવી દીધુને કહ્યું : 'તાકો પેલું નિશાન !'
મુલ્લાંએ પણછ ખેંચી તીર છોડ્યું. તીર નિશાનથી દુર જી પડ્યું. બધા હાસ્ય કરે : 'મુલ્લાં, આ તમારી તીરંદાજી ને ?'
મુલ્લાંએ ફટ જવાબ દીધો : 'ના, આ તો કાજીઓની તીરંદાજી હતી. કાજીઓ કેવી તીરંદાજી કરે છે તે મેં તમને દેખાડ્યું .'
હવે લોકોએ મુલ્લાને કહ્યું : 'તો બીજું તીર છોડો !'
મુલ્લાંએ બીજું તીર છોડ્યું. તે નિશાન સુધી પહોચ્યુ જ નહિ. લોકો ફરી હસ્યા. કહે : 'મુલ્લાં, આજ તમારી તીરંદાજી ને ?'
મુલ્લાંએ કહ્યું : 'ના, આ તો કોટવાલ લોકોની તીરંદાજી હતી. કોટવાલ કેવી તીરંદાજી કરે છે તે મેં તમને દેખાડ્યું !'
લોકોએ કહ્યું : 'તો ત્રીજું તીર છોડો !'
મુલ્લાંએ ત્રીજું તીર છોડ્યું. અકસ્માતે એ તીર નિશાનને ચોટ્યું.
લોકો કહે : 'મુલ્લાં, કોની તીરંદાજી હતી ?'
મુલ્લાં કહે : એ આ બંદા નસરુદ્દીનની તીરંદાજી હતી !' "
બીબીને એ ચાખી જોવાનું મન થયું. ચાખવા જતા બીબીને પુલાવ એવો ભાવ્યો કે બધોય પુલાવ એ એકલી ખાઈ ગઈ.
મુલ્લાં જમવા આવ્યો ત્યારે પુલાવ બુલાવ કઈ મળે નહિ. મુલ્લાં કહે : 'પુલાવ ક્યાં ગયો ?'
બીબી કહે : 'આપણી બિલાડી ખાઈ ગઈ ! મુઈ ત્રણ શેરે ત્રણ શેર ખાઈ ગઈ ! જુઓ આ તાવડી ! છે ને સફાચટ ?'
મુલ્લાંએ તરત બિલાડીને પકડીને ત્રાજવે તોળી - બરાબર ત્રણ શેર થઇ !
મુલ્લાં કહે : 'હેં ! આ બિલાડી છે કે પુલાવ ? જો આ બિલાડી હોય તો પુલાવ ક્યાં ગયો ? અને જો આ પુલાવ હોય તો બિલાડી ક્યાં ગઈ ?'
બીબી હવે શું બોલે ? "
નોકરે ઘડો હાથમાં લીધો, ત્યાં ફરી મુલ્લાંએ કહ્યું : 'ખબરદાર, ઘડો ફોડ્યો છે તો !'
બોલતા બોલતા તેમણે નોકરને એક તમાચો છોડી દીધો.
એક માણસે એ જોઈ કહ્યું : 'મુલ્લા, ઘડો ફૂટ્યો નથી એ પહેલા તમે એને કેમ માર્યો ! ગુનો કરે એ પહેલા સજા ?'
મુલ્લાંએ કહ્યું : 'ઘડો ફૂટે નહિ એટલા માટે !'
પેલા માણસે કહ્યું : 'એટલે ગુનો થતા પહેલા એની સજા ?'
મુલ્લાંએ કહ્યું : 'શું થાય ? ઘડો ફૂટ્યા પછી હું એને ગમે તેટલો મારું તેથી મારો ઘડો કઈ આખો થવાનો હતો ? પણ અત્યારે સજા કરી છે એટલે હવે ઘડો નહિ ફૂટવાનો !'"
બાદશાહ શિકારે જવા નીકળ્યો હતો અને એની સાથે એના બેચાર માણસો હતા.
વીશીમાં નાસ્તોપાણી કાર્ય પછી બાદશાહે તેનું બીલ પૂછ્યું તો મુલ્લાંએ કહ્યું : 'એક હાજર સોનૈયા !'
નવાઈ પામી બાદશાહે કહ્યું : 'ચાર માણસોના નાસ્તાપાણીના એક હાજર સોનૈયા ? આ તરફ છાશ રોટલો બહુ દુર્લભ છે શું ?'
મુલ્લાંએ કહ્યું : 'જી, છાશરોટલો દુર્લભ નથી, પણ બાદશાહની પધરામણી દુર્લભ છે !'"
જલાલુદ્દીને પૂછ્યું : 'મુલ્લાં, ક્યાં જાઓ છો ?'
મુલ્લાએ કહ્યું : 'બે ત્રણ જગાએ શાદીની મુબારકબાદી આપવાની છે. દોસ્ત, તું પણ ચાલને સાથે !
જલાલુદ્દીને કહ્યું : 'આવું, પણ દોસ્ત, પ્રસંગને શોભે એવો અત્યારે મારો પોશાક નથી.'
મુલ્લાએ કહ્યું : 'પોશાક હું આપું.'
આમ કહી તેમણે પોતાનું એક પહેરણ તેને પહેરવા આપ્યું. પછી જલાલુદ્દીનને લઈને તેઓ એક સજ્જન ની ઘેર ગયા. ત્યાં જલાલુદ્દીનની ઓળખાણ આપતા તેમને કહ્યું : 'આ છે જલાલુદ્દીન સાહેબ ! તેઓ મારા ખાસ દોસ્ત છે. એમણે પહેર્યું છે એ પહેરણ પણ મારું ખાસ છે.'
જલાલુદ્દીનને આ ગમ્યું નહિ.
તેણે મુલ્લાંને ખાનગીમાં કહ્યું : 'પહેરણ વિષે આવું કહેવાતું હશે ?'
મુલ્લાએ કહ્યું : 'ભલે, હવે એવું નહિ કહું !'
હવે મુલ્લાં બીજી વ્યક્તિને મળવા ગયા. ત્યાં જલાલુદ્દીનની ઓળખાણ આપતા તેમને કહ્યું : 'આ છે જલાલુદ્દીન સાહેબ ! - મારા ખાસ દોસ્ત ! તેમણે પહેરેલું પહેરણ - ના, એ મારું નથી !'
વળી જલાલુદ્દીને મુલ્લાંને ખાનગીમાં ઠપકો આપ્યો કે આવું કહેવાતું હશે ?
મુલ્લાએ કહ્યું : 'ભલે, હવે એવું નહિ કહું !'
તે પછી મુલ્લાં ત્રીજા સજ્જનને ઘરે ગયા.
ત્યાં જલાલુદ્દીનની ઓળખાણ આપતા તેમને કહ્યું : 'આ છે જલાલુદ્દીન સાહેબ ! મારા ખાસ દોસ્ત ! તેમણે પહેરેલું પહેરણ - નહિ, નહિ, મારે એ વિષે કઈ કહેવું નથી ! હું બરાબર છું ને, જલાલુદ્દીન સાહેબ ?'
જલાલુદ્દીન સાહેબ હવે શું બોલે ?"
આજની ચિંતા એ કરતા નહિ, આવતી કાલ ની તો કરજ શાના ? આથી કેટલીક વાર તેમને ભૂખ્યા રહેવું પડતું.
આવી રીતે એક વાર એમને ચાર દિવસના ઉપવાસ થઇ ગયા. ફરતા ફરતા તેઓ એક ગામમાં આવી ચડ્યા. ત્યાં જોયું તો એક ઠેકાણે ખુબ રડારોળ ચાલતી હતી.
એક બુઢ્ઢો ઓચિંતાનો હૃદય બંધ થઇ જવાથી મરણ પામ્યો હતો. મુલ્લાં ભૂખથી પીડાતા એક ખૂણે ઊભા હતા.
તેમનો વેશ જોઈ લોકોએ એમને દરવેશ માન્યા અને દરવેશ કઈ ચમત્કાર કરશે એમ સમજી એમણે એમને માનભેર ઘરમાં બોલાવી આસન પાથરી બેસાડ્યા ને પ્રાર્થના કરી : 'સાઈ, દયા કરો !'
મુલ્લાં કઈ બોલ્યા નહિ.
મુલ્લાંને પ્રસન્ન કરવા એ લોકોએ એમની આગળ ભોજનનો થાળ ધર્યો. મુલ્લાએ હસીને એનો સ્વીકાર કર્યો.
મુલ્લાં જમી રહ્યા પછી લોકોએ કહ્યું : 'બાવાજી, આપ તો દયાળુ છો. આપ ધારો તો જરીકેક જડીબુટ્ટી સુંઘાડી મરેલાને જીવતો કરી શકો !'
મુલ્લાએ કેવળ માથું હલાવ્યું.
લોકોએ કહ્યું : 'દયા કરી અમારા આ દાણી સાહેબને જીવતા કરો !'
એકદમ મુલ્લાની આંખો કપાળે ચડી ગઈ.
તેમણે કહ્યું : 'હે, શું આ દાણી છે ? મને પહેલેથી આવું કેમ કહ્યું નહિ ?'
લોકોએ નવાઈ પામી કહ્યું : 'કેમ, શો વાંધો આવ્યો ?'
મુલ્લાએ કહ્યું : 'વાંધો જબરજસ્ત ! ગમે એટલી જડીબુટ્ટી સુંઘાડો, પણ દાણી જે એક વાર મુઓ તે મુઓ ! એ ફરી કદી જીવતો થાય નહિ ! દુનિયાના બધા વૈદહકીમો, સાઈફકીરો આ જણે છે. ખાતરી કરવી હોય તો જુઓ, હું આ જડીબુટ્ટી એને સુંઘાડું છું.'
આમ કહી મુલ્લાએ ખલતામાંથી કંઈક જડીબુટ્ટી જેવું કાઢીને મરેલા દાણીને સુંઘાડયુ. દાણી ફરી જીવતો થયો નહિ ! બીજો કોઈ હોત તો પણ ન થાત.
પણ લોકોએ માન્યું કે સાઈફકીરની વાત ખોટી હોય નહિ ! જડીબુટ્ટી સાચી, પણ દાણી ને જીવતો કરવાની કોઈ જડીબુટ્ટી નહિ !
મુલ્લાંને આવી છેતરપીંડી કરવી ગમતી નહિ, તેથી 'યા અલ્લાહ ! અલ્લાહ !' કરતા એ ટોળામાંથી બહાર નીકળી પોતાના રસ્તે પડ્યા ! "
તેઓ એક મોટા ઉસ્તાદની પાસે ગયા ને કહ્યું : 'તમે મને ગાન વાદન શીખવાડશો ?'
ઉસ્તાદે કહ્યું : 'જરૂર શીખવીશ. બાર મહિનામાં તો તમે ફક્કડ ગાતા-બજાવતા થઇ જશો !'
મુલ્લાએ કહ્યું : 'બહુ સરસ ! હવે આપણી ફી કહો !'
ઉસ્તાદે કહ્યું : 'પહેલા છ મહિના દર મહીને સાત રૂપિયા, અને તે પછી દર મહીને એક રૂપિયો !'
મુલ્લાએ કહ્યું : 'ઠીક, તો હું પહેલા છ મહિના નહિ આવું, સાતમાં મહિનાથી આવીશ !' "
તેમને નદી પાર કરવી હતી. પણ નદીમાં પાણી નું તાણ ઘણું હતું, તેથી તેઓ કોઈની મદદની રાહ જોતા હતા.
એવામાં મુલ્લાં નસરુદ્દીન ત્યાં આવી ચડ્યા.
સાતે જાણે કહ્યું : 'તમે અમને નદી પાર કરાવી દો, તો અમે સાત જન તમને સાત પૈસા આપીશું !'
મુલ્લાએ વાત કબુલ કરી.
તેમને એક પછી એક માણસનો હાથ પકડી તેને નદી પાર કરાવવા માંડી. એ છ માણસો નદીના સામે કાઠે પહોચી ગયા.
હવે મુલ્લાં સાતમાં માણસને નદી પાર કરાવતા હતા ત્યાં નદીમાં એ માણસનો પગ લપસ્યો અને નદીના વહેણમાં એ તણાઈ ગયો.
કિનારા પર ઉભેલા છયે જણે બુમ પાડી : 'મુલ્લાં, શું થયું ?'
મુલ્લાએ હાથ ઉંચો કરી કહ્યું : 'તમારો એક પૈસો બચી ગયો !'"
તેમણે કાળો પોશાક પહેરી ફરવા માંડ્યું.
મુલ્લાંને કાળા પોશાકમાં જોઈ કોઈકે પૂછ્યું : 'મુલ્લાં, કોણ મારી ગયું છે ? કોનો શોક છે ?'
મુલ્લાએ કહ્યું : 'ભાઈ, માણસે લાંબુ જોતા શીખવું જોઈએ.'
પેલો કઈ સમજ્યો નહિ એણે કહ્યું : 'એટલે ?'
મુલ્લાએફોડ પાડ્યો : 'અત્યારે તો કોઈ નથી મરી ગયું, પણ કોઈ કઈ ઘડીએ મરી જાય એની કઈ ખબર પડે છે ? એટલે અગાઉથી ચેતી કાળો પોશાક પહેરી રાખવો સારો !' "
મુલ્લાં નસરુદ્દીન ઘરમાં આરામથી બેઠા હતા. ત્યાં એમણે એક ફકીરને વરસાદથી બચવા માટે દોડતો જતો જોયો.
તરત મુલ્લાંએ કહ્યું : 'અરે સાઈ, વરસાદ તો ખુદાની મહેરબાની કહેવાય ! ખુદના માણસ થઈને તમે એ મહેરબાની થી ડરીને ભાગો છો એ સારું ન કહેવાય ! ખુદાની રહેમ તો આનંદથી માથા પર ઝીલવી જોઈએ.'
ફકીરને પોતાની પ્રતિષ્ઠા ધૂળ થતી લાગી.
એને કહ્યું : 'વાત તો ખરી ! વરસાદ તો ખુદાની મહેરબાની છે, એના પર તો દુનિયા જીવે છે !'
એણે દોડવાનું બંધ કર્યું અને આખા શરીરે વરસાદથી ભીંજાતો ભીંજાતો એ ઘેર ગયો. બીજે દિવસે એને શરદી થઇ ગઈ.
થોડા દિવસ પછી ફકીર પોતાના ઘરના આંગળામાં બેઠો હતો. વરસાદ જોરથી પડતો હતો. એવામાં એણે મુલ્લાં નસરુદ્દીન ને વરસાદથી બચવા દોટ કાઢીને જતા જોયા.
ફકીરે બુમ પડી કહ્યું : 'અરે મુલ્લાં, વરસાદ તો ખુદાની મહેરબાની કહેવાય : ખુદાની રહેમ તો આનંદથી માથા પર ઝીલવી જોઈએ ! તમે આમ ભાગો તે સારું નહિ !'
મુલ્લાએ કહ્યું : 'ભાગતો નથી, પણ ખુદાની રહેમ પર મારો પગ પડે અને એ અપવિત્ર થાય એ મને ગમતું નથી, એટલે દોડું છું.'
આમ કહી મુલ્લાં ઝટ ઝટ ઘરભેગા થઇ ગયા."
ફરતા ફરતા એક વાર તેમણે એક સાધુ જોયો.
સાધુ આખો વખત ધ્યાનમાં મસ્ત રહે. એ જોઈ મુલ્લાંને થયું કે મારે એનો પરિચય કરવો જોઈએ.
તેમણે સાધુને કહ્યું : 'મહારાજ આપ કોણ છો ?'
સાધુએ કહ્યું : 'હું યોગી છું. હું લોકોને જીવદયા શીખવું છું. ખાસ કરીને પંખીઓ અને જળચર જીવો પર દયા કરવાનું કહું છું.'
આ સાંભળી મુલ્લાં કહે : 'વાહ, ખુબ સરસ ! મને પણ જીવદયા ગમે છે. એક વાર એક માછલી એ મારો જીવ બચાવ્યો હતો !'
આ સાંભળી યોગી પ્રસન્ન થઇ ગયા. તેમણે કહ્યું : 'તમે કોઈ સિદ્ધ પુરુષ લાગો છો. ખુશીથી મારી સાથે રહો !'
મુલ્લાં યોગીની જોડે રહી ગયા. યોગની ક્રિયાઓ, આસનો વગેરે જાણવાનું તેમણે મન હતું. યોગીએ એમની એ ઈચ્છા પૂરી કરી.
આમ કેટલો વખત ગયા પછી એક દીઅવાસ યોગી એ મુલ્લાંને કહ્યું : 'હે સિદ્ધ પુરુષ, તમે કહેલું કે એક વાર એક માછલી એ મારો જીવ બચાવેલો, તો એ અદભુત બીના કેવી રીતે બની તે મને કહ્યો ! એ ચમત્કારી માછલીની કથા જાણવાનું મને ખુબ મન છે ! હું આટલા વર્ષોથી યોગસાધના કરું છું, પણ મારા જીવનમાં હજી એવો કઈ ચમત્કાર બન્યો નથી. ખરેખર. તમે ભાગ્યશાળી છો !'
'છું જ !' કહી મુલ્લાં ચુપ થઇ ગયા.
યોગીએ ફરી ફરી મુલ્લાંને આગ્રહ કર્યો કે મને એ ચમત્કારી માછલીની કથા કહો જ કહો, ત્યારે મુલ્લાએ છેવટે કહ્યું : 'મહારાજ, મારો જીવ બચાવ્યો એ વાત અક્ષરશ: સત્ય છે. હું ત્રણ દિવસથી ભૂખ્યો હતો અને મરવાની અણી પર હતો. ત્યાં મારા હાથમાં એક માછલી પકડાઈ ગઈ. મેં એ ખાઈ નાખી અને મારો જીવ બચી ગયો !'"
સિપાઈઓએ મુલ્લાને સાત ચાબખા માર્યા'
બન્યું એવું કે એ દિવસે બાદશાહને સારો શિકાર મળ્યો. બાદશાહ ખુશખુશ થઇ ગયો. હવે તેણે થયું કે મુલ્લાના શુકન બહુ સારા !
શિકારેથી આવ્યા પછી એણે મુલ્લાને બોલાવ્યા અને કહ્યું : 'તમારા શુકન બહુ સારા, મુલ્લાજી ! મને આજે સારો શિકાર મળ્યો ! અપશુકન સમજી મેં તમને સજા
કરી એ મારી ભૂલ થઇ !'
મુલ્લાંએ કહ્યું : 'તમને મારા શુકન થયા, તો સારો શિકાર મળ્યો, અને મને આપના શુકન થયા તો મને ચાબખા મળ્યા ! શુકનની કેવી લીલા છે!'
બાદશાહનું મો જોવા જેવું થઇ ગયું."
મુલ્લાં નસરુદ્દીન પણ જયાફત માણવા ત્યાં ગયા. પણ એમનો મેલોઘેલો વેશ અને ફાટેલા કપડા જોઈ એમને મુખ્ય મંડપમાં કોઈએ પેસવા દીધા નહિ,
ને કહ્યું : 'જા, પછી આવજે !'
મુલ્લાને થયું કે મોટા માણસો જમી લેશે, પછી વધ્યું ઘટ્યું મારા જેવાઓના ભાગમાં આવશે. તેમને એ ન ગમ્યું, એટલે દોડતા ઘેર પાછા ગયા. હવે એમણે
ફક્કડ નવો પોશાક પહેર્યો. કિનખાબનો ડગલો અને રેશમી પાઘડી ! પાઘડીમાં છોગું ! જાણે કોઈ રીયાસતના નવાબ સાહેબ !
મુલ્લાંએ મંડપના દરવાજા આગળ પગ મુક્યો ત્યાં શરણાઈઓ ગહેકી ઊઠી, ને ઢોલ વાગવા મંડ્યા. અમીરનો કારભારી ત્યાં દોડી આવ્યો અને પધારો ! પધારો !
કરી મુલ્લાને મંડપમાં દોરી ગયો. ખુદ અમીર સાહેબે પોતે ઉભા થઇ મુલ્લાને માન આપ્યું અને પોતાની જોડે તેમને જમવા બેસાડ્યા !
સોનારૂપાના થાળમાં વાનગીઓનો પાર નહોતો. મુલ્લાંએ માથેથી રેશમી પાઘડી ઉતારી ભાણા આગળ ધરી કહ્યું : 'દોસ્ત પાઘડી, આ ખા ! મીઠાઈ ફક્કડ છે !'
તેવી રીતે કિનખાબના ડગલાની ચાળને ભાણા આગળ ધરી કહ્યું : દોસ્ત ડગલા, આ ખા ! મીઠાઈ ફક્કડ છે ! એ તારા માટે છે.'
આ જોઈ અમીરે કહ્યું : 'જનાબ, જમવાની તમારી આ અનોખી રીત જોઈ મને નવાઈ લાગે છે !'
મુલ્લાંએ કહ્યું : 'એમાં નવાઈ પામવા જવું કશું જ નથી. સાવ સાદી વાત છે. મારી આ રેશમી પાઘડી અને કિનખાબના ડગલાને લીધે જ હું મંડપમાં દાખલ
થઇ શક્યો છું. જયાફતનું નોતરું મને નહિ, મારા કપડાને મળેલું છે, એટલે હું કપડાને જમાડું છું.'"
આથી રાજદરબારમાં માનપાન પામતા વિદ્વાનો અને પંડિતો મુલ્લાની ઉપર રોષે ભરાયા. તેમણે બાદશાહને ફરિયાદ કરી કે રાજ્યના વિદ્વાનોને હલકા પાડી
મુલ્લાં રાજ્યની પ્રતિષ્ઠાને હલકી પાડે છે. મુલ્લાં રાજદ્રોહી છે !
બાદશાહે મુલ્લાને દરબારમાં હાજર થવા હુકમ કર્યો.
મુલ્લાં બાદશાહના દરબારમાં આવી ઉભા.
બાદશાહે કહ્યું : 'તમારી સામે આ ફરિયાદ છે. બચાવમાં તમારે કઈ કહેવું હોય તો કહો !'
કાગળ કલમ મંગાવો !'
બાદશાહે કાગળ કલમ મંગાવ્યા એટલે મુલ્લાંએ કહ્યું : 'સભામાં બિરાજતા સારામાં સારા સાત પંડિતોને પસંદ કરી તેમને દરેકને આમાંથી એક એક કાગળ
આપો અને તેના પર મારા સવાલનો જવાબ લખવાનું કહો !'
બાદશાહે સાત શ્રેષ્ઠ પંડિતોને પસંદ કરી તેમને દરેકને કાગળ કલમ આપ્યા અને મુલ્લાના સવાલનો જવાબ લખવા હુકમ કર્યો.
હવે મુલ્લાંએ સવાલ કર્યો : 'હે પંડિતો, મારા એક નાનકડા પ્રશ્નનો જવાબ દો - રોટી એટલે શું ?'
સાતે પંડિતોએ કાગળ પર પોતાના જવાબ લખી દીધા, બાદશાહે તે સભામાં વાંચી સંભળાવ્યા.
એક પંડિતે લખ્યું હતું : 'રોટી એટલે અન્ન !'
બીજાએ લખ્યું હતું : 'રોટી એટલે આટો અને પાણી !'
ત્રીજાએ લખ્યું હતું : 'રોટી એટલે વણેલો આટો !'
ચોથાએ લખ્યું હતું : 'રોટી એટલે શેકેલો આટો !'
પાંચમાએ લખ્યું હતું : 'રોટી એટલે શ્રમ !'
છઠ્ઠા એ લખ્યું હતું : 'રોટી એટલે તાકાત !'
સાતમાએ લખ્યું હતું : 'રોટી એટલે ખુદની રહેમ !'
હવે મુલ્લાંએ બાદશાહની સામે જોઈ કહ્યું : 'બાદશાહ સલામત, રોજ આ પંડિતો રોટી જમે છે છતાં રોટી શું છે તે વિષે તેઓ એકમત નથી, પણ રોટી જેટલો હું
એમની નજીક નથી છતાં મને દેશદ્રોહી કહેવામાં એ બધા એકમત છે એ નવાઈ જેવું નથી ? જેમના પોતાના મનમાં ગૂંચવાડો છે તેઓ બીજાના સાચા ખોટાનો
નિર્ણય કરવા બેસે છે એ અજાયબી નથી ?'
બાદશાહે પંડિતોની ફરિયાદ કાઢી નાખી."
ટિપ્પણીઓ