મુખ્ય સામગ્રી પર જાઓ

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની
‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર લઇને આ કૃતિ આવે છે.            વિશ્વસાહિત્ય ની વિભાવનાની દ્રષ્ટિએ તપાસીએ તો આ નવલકથામાં કથાનક એમાં બનતી ઘટનાઓ પ્રસંગો, પરિસ્થિતિ કે પાત્રોનું વિશેષ મહત્વ નથી. લેખકનો આશય પ્રસંગો પાત્રો કરતા વિશેષ મૂડીવાદી શોષણ નીતિ એને કારણે આવતી દરિદ્રતા અને કંગાલિયત અને તેમાં પણ જેનું શોષણ થાય છે. એવા કંગાળ પાત્રોમાં પણ વ્હોરતી માનવતાના દશઁન કરાવવાનો છે અને એજ નવલકથાનું કેન્દ્રબિન્દુ છે. તેથી જ આ નવલકથા વિશ્વસાહિત્ય જે વૈશ્વિક ખ્યાલ પ્રગટ થયો છે તે સવઁસામાન્ય માનવીના જીવનને સ્પશીઁ જાય એવો છે.            ‘ફોંતામારા’ એ માત્ર કંગાલિયત ની જ નવલકથા નથી પરંતુ એ કંગાલિયતમાં પણ અનુભવાતી માનવતાની નવલકથા છે આ અભણ ગરીબ અને કંગાળ ગ્રામજનોનું ભોળપણ એમની નિદોઁષતા આટલી ગરીબી વચ્ચે પણ હ્રદયના કોંક ખૂણે જલતો માનવતાનો દિપક આ બધુ જ સંવેદનાસભર આલેખાય છે. આ નવલકથા નિરાશાવાદી વલણ પ્રગટ કરે છે. માનવી જ્યાં ચોક્કસ આશાઓથી પ્રેરાઇને શ્રમ કરતો હોય અને એનું પરિણામ પોતાને પ્રાપ્ત ન થાય ત્યારે હતાશાનો ભોગ બને છે. આ ગામના લોકો પાસે પૂરતી શકિત અને સમજ પણ છે પરંતુ એ લેખે લાગતા નથી. કારણ કે એમની પાસે કોઇપણ પ્રકારની સત્તા નથી. ભલાભોળા પ્રજાજનો કંઇ પણ ખોટુ કામ કરવા ઇચ્છતા નથી. મહેનત કરતાં જે કંઇ ઉપજે એનાથી સંતોષ માનીને જીવનારી આ પ્રજા છે. અભણ અને અજ્ઞાની છે. છતાં એમના દિલમાં ખોટ નથી. કાયદો શું છે એ તેઓ જાણતા નથી અને તેથી તેનું પાલન પણ કરી શકતા નથી. મૂળ ગુનેગારો તો પેલા અમલદારો છે પણ તેઓ સત્તાના જોરે આ અજ્ઞાની પ્રજાને ગુનેગાર ઠરાવે છે. જો આ પ્રજા એનો વિરોધ કરે તો ખોટા કાગળિયા બનાવી એમાં સહી કરાવી ને આ પ્રજાને કાયદાના સાણસામાં ઝડપી લે છે અને એ રીતે એમનું ભરપેટ શોષણ કરે છે.            અહીં સરમુખત્યારશાહીનો જુલમ છે. મૂડીદારોની બોલબાલા છે અને વ્યકિતના વ્યકિતત્વને હણી નાંખનારો સવઁસત્તાવાદ છે. લેખકને અહીં શોષકોના ચિત્રો આલેખવામાં રસ નથી. પરંતુ જેનું શોષણ થાય છે એવા શોષિત સમાજનું ચિત્ર આલેખવામાં રસ છે અને આ શોષિત સમાજ પ્રત્યેનો માનવતાવાદી વ્યાપક  દ્રષ્ટિકોણ સમગ્ર નવલકથામાં પ્રતિબિંબિત થતો દેખાય છે અને એ સંદભેઁ જ ‘ફોંતામારા’ કંગાલિયત ની સાથે માનવતાની કથા પણ બની રહે છે.             ફાસીવાદીઓ ગરીબ પ્રજા પાસેથી રહી-સહી સંપત્તિ પણ હડપ કરી જવા ઇચ્છે છે અને તે માટે જાત-જાતની તરકીબો અપનાવે છે. કાયદેસર કરવેરાનું ભારણ વધારી દે છે. ઘણીવાર તો આ કરવેરા હાસ્ય અને આશ્ચયઁ જન્માવે એવી બાબતો પર પણ લાગુ પડતા હોય છે જેમકે ઘરમાં કોઇ પૂજાપાઠ થાય ત્યારે તેની પર પણ કર લેવાતો જે જમીન પર તેઓ કામ કરે છે એના માલિક બદલાઇ ગયા છે એની પણ આ પ્રજાને ખબર નથી. ફાસીવાદીઓના આ શોષણ અને અત્યાચાર ને સમાજનો મૂડીવાદી વગઁ ટેકો આપે છે. આ ગામડાની પ્રજાના અજ્ઞાન પર આ સત્તાવાદીઓ હાંસી ઉડાવે છે. એમની કોઇવાત સાંભળવા તેઓ તૈયાર નથી. જેમકે ગામડામાં ધમઁગુરૂ નથી એની અરજી કરવામાં આવે તો આ સત્તાવાળાઓ ઘરડા ગધેડાને ધમઁગુરૂ તરીકે મોકલે છે અને જો પ્રજા એનો વિરોધ કરે તો યેનકેન તરકીબ દ્રારા એને કાયદાના સકંજામાં ફસાવીને સજા કરે છે. જો પ્રજા સરકાર વિરૂધ્ધ જરા પણ બોલે તો એને સખત માર મારવામાં આવતો. સરકાર બદલવાથી આ સમસ્યા હલ થઇ જશે એવુ વિચારતી નિદોઁષ પ્રજા પર બદલાયેલી સરકાર પણ જુલ્મો જ કરે છે પ્રજાના અજ્ઞાન અને ભોળપણ નો ફાયદો ઉઠાવી આ સરમુખત્યારો પ્રજાને સતત પરેશાન કરતા રહે છે.
             અહીં લેખકનો દ્રષ્ટિકોણ સામ્યવાદી છે એટલે કે સવઁલોકો સમાન છે અને સમાન રીતે જીવે એવો તેમને અધિકાર મળવો જોઇએ. એવું લેખક માને છે અને એજ વિચારધારાને લઇને આ કૃતિ રચાઇ છે. પરંતુ ક્યાંય સામ્યવાદનો સ્પષ્ટ પ્રભાવ ન વતાઁય એની લેખકે અહીં સતત કાળજી રાખી છે. કારણ કે જો સામ્યવાદનું સીધુ આલેખન કરવામાં આવે તો કૃતિ પ્રચારલક્ષી બની જવાનો સંભવ છે. તેથી સામ્યવાદ ના ઘેરા રંગોને પાશ્ચદભૂમિમાં રાખી વ્યાપક માનવતાવાદી દ્રષ્ટિકોણને આગળ કયોઁ છે અને તેથી જ આ નવલકથા માનવી અને માનવી સાથે સંકળાયેલી માનવતાની નવલકથા બની રહે છે.             ‘ફોંતામારા’ ભાંગેલા ગામડા અને તુટેલા મનની નવલકથા છે. અહીં જે ગામડાની કલ્પના કરવામાં આવી છે એ ઈટાલીના સાહિત્યથી તદ્દન વિરૂધ્ધ છે. ઘાટઘૂટ વિનાના, ખખડધજ, માળ મેડી વિનાના ધોલકા છે. કાળની થપાટ ખાઇ ખાઇને કાળા બની ગયેલા દરેક જાતના ભાંગેલા નળિયા અને નાળ છાપરે ગોઠવેલા છે. પથરાળી ટેકરીને માથે ઉભેલા પડુ-પડુ કરતા આ છાપરા ઉભા છે. બારણું કહો, બારી કહો, કે ધૂમાડિયુ કહો જે કહો એ પણ આ સવઁ ઉપયોગ માટે એક જ બાકોરુ છે. ધૂળિયા ફરસ અને એમાં પુરૂષ-સ્ત્રી, બાળકો, ગધેડા, મરઘા-બતકાં સહુ સાથે રહે, સુએ, ખાય અને નવી ઓલાદ પેદા કરે છે. માનવીના જીવન અને ભટકી રવડીને જીંદગી ગુજારતા પશુના જીવન વચ્ચે અહીં કોઇ તફાવત નથી. અહીના માણસો પણ સાવ જડ સંસ્કારહીન અને કંગાલ છે. ખેડૂત પાસે ખાવા માટે ભાખરી નથી. જોડા સીવનાર ઊઘાડા પગે ફરે છે. દરજીના કપડાં ફાટેલા છે. કડિયાને માથે છાપરું નથી. નદી પણ આ લોકોથી જાણે રૂઠી ગઇ છે. અહીં ડુંગરો છે પણ પથરાળા છે. વૃક્ષહિન અને લુખાસુકા છે. અહીંના ખેડૂતો એકલા સમૂહમાં કે કામકરતા કરતા પણ ગીત ગાતા નથી ગીત લલકારવાની એમને આદત જ નથી પણ સોગન ખાઇને ગાળ બોલે છે ખરા. આનંદ હોય કે રોષ પણ ગાળ બોલવાની એટલે બોલવાની.
                   આવા પ્રકારના ભાંગેલા ગામડા અને તુટેલા મનના ખેડૂતો અને ખેતમજુરો ના આલેખન દ્રારા સહ્રદય ભાવકના મનમાં એક કરૂણા જગાવવાનો લેખકનો આશય છે. આપણાં જેવા જ માણસો હોવા છતા સામાજિક શોષણનો ભોગ બની તેઓ જે યાતનાભયુઁ જીવન જીવે છે એ પ્રત્યે માનવતા જગાવવાનો લેખકનો આશય છે. ‘ફોંતામારા’ એક એવા સમાજનું પ્રતિનિધિત્વ લઇને આવે છે જે સમાજ દીન દલિત અને યાતનાપૂણઁ જીવન જીવે છે. લેખકે અહીં પાત્રો અને ઘટનાઓને માત્ર માધ્યમ બનાવીને તે દ્રારા માનવતા અને સંવેદના જગાડવા માટે જ આ પાત્રો અને પ્રસંગો યોજ્યા છે પરંપરાગત નવલકથાની જેમ અહીં પ્રસંગો અને પાત્રો કોઇ વ્યકિત વિશેષ ના જીવનમાં બનવાને બદલે જે સમાજ કે ગામડું લેખકે આલેખ્યુ છે તેમાં બને છે એ રીતે ‘ફોંતામારા’ પરંપરાગત નવલકથાથી રચનારીતિ ની દ્રષ્ટિએ પણ અલગ પડે છે.              ‘ફોંતામારા’ જીવનખાતર કલા સંદભેઁ રચાયેલી કૃતિ છે. આ સંદભઁ એ માનવતાનો સંદભઁ છે. વિવિધ પ્રકારના માનવસમાજની વચ્ચે જે અસમતુલા જોવા મળે છે રાજાશાહી અને મૂડીવાદી લોકો દ્રારા જે શોષણ થાય છે, ગરીબ સ્ત્રીઓ પર જે અત્યાચારો ગુજારવામાં આવે છે, એ બધાને પરિપ્રેક્ષ્ય માં રાખીને આ નવલકથા રચાઇ છે. અમલદારોની શોષણ નીતિ અને તે કારણે ગરીબ ગ્રામીણ સમાજની દયનીયતાનું કથન આ નવલકથામાં છે. ગરીબાઇમાં જીવતા અસંસ્કારી છતા સંવેદનસભર અને માનવતાસભર આ નવલકથાના પાત્રો છે એકબાજુ માનવતાને હણનારો શોષક સમાજ છે. તો બીજીબાજુ દયનીય શોષિત સમાજ છે. ગરીબ, અસહાય લોકોની લાચારી, વેદના, નિરાશા, અજ્ઞાન અને પીડાનું સામ્રાજ્ય અને તેના પ્રત્યેનો લેખકનો સંવેદનાસભર માનવીય દ્રષ્ટિકોણ આ નવલકથામાં વિશેષ ધ્યાનપાત્ર છે.
              આ એક એવા સમાજની વાત લઇને આવતી નવલકથા છે જે સમાજ પોતાના સંતાનોને વારસામાં કંગાલિયત અને યાતના સિવાય કશું આપી શકતો નથી તેને જ લેખક સવઁસત્તાવાદ તરીકે ઓળખાવે છે. લેખકને આવા શોષક સમાજ પ્રત્યે ભયંકર આક્રોશ છે. એટલે જ તેઓ આ નવલકથાનું સજઁન કરીને વિશ્વના લોકોની સામે આ મૂડીવાદી સમાજને ખૂલ્લો પાડે છે. પોતાના વતનથી દૂર વસતા આ લેખકે પોતાના દેશના પિડિતો અને દલિતો માટે આ નવલકથા લખી છે અને એમાં સવઁત્ર વ્યાપક માનવતાનો સ્પશઁ દેખાય છે. નવલકથામાં વિદ્રોહાત્મક સૂર નથી પરંતુ માનવતા સભર સંવેદનાસભર જીવન જીવવા મથતા પાત્રોની વાત આ નવલકથા માં છે. આ ગ્રામીણ સમાજના લોકોનું જીવન કઢંગી અને ઘાટઘૂટ વિનાનું છે. જડ અને ઉપલી સપાટીએ સંસ્કારહીન દેખાય એવું એ લોકોનું ગામડું છે. એવું જ એમનું દુઃખદદઁ ભયુઁ જીવન છે. અહીં કયારેય કશું નવું રસભયુઁ ઉત્તેજના ભયુઁ દેખાતું નથી. વષોઁથી એક જ પ્રકારની પરંપરામાં પિસાતા ગામડાના લોકો અને છતા તેઓના અંતરમાં જીવતી માનવતા અને એ પ્રત્યે લેખકની કરૂણા આ નવલકથા ના કેન્દ્ર સ્થાને છે અને એ બધાના પાયામાં આ લોકોનું અજ્ઞાન છે.              નવલકથાનો આરંભ વિજળી ચાલ્યા જવાથી થાય છે. વિજળી માટે અંગ્રેજીમાં Power શબ્દના બે અથઁ છે. ૧- વિજપ્રવાહ અને ૨- સત્તા. બંન્ને અથોઁ અહીં પ્રતિકાત્મક રીતે ભાગ ભજવે છે. વિજળી ચાલી જતા ગામ લોકો અહીં Powerless બને છે. તો કોઇપણ પ્રકારની સત્તા ન હોવાથી પણ તેઓ બીજા અથઁમાં Powerless જ છે. નવલકથાના પ્રથમ પ્રકરણમાં ફોંતામારામાં આવેલા વિજળીના બીલના ઉઘરાણીદાર સાથે ગામલોકો કઇ રીતે વતેઁ છે તેનું આલેખન છે. બીજા પ્રકરણમાં ગામનો નવો બનેલો સરપંચ તેની નહેરના કોંટ્રાકટર સાથેની સાંઠગાઠ અને તેના કારણે ગામલોકોના થતા શોષણની ઘટના છે. ત્રીજા પ્રકરણમાં ગામલોકોના ભોળપણ નો લાગ લઇને કોંટ્રાકટર ખેડૂતોને ઉપયોગી ઝરણાના પાણી નું વહેણ પોતાની તરફવાળી લઇને બદમાશી કરે છે એ પ્રસંગ આલેખાયો છે. ચોથા પ્રકરણમાં રોમની નવી સરકારની સામે વિરોધ પ્રગટ કરવા ગામલોકો સુત્રોચ્ચાર પ્રગટ કરે છે ત્યારે તેમની સાથે અમલદાર શાહીનું કેવું વતઁન હોય છે એનું આલેખન છે. નવલકથાના પાંચમાં પ્રકરણમાં અમલદારો દ્રારા વિરોધના પ્રત્યાઘાત રૂપે સ્ત્રીઓ પર જે અત્યાચાર ગુજારાય છે એનું દદઁનાક બયાન વાતાઁ કથકની પત્ની દ્રારા પ્રસ્તુત થાય છે. આ ભાગ નવલકથાનો સૌથી વધુ સંવેદનસ્પશીઁ ભાગ છે. છઠ્ઠા પ્રકરણમાં સીતમનો ભોગ બનેલ મારીયા અને તે જોઇને ડઘાઇ ગયેલી એલિવરાની માનસિક યાતનાનું આલેખન છે. સાતમાં પ્રકરણમાં જમીનદારો અને એને વશ વતીઁને ચાલતા અમલદારો ફોંતામારાના ખેડૂતોનું કેવું અસહ્ય શોષણ કરે છે. તેનું દયનીય આલેખન છે. આઠમા/ નવમાં અને દસમાં પ્રકરણમાં કથા થોડી ફંટાતી દેખાય છે. બેરાદોઁ અને વાતાઁકથકનો પુત્ર પોતાની કંગાલિયત થી ત્રાસીને શહેરમાં કમાવા જવાનો નિણઁય કરે છે અને ફોંતામારા છોડીને ગમે તેવું વૈતરું કરવા ગામ છોડી રોમ જવા ચાલી નીકળે છે.              આમ નવલકથાના જુદા જુદા પ્રકરણોમાં બનતા પ્રસંગો કે તે સાથે સંકળાયેલા પાત્રો કરતા વિશેષ તો ગરીબ સમાજના જીવનની યાતનાઓ અને તેના કારણે સહ્રદય ભાવકના મનમાં જાગતી સંવેદનાઓ વિશેષ ધ્યાન ખેંચે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...