મુખ્ય સામગ્રી પર જાઓ

અતિતના અત્તર

લેખક: ચિંતન પટેલ
Owner of This Blog

"વહુ, ઘડિયાળમાં સેલ પુરા થઈ ગયા લાગે છે. જો ને જરા."

"હા હવે જોઉં છું થોભોને જરા."

"બેટા, ઘડિયાળ બંધ થઈ ગઈ છે. સમય વીતે છે એની ખબર જ નથી પડતી. સમય જલ્દી જલ્દી વીતી જાય છે. અને આપણે પાછળ રહી જઈશું."

"હા કહ્યુંને એકવાર. જાતે ન થતું હોય તો પડી રહોને પથારીમાં તમારે એકલું ઘડિયાળ જોવાનું જ કામ છે. જ્યારે મારે બીજા ઘણા કામ કરવાના છે."

રાહુલ સ્કૂલેથી આવ્યો.

"બેટા, કેમ મોડું થયું?"

"થાય હવે કામ હતું. તમે પણ બધી વાતે પંચાત કર્યા કરો છો તે. મમ્મી, બાને કંઈ સમજાવ ને." રાહુલે બૂમ પાડી.

"કેવો જમાનો આવી ગયો છે! પોતાની કોઈને કશી પડી જ નથી. વૃદ્ધત્વ આવું હોય છે!" આટલું વિચારતા બાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. એક તો સમય પ્રમાણે કશું થતું નથી. ઉપરથી પોતાનું કોઈ સાંભળતું નથી.ઘડિયાળ બંધ છે. ઝડપથી વીતતો વર્તમાન ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે. અને બા બંધ ઘડિયાળની સાથે અતીતમાં ભુલા પડી ગયા છે. બાના જીવનમાંથી અતીતની સ્મૃતિઓ ભૂંસાવાને બદલે વધું ઘાટી થતી જાય છે.

અચાનક ડોરબેલ રણક્યો. આરતીએ ટી.વી. બંધ કર્યું. અને દરવાજો ખોલ્યો. અપૂર્વને એ બહાર જ ભેટી પડી.

"કેમ છો? આજનો દિવસ કેવો રહ્યો?" આરતીએ પૂછ્યું.

"સરસ. તારા જેવી પત્ની હોય પછી પૂછવાનું જ શુ?" અપૂર્વએ જવાબ આપ્યો.

"આજે ફિલ્મ જોવા જવાનું છે તે યાદ છે ને?"

"હા બરાબર યાદ છે." અપૂર્વએ આરતીના ગાલ પર ટપલી મારતા કહ્યું.

"તમને કેટલા વાગ્યે આવવાનું કહ્યું હતું?"

"પાંચ વાગ્યે"

"બરાબર પાંચ વાગી ચુક્યા છે. સમય થઈ ગયો છે. જવું છે હવે?"

"જેવી તારી મરજી."

"કેવું સરસ દામ્પત્યજીવન. બધું સમય પ્રમાણે વ્યવસ્થિત થાય છે." આરતીએ વિચાર્યું. બંને ફિલ્મ પુરી કરી ઘરે આવ્યા. માર્ગમાં કોઈ રેસ્ટોરન્ટમાં બંનેએ ડિનર કરી લીધું હતું. એટલે રસોઈ કરવાની કોઈ ખટપટ નહોતી. બંને આરામથી સોફા પર બેસી પ્રણયની વાતો કરવા લાગ્યા. રાતના દસના ટકોરા થયા. બંનેએ સુવાની તૈયારી કરી. પરંતુ સુવાની હજુ વાર હતી. કારણકે લગ્ન કર્યાનો આ બીજો દિવસ હતો.

ધીમે ધીમે દિવસો વીત્યા, અઠવાડિયા વીત્યા, મહિનાઓ વીત્યા. બધું મીઠું મીઠું લાગતું હતું. આરતીની મરજી મુજબ બધું થતું હતું. ઘડિયાળના ટકોરે જીવન ચાલતું હતું. અપૂર્વ પણ આરતીને ખૂબ પ્રેમ કરતો હતો. મોડી રાત સુધી બંને વચ્ચે પ્રણયગોષ્ઠી ચાલતી રહેતી. અપૂર્વ પોતાની બધી જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવતો હતો. ક્યાંકથી વાસ્તવિકતાએ ડોકિયું કર્યું અને પાછી સંતાઈ ગઈ. વારંવાર વાસ્તવિકતા અપૂર્વ અને આરતીના આ મધુર દામ્પત્યને નિહાળતી અને પાછી શરમાઈને સંતાઈ જતી હતી. વાસ્તવિકતા ખુદ પોતાનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નહોતી.

એક વાર અપૂર્વ નોકરીએથી ઘેર આવ્યો. ત્યારે આરતી ઘરમાં નહોતી. એણે પડોશમાં તપાસ કરી એક પડોશીએ કહ્યું કે આરતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

"કેમ શું થયું એને?" અપૂર્વએ પૂછ્યું.

"એને પેટમાં ખૂબ દુખતું હતું."

અપૂર્વએ ગાડી ચાલું કરી અને સીધો હોસ્પિટલ પહોંચ્યો. આરતીએ અપૂર્વની જવાબદારીમાં વધારો કર્યો. આરતીને હોસ્પિટલમાં જે રૂમમાં દાખલ કરવામાં આવી હતી, એ રૂમમાંથી તાજા જન્મેલા બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. અપૂર્વ સમજી ગયો. આખી સોસાયટીમાં પેંડા વહેંચાયા. અને નાના ચિરાગને લઈને આરતી ઘરમાં આવી.

પેલી વાસ્તવિકતાએ ફરી ડોકિયું કર્યું. અને પાછી સંતાઈ ગઈ. આરતીની સામે આવવાની એની હિમ્મત ન ચાલી. ધીમે ધીમે ચિરાગ મોટો થવા લાગ્યો. આરતી એનો ઉછેર કરવાની જવાબદારીમાં પરોવાયેલી રહેતી. એને તૈયાર કરવો, સમયસર સ્કૂલે અને ટ્યુશને મોકલવો, વગેરે વગેરે. સમય પ્રમાણે ચાલનારી આરતીએ એક વખત અપૂર્વને મજાકમાં કહ્યું પણ ખરું કે, "ચિરાગ પણ કેવો મારી જેમ સમય પ્રમાણે ચાલનારો છે, નવ મહિનામાં એક પણ દિવસનો વિલંબ કર્યા વિના આપેલા સમયે હાજર થઈ ગયો."

ધીમે ધીમે ચિરાગ સ્કૂલે જતો બંધ થયો. અને નોકરીએ જતો થયો. આરતી પોતાના થોડા ઘણા સફેદ થયેલા વાળમાં ડાય કરવા બેઠી. ચિરાગ સમયસર નોકરીએ જતો. અને પાછો સમયસર ઘેર હાજર થતો. એની આ સમયસૂચકતાથી આરતી ખૂબ ખુશ થતી. અપૂર્વએ નોકરીએ જવાનું બંધ કર્યું. અને નિવૃત થઈ ઘરમાં બેઠો. આરતીના વાળ પુરેપુરા સફેદ થઈ જાય એ પહેલાં આરતીના કહેવાથી ચિરાગના જીવનમાં લક્ષ્મીનું અવતરણ થયું.

હવે તો વાસ્તવિકતા પણ અકળાઈ ગઈ હતી. હવે એનાથી શાંત બેસી શકાય એમ નહોતું. હવે જો તે પોતાનું અસ્તિત્વ આરતીને ન બતાવે તો અનર્થ થઈ જશે એમ વાસ્તવિકતાને લાગ્યું. એણે ફરી ક્યાંકથી ડોકિયું કર્યું. અને સામે આવતા આવતા પાછી ક્યાંક સંતાઈ ગઈ.

ચિરાગના ઘરમાં કુળદીપકે જન્મ લીધો. એનું નામ રાહુલ રાખવામાં આવ્યું. રાહુલ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. અને સ્કૂલે જવા લાગ્યો. ચિરાગની નવી આવેલી વહું પણ જૂની થતી ચાલી.

"બા ઘડિયાળના સેલ બદલી નાંખ્યા છે. હવે ખટપટ કર્યા વગર બેસી રહેજો. તમારે તો કોઈ કામધંધો નથી. પણ અમારે હજુ ઘણું કામ છે." વહુંનો અવાજ કાને પડતા આરતી ચોંકી ઉઠી. એણે આજુબાજુ હાથ ફેરવી પોતાના જાડા કાચના ચશ્મા શોધીને પહેર્યા. અને પોતાના સંપૂર્ણ ધોળા થઈ ગયેલા વાળનો અંબોડો વાળી બાજુમાં મુકેલ વોકરના ટેકા વડે ઉભા થઇ, એક હાથ આંખ આડે રાખી ઘડિયાળમાં જોયું. ઘડિયાળ ચાલુ થઈ ગઈ હતી. અતીતના અત્તરની એ સુવાસ હવામાં ક્યાંક ઓગળી ગઈ. આરતીએ ફરી પેલા ઝડપથી ચાલતા વર્તમાનમાં પગ મૂક્યો. અને ક્યાંકથી ડોકિયું કરતી પેલી વાસ્તવિકતાએ પોતાનું અસ્તિત્વ બતાવ્યું. એ જોઈને આરતી અપૂર્વના હાર ચઢાવેલા ફોટા તરફ નજર કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...