મુખ્ય સામગ્રી પર જાઓ

ટોલ્સટૉયની ત્રેવીસ વાર્તાઓ

વિશ્વસાહિત્યના કેટલાક સજઁકો ચિરંતન નામના ધરાવે છે. આવા સજઁકોમાં લીઓ ટોલ્સટોયનું નામ મોખરાના વાતાઁકાર તરીકે આવે છે. ધમઁ ચિંતન અને આદશઁવાદી વિચારણાથી સભર એવું એમનું સાહિત્ય આ સજઁકને માત્ર સજઁક જ નહિ પણ એક મહાન ચિંતક અને વિચારક તરીકે પણ સ્થાપિત કરે છે. એમણે જે સાહિત્યની રચના કરી છે. એમાં વિવેચકોને એમની વાતાઁઓ વધારે સ્પશીઁ ગઇ છે. આ વાતાઁઓને કારણે જ જગત ભરના મહાન સજઁકોમાં તેઓ આદરભયુઁ સ્થાન પામ્યા છે.           ટોલ્સટૉયની વાતાઁઓમાં માનવજીવનને ઉન્નતગામી અને આદશઁગામી બનાવતી તેમજ માનવતાનું ગાન કરતી વાતાઁઓ જોવા મળે છે. જીવન કેવી રીતે જીવવું ? એનો અસરકારક બોધ આ વાતાઁઓમાંથી પ્રાપ્ત થાય છે. આ વાતાઁઓની પ્રવિત્રતા આપણા હ્રદયને સ્પશીઁ જાય એવી છે.           ‘ટોલ્સટૉયની ત્રેવીસ વાતાઁઓ’- પુસ્તકમાં સંગ્રહિત થયેલી વાતાઁઓમાં મોટાભાગની વાતાઁઓ લોકભોગ્ય અને સદાચારનો બોધ આપનારી છે. એમાં સામાન્ય માણસનું જીવન અને એ જીવનમાં બનતા પ્રસંગો આલેખાયા છે અને એ દ્રારા સામાજિક દ્રષ્ટિએ જીવન જીવવાની એક નવી વિચારસરણી પણ આ વાતાઁઓમાં દેખાય છે. આ વાતાઁઓમાં રસમયતા છે. માનવમનનું ઊડું નિરીક્ષણ છે. બોધ પણ છે અને છતાં વાતાઁઓ એટલી જ કલાત્મક પણ છે. આ સંગ્રહની લગભગ બધીજ વાતાઁઓ માનવજીવનને ઉપકારક એવા બોધ અને શીખામણ આપે છે.
           ટોલ્સટૉયની વાતાઁઓને સમજવા માટે જે સમયમાં આ વાતાઁ લખાયેલી છે એ સમયને ધ્યાનમાં લેવો પડે. ટોલ્સટૉય મૂળ રશિયાના સજઁક છે. રશિયામાં એ વખતે રાજાશાહી ચાલતી હતી અને ઝાલ રાજાઓનું સામ્રાજ્ય હતુ. ધમઁના નામે અનેક ધતિંગો ચાલતા હતા. અન્યાય અને અત્યાચારનું સામ્રાજ્ય હતુ. સમાજ અનેક અંધશ્રધ્ધા વચ્ચે જીવતો હતો. ખેડૂતોની સ્થિતિ દયનીય હતી. સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધો પણ માનભયાઁ કે આદરભયાઁ નહોતા. પ્રજા નિરાશ્રીત જીવન જીવી રહી હતી. ટોલ્સટૉયને આ બધા સામે ભયંકર રોષ હતો. સમગ્ર રશિયન સમાજ અંધકારમય યાતનાપૂણઁ અને દિશાવિહિન જીવન જીવી રહ્યો હોય ત્યારે એને સાચી દિશા બતાવવાનું કામ ટોલ્સટૉયની આ વાતાઁઓ કરે છે. ધમઁગુરૂઓના મિથ્યા આડંબરને બદલે જીવનમાં સદાચાર અને માનવતાનું મુલ્ય આ વાતાઁઓ સમજાવે છે અને એ સંદભેઁ આ વાતાઁઓને આમુલાગ્ર ક્રાંતિ સજઁતી વાતાઁઓ તરીકે પણ મુલવી શકાય છે.
           એક સજઁક તરીકે ટોલ્સટૉયની વિશેષતા એ છે કે એમની ગદ્યશૈલી સરળ અને સહજ છે. હ્રદયના ઊંડાણમાંથી જાણે કે એમની વાગ્ધારા ચાલતી આવતી હોય એવું દેખાય છે. લોકોને સમજાય એવું દેખાય છે. લોકોને સમજાય એવું સાહિત્ય રચવાનો આદશઁ લઇને આ લેખક ચાલે છે. આમછતા એમની વાતાઁઓમાં એક અદભૂત કલાકાર-વાતાઁકારના દશઁન થાય છે. રશિયન વાતાઁલેખકોમાં વાતાઁકૌશલની દ્રષ્ટિએ ટોલ્સટૉય સૌથી વધુ લોકપ્રિય સજઁક તરીકે નામના પામ્યા છે.           આ વાતાઁઓને એમાંના કથાનક, પ્રસંગનિરૂપણ, પાત્રાલેખન, વાતાવરણ, શૈલી અને ઉદેશ્ય જેવા વાતાઁકલાના તત્વોથી મુલવી શકાય. પરંતુ આ વાતાઁઓને એ રીતે જોવાને બદલે આ વાતાઁઓમાં જીવનનું જે સંવેદન ધબકે છે. જીવનની જે સચ્ચાઇ પ્રગટ થઇ છે એ દ્રષ્ટિએ આ વાતાઁઓ તપાસવા જેવી છે. માનવજીવનનો સમગ્ર આલેખ આ વાતાઁઓમાં આલેખાયેલો છે. સજઁકની દ્રષ્ટિ જીવનને સત્યમ શિવમ સુન્દરમની દ્રષ્ટિએ જુએ છે. એટલું જ નહિ પણ સજઁક જીવનને ધમઁમય અને પવિત્ર દ્રષ્ટિથી પણ જુએ છે. એને અનુરૂપ કથાઓ પ્રસંગો અને ઘટનાઓનું નિરૂપણ અહીં થયેલું છે.           ટૂંકીવાતાઁના સ્વરૂપની દ્રષ્ટિએ વિચારીએ તો કેટલીક વાતાઁઓ વધારે પડતી લાંબી છે. તો કેટલીક વાતાઁઓ અત્યંત ટૂંકી છે. છતા આ વાતાઁઓને કલાદ્રષ્ટિએ તપાસવા કરતા જીવનબોધની દ્રષ્ટિએ તપાસવા જેવી છે. ‘તણખામાંથી ભડકો’, ‘મુરખરાજ’, ‘કોકેસસ નો કેદી’, ‘જાદુઇ ડ્રમ’, ‘સાચી જાત્રા’, ‘કૃષ્ણા’, ‘જીવાદોરી’, ‘ધમઁપુત્ર’ જેવી વાતાઁઓ પ્રમાણમાં લાંબી છે. એનું કારણ એ છે કે આ વાતાઁઓમાં લેખકે મુખ્યકથાની સાથે આડકથાઓ જોડે છે. તેથી લંબાણ થયું છે. તો બીજી બાજુ ‘ત્રણ સાધુઓ’, ‘ત્રણ પ્રશ્નો’, ‘મહેનત મૃત્યુ અને માનવી’, ‘પાપી અને પશ્ચાતાપ’, ‘ઇંડા જેવડો દાણો’, ‘ભલાઇનો જય’, ‘શેતાનની શોધ’, ‘સમજુ કોણ’ જેવી વાતાઁઓ પ્રમાણમાં અત્યંત ટૂંકી અને સીધી જ લક્ષ્ય તરફ ગતિ કરતી દેખાય છે. આ બધી જ વાતાઁઓમાં લેખકનો ઉદ્દેશ કોઇને કોઇ આદશઁ નિરૂપવાનો રહેલો છે.           ટોલ્સટૉયની વાતાઁઓને કથાનક વૈવિધ્યની દ્રષ્ટિએ મુલવીએ તો તેઓ જીવનને કેન્દ્રમાં રાખીને કથાનકની પસંદગી કરે છે. જેમકે ‘તણખામાંથી ભડકો’ એ બે ખેડૂતોનું કથાનક લઇને આવે છે અને એમાં માનવહ્રદયની ઇષ્યાઁ, સ્વાથઁ, અને અહંકાર માનવ જીવનને કેવુ પાયમાલ કરી શકે છે એની વાત બે પાત્રો ઇવાન અને લેપિંગ દ્રારા રજૂ થઇ છે.
           ‘કોકેસસનો કેદી’ વાતાઁમાં એક સૈનિકની વૃધ્ધમાતાની સંવેદના રજૂ થઇ છે. માતાને મળવા નીકળેલો સૈનિક લુટારુ ટોળકીના હાથમાં સપડાય જાય છે અને અસહ્ય યાતનાઓ સહન કયાઁ પછી પણ વૃધ્ધ માતાને મળી શકતો નથી એની વેદનાને વાચા અપાઇ છે.           ‘સાચી જાત્રા’ વાતાઁમાં બે વૃધ્ધો એફિમ અને એલિસા વચ્ચેના સ્વભાવ સંઘષઁની વાત છે. એલિસા વ્યવહારુ છે. એફિમ પરોપકારી અને દયાળુ છે. બન્ને જેરૂસલેમની જાત્રાએ નીકળે છે. એલિસા અધવચ્ચેથી પાછો ફરે છે. વાતાઁને અંતે એવું સુચવાય છે કે એલિસાની જાત્રાએ સાચી જાત્રા છે. કારણ કે રસ્તામાં જોયેલા દુઃખી અને અસહાય લોકોની મદદ કરવા એ જાત્રા અધૂરી મુકીને પાછો વળે છે.           ‘ભલાઇનો જય’ વાતાઁમાં માણસની દુવૃત્તિ ઉપર અંતે તો સદ્વૃત્તિનો જ જય થાય છે એવુ લેખકે બતાવ્યું છે. એલ્બ નામનો એક ગુલામ શેતાનની મોહજાળમાં ફસાઇને પોતાના માલિક પ્રત્યે બેવફાઇ કરી બેસે છે. પરંતુ અંતે એને પોતાના બુરા કમઁ પર પસ્તાવો થાય છે એવું લેખકે બતાવ્યું છે.           ‘જાદુઇ ડ્રમ’ વાતાઁએ એમિલ્યાન નામના એક મજદૂર યુવકની નિઁદોષતા વિનય વિવેક સૌમ્યતા અને દારૂણ દરિદ્રતાને વ્યકત કરતી કરૂણ કથા છે. એમિલ્યાન ની પત્ની ખૂબ સુંદર છે તેથી ગામનો રાજા એને પોતાની રાણી બનાવવા ઇચ્છે છે અને એમિલ્યાન ને પોતાને ત્યાં કામ કરવા ફરજ પાડે છે. પરંતુ વાતાઁને અંતે રાજા પોતાના જ પેંતરામાં ફસાઇ જાય છે અને એમિલ્યાનને એની પત્ની પાછી સોંપવી પડે છે. એ પ્રકારની કહાણી અહી છે.           જીવનમાં વધારે પડતી તૃષ્ણા એ સવઁનાશનું કારણ બને છે એ વાત ‘તૃષ્ણા’ વાતાઁમાં નિરૂપાયેલી છે તો બીજી તરફ માણસ જાત-મહેનત છોડી મજૂરોના ભરોસે જીવતો થયો છે ત્યારથી તેનુ અધઃપતન થયુ છે એ વાત ‘ઇંડા જેવડો દાણો’ વાતાઁમાં અત્યંત પ્રતિકાત્મક રીતે રજૂ થઇ છે.           ટોલ્સટૉયની વાતાઁઓની પાત્રસૃષ્ટિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. પાત્રાલેખન સ્પષ્ટ અને સુરેખ છે. જુદા જુદા પ્રકારના સ્વભાવ અને વૃત્તિવાળા પાત્રો તેઓ સજેઁ છે. અલબત આ પાત્રોના બાહ્ય વ્યકિતત્વ જેટલા ઉપસ્યા છે. એટલા આંતર વ્યકિતત્વ ઉપસતા નથી. છતા એકંદરે એમની પાત્રસૃષ્ટિ આકષઁક અને પ્રભાવક છે. મનુષ્ય ની સદવૃત્તિ દુવૃત્તિ નબળાઇ-સબળાઇ વગેરે આ પાત્રો દ્રારા પ્રગટ થાય છે. પાત્રસૃષ્ટિમાં એકવિધતા નથી પરંતુ વૈવિધ્ય છે.           ટોલ્સટૉયની મોટાભાગની વાતાઁઓ વણઁન પ્રધાન છે પરંતુ આ વણઁનોમાં નિરસતાને બદલે સરસતા અને પ્રવાહિતા જોવા મળે છે. આવા વણઁનોમાં મોટાભાગે પાત્રોના વણઁનો અને પ્રકૃતિના વણઁનોમાં ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત પરિસ્થિતિ અને સ્થળ વિશેના વણઁનો પણ જોવા મળે છે. ટોલ્સટૉયની વાતાઁના વધુ પડતા લંબાણ નું એક કારણ એના વણઁનોને પણ ગણાવી શકાય. કારણ કે તેઓ પાત્રોના દેખાવ અને પહેરવેશ નું પણ અત્યંત સુક્ષ્મતાથી ફકરાઓના ફકરાઓ સુધી વણઁન કરતા જાય છે.           કેટલીક વાતાઁઓ સજઁક દ્રારા પોતાની આગવી કથન શૈલીમાં કહેવાયેલી છે. આ શૈલીની વિશેષતા એ છે કે લેખકે એમાં પોતાના અહમને કયાંય આગળ કયોઁ નથી. લેખક સીધો જ કથા પ્રવેશ કરાવી દે છે અને વાતાઁ કહેતા કહેતા અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જાય છે અને અંતે એક હળવો માનવતા સભર બોધ આપી વાતાઁ પૂણઁ કરે છે. આ વાતાઁઓ માં લેખકે કથાનકને અનુરૂપ વિવિધ વાતાવરણ અને પરિવેશ ની રચના કરી છે. પાત્રોના સંવાદો પણ અત્યંત ટૂંકા, ધારદાર, આકષઁક, અને પ્રભાવક બની રહે છે.
                   ટૂંકામાં સમગ્ર રીતે જોઇએ તો ટોલ્સટૉયની વાતાઁઓમાં કેન્દ્રસ્થાને વાતાઁતત્વ કે કલાતત્વ નથી પણ જીવન તત્વ છે જીવનને સમજવાનો અને એમાંથી બોધ તારવવાનો પ્રયત્ન લેખકે અહીં કયોઁ છે. ટોલ્સટૉયની વાતાઁઓ ‘જીવન ખાતર કલા’ વાદમાં માનનારી છે. એમની વાતાઁઓનું કેન્દ્રબિંદુ જીવન અને જીવન વિશેના મૂલ્યો છે. માનવતાનો મહાસંદેશ આ વાતાઁઓમાં ધબકે છે. આ વાતાઁઓ કલાભોગ્ય બનવા કરતા લોકભોગ્ય વધુ બની છે. જેના કારણે ટોલ્સટૉય સાહિત્ય જગત કરતા લોકજગતમાં વધુ લોકપ્રિય બન્યા છે. વ્યકિતઓના બનેલા સમાજનો આદશઁ શું હોઇ શકે ? જીવનના મૂલ્યો કયા હોઇ શકે ? એ સમજવાનો ભરપૂર પ્રયાસ ટોલ્સટૉયે કયોઁ છે અને તેથી જ આપણે ત્યાં જે સ્થાન મહાકવિ કાલિદાસ કે રવિન્દ્રનાથ ટાગોરનું છે;  એવુ જ સ્થાન રશિયન સમાજમાં જીવન માંગલ્યના એક વિધાયક સજઁક તરીકે લીઓ ટોલ્સટૉયનું છે.                                                

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...