લેખક: લક્ષ્મણ માને
લક્ષ્મણ માનેની આત્મકથા એક આદમીની કથા છે. ‘ઉપરા’ એટલે પરાયા. લક્ષ્મણ માને એ શિક્ષણને કારણે પ્રાપ્ત કરેલી આત્મસંજ્ઞા ને કારણે પોતાના સમાજથી વેગળા પડી ગયા. તેમાં વળી શાળા-કોલેજમાં ભણીને મધ્યમવગીઁય વિચારસરણીને સ્વીકારવાથી અને ખાસ તો મરાઠા કન્યા જોડે લગ્ન કરવાથી એમની જાતિએ અને એમના મા-બાપે પણ એમનો બહિષ્કાર કયોઁ આથી તેઓ ન રહ્યા પોતાની જાતિના કે ન સમાજના એવા વેગળા પડી ગયેલા માનવીની આ આત્મકથા છે. દરેક જગ્યાએ લક્ષ્મણ માનેને પરાયા પણાંનો જ અનુભવ થયો છે અને એનું બયાન ‘ઉપરા’ શિષઁકથી રચાયેલી આ આત્મકથા માં આપ્યું છે. ‘ઉપરા’ એક અનોખી આત્મકથા છે. પણ આત્મકથાની પરંપરામાં એનું સ્થાન ક્યાં ? શું ઉપરા આત્મકથાને આપણે દલિત સાહિત્યની ખળભળાટ મચાવનારી કૃતિ ગણાવી શકીશું ? છેલ્લા વિસેક વષઁ દરમિયાન સમાજના નીચલા થરમાંથી આવતા નવશિક્ષિત યુવાનોએ વિદ્રોહાત્મક સાહિત્યનું સજઁન કયુઁ છે. એમની થયેલી ઉપેક્ષાનું, એમના સંતાપ અને વેદનાનું નિખાલસપણે આલેખન કરનાર સાહિત્યને સગવડ ખાતર દલિત સાહિત્ય કહીને ઓળખવામાં આવ્યું છે. ‘ઉપરા’ વિશે લક્ષ્મણ માને લખે છે કે-
“જે જીવ્યો, જે વેઠ્યું, અનુભવ્યુ, જોયુ એ બધુ એમનો એમ જ લખતો ગયો. ફરીથી એકવાર એજ જિંદગી જીવતો હતો.”
“જે જીવ્યો, જે વેઠ્યું, અનુભવ્યુ, જોયુ એ બધુ એમનો એમ જ લખતો ગયો. ફરીથી એકવાર એજ જિંદગી જીવતો હતો.”
લક્ષ્મણ માને એવા સમાજમાં જન્મ્યો છે જેમાં માંગીને લાવેલુ થીંગડાવાળુ અને કરચલીવાળુ શટઁ પહેરવાનું આ શટઁથી જ આખુ શરીર ઢંકાઇ જાય ચડ્ડીનો તો પત્તોજ ન મળે. બધુ કામ પેલા મોટા શટઁથી જ પતી જતુ. શટઁની બાંયો એટલી લાંબી કે તેનો ઉપયોગ લીંટ લુછવા માટે થતો. જ્યાં ખાવા માટે ફાંફાં મારવા પડતા હોય ત્યાં પહેરવા-ઓઢવાની તો વાત જ કયાં કરવી ? આ તો થઇ માનસિક યાતના. દલિતો માટે આવી યાતનાનો પાર નહોતો. લક્ષ્મણ માનેની કૈકાડી જાત. ગધેડા રાખે. ગામેગામ ભટકવાનું. ટોપલા ટોપલી બનાવીને વેચવાના. કોઇ ચોક્કસ નિવાસ નહિ. આવા ગધેડા ચરતા ચરતા કોઇની વાડે જાય ત્યારે ગાળોથી બચવાનું અને ગધેડા જો ડબ્બામાં પૂરાઇ જાય તો ખાવા પડતા લીલી સોટીના ફટકાથી પણ ઘણું સહન કરવાનું આવ્યું છે. આ સવણોઁ કયારેક તો પશુઓ કરતા પણ ભયંકર વ્યવહાર આ દલિતો સાથે કરે છે શું દલિતો માણસ નથી ? કયારેક તો એમ લાગે છે કે દલિતોના આવા જીવન કરતા તો પશુઓનું જીવન ઘણું સારું. જે લોહી સવણોઁની નશોમાં વહે છે એજ લોહી દલિતોની નશોમાં પણ વહે છે તો પછી આવો અન્યાય શા માટે ?
લેખકની માં ટોપલા-ટોપલી બનાવતી. વેચવા જતી એક ગામમાં પટલાણીને ત્રણ ઉપણિયા બનાવી આપ્યા. એણે વધ્યુ-ઘટ્યુ ખાવાનું આપેલું તો બીજી જગ્યાએ ટોપલા સાંધવા ગયેલી ત્યાંથી થોડુ ઘણું આપ્યું. વાસી ખાવાનું આપે તો પણ બોલવાનું નહિ. ચુપચાપ મુંગે મોઢે લઇ લેવાનું. બધા જમવા બેઠા. મા જમી નહી અને લેખક પાસે ભાખરી અને ખટાઇ ગયેલી દાળ આવી. એવી આ દલિતોની સ્થિતિ હતી.
એકવખત લક્ષ્મણ ગધેડા ચારવા ગયેલો. લક્ષ્મણ કોઇ વિચારોમાં ખોવાઇ ગયો. એવામાં એક બાઇએ આવીને લમણાં માં એક પાડી ત્યારે ભાનમાં આવ્યો પેલી બાઇ બોલીઃ- “ભડવા ગધેડાએ ઓછો ઓખણી નાંખ્યો. ને તું આંય મુતર પીવા ઊભો સે ? મડદાલ ભીખારા ગામને માથે ત્રાસ છે હારઓનો !”
આટલુ બોલ્યા બાદ કાન પકડીને ખેંચ્યો લક્ષ્મણની ચડ્ડી ભીની થઇ ગઇ. કાન ખેંચાઇને જાણે તુટી રહ્યો હતો. જીવલેણ સણકા મારતા હતા પણ બાઇ છોડતી ન હતી પછી છેક લેખકના ઘેર આવીને છોડ્યો. આવી શારીરિક યાતનાઓનો કંઇ પાર નહોતો. લેખકનો બાપો લેખકને ભણાવવા માંગતો હતો. માસ્તરને મળીને નિશાળે મુકયો. ગરીબ છોકરો કપડાંના ઠેકાણા નહિ. તો પછી પાટી-પેનની તો વાતજ કયાં કરવી ? લેખકનો દેદાર ઉકરડાં પરના કુતરા જેવો. કોઇ પણ છોકરું લક્ષ્મણની પાસે ન આવે. આવા દલિતો સાથે શિક્ષક પણ વાત નહિ કરે. મરઘીઓ જેમ પોતાના બચ્ચાઓ સાથે બીજી કોઇ મરઘીનું બચ્ચુ આવે તો એને ચાંચો મારીને વિતાડે એમ બધા છોકરાઓ લક્ષ્મણને વિતાડવા લાગ્યા. નિશાળમાં ખાલી બેસી રહેવાનું જોયા કરવાનું કંટાળો આવતો ભાઇઓ યાદ આવી જતા જીવ કયાંય ચોંટતો નહોતો બીજા છોકરાઓ પાસે ચડ્ડી, ટોપી, પહેરણ, પાટી, પેન, થેલી બધુ હોય. પણ લેખક પાસે પહેરણ સિવાય કંઇ જ નહિ એના લીધે લક્ષ્મણ મસ્તીથી ઝોકા ખાતો. ઊંઘી જતો બીજા છોકરાઓ કાનમાં સળી નાંખીને એને ઉઠાડતા અને પછી બધા હસતા. આવી સ્થિતિ દલિતોની હતી શિક્ષણ આપવાનો અને શિક્ષણ લેવાનો દરેકને સમાન અધિકાર છે. શિક્ષકો જો પ્રેમથી એમની સાથે વાતો કરી હોત તો આવા કેટલાય દલિતો શિક્ષણથી વંચિત રહ્યા નહોત. દલિતોમાં અજ્ઞાનતા ને કારણે બીજા ઘણાં દૂષણો પણ ઘર કરી ગયા હોય. અક્ષરજ્ઞાન ના અભાવે અંધશ્રધ્ધાએ ખાસ્સો ફેલાવો કયોઁ હોય. દલિતોનું મોટાભાગનું આયુષ્ય આવી અંધશ્રધ્ધાઓ માં જ ખચાઁઇ જાય. એના ઘણાં દ્રષ્ટાંતો ‘ઉપરા’ માં જોવા મળે છે. જેમકે-
લક્ષ્મણનો બાપો ડુંગરામાં સોટીઓ કાપવા ગયો સુરજ ઉગવાને વાર હતી. ભળભાંખળું થયુ હતુ. ફાળિયું બાંધીને બાપો તો સોટીઓ કાપવા લાગ્યો. બેચાર ટોપલાઓ જેટલી સોટીઓ તો ભેગી કરવી જ પડે. કાપવા લાગ્યો એકાએક લોહીની ધાર પડવા લાગી બાપાને થયુ હાથ કપાઇ ગયો. પણ જોયુ તો સાપ કપાઇ ગયેલો. બાપો ગભરાયો પગ વડે સુકા પાંદડા ભેગા કયાઁ. નજર તો સાપ ઉપર જ રાખી પછી સુકા પાંદડાઓ સળગાવ્યા. સાપ તો બળી ગયો હશે પણ બાપાને ચિંતા પેઠી. આથી કાળુભાઇ, યલ્લમા, લમાન એ બધા દેવ-દેવીઓના નામ લેતો એ ઘેર આવ્યો.
લેખકની બહેન સમી ને ખેંચ આવી. દાંત બિડાઇ ગયા. હાથપગની નસો ખેંચાઇ ગઇ. ડોળા સફેદ થઇ ગયા. બાપાએ ટોપલી માંથી ભગવાનની ભભૂત કાઢી સમીને લગાવી કોઇ ફેર ન પડ્યો બાપો ધૂણવા લાગ્યો “બોલ તુ કુણ સે ? ચ્યમ આવ્યો સે ? ભગવાન સે કે ભૂત સે ? બોલ.”
દલિતોની લાચાર દશા માટે કોણ જવાબદાર ? એ પ્રશ્ન વિચાર માંગી લે એવો છે. જયાં પેટનો ખાડો જ ન પૂરાઇ રહે ત્યાં ધમઁ, શિક્ષણ, આસ્થા, ફિલસૂફી એવા વિષયોની તો વાત જ કયાં એકવાર આ બધા નાના છોકરાઓ રમી રહ્યા હતા એવામાં નાની બહેન સમીએ આવીને કહ્યું “મોટા ભૈ ભુખ લાગી સે.” લક્ષ્મણ એને ગધેડા સાચવવા મોકલી પોતે વાટકો લઇને ઘેર ઘેર “ભાખરી આપજો બા કાલ-પરમદિ નું આલજો કાકી” એમ બોલતો ગામમા ફરવા લાગ્યો. કલાકમાં વાટકો ભરાઇ ગયો. ઘેર આવ્યો તો બહેનો ભૂખથી બેબાકળી થઇ ગઇ હતી. બધાએ બધુ ખાધુ તો જીવ આવ્યો.
એક વખત ગામમાં મેળો ભરાયો. શિરપાએ એક જનાવર પકડ્યું ચારેય પગ બાંધ્યા. સુકા પાંદડા સળગાવ્યા. જનાવરની છાતીમાં લાતો મારી-મારીને એનો જીવ લીધો. ડુક્કર કાપવાનું નહિ. દેવતા ઉપર ધયુઁ શિરપો વષઁમાં એકજ વખત જનાવર મારતો. બાપાએ પથ્થરથી ચામડી ઉતારી પછી જે ખાલ નીકળી એને ચીરીને ટૂકડા કયાઁ. ડુક્કરનું મટન એટલે સૌને ભાવતુ ભોજન. સૌ દારૂ પીતા જાય અને મટન ખાતા જાય. આવી પછાત જાતિમાં લક્ષ્મણ માને જનમ્યો હતો. કૈકાડી ને કોઇ સહેલાઇથી કામ આપતુ નહિ. બટકુ રોટલી માટે લેખકનો બાપો અધમૂઓ થઇ જતો. ઢગલેબંધ વજન પીઠ પર ઊંચકતો અને જે કંઇ થોડી ઘણી મજૂરી મળે એ લઇને ઘેર આવતો વચ્ચે થોડુંક પીતોય ખરો. ચોમાસામાં કામ મળે નહિ. ભુખમરા ના દિવસો અષાઢ અને શ્રાવણ તો દુશ્મન જેવા લાગે. લક્ષ્મણ પણ ખૂબ નાની ઉંમરે બેંડવાળામાં વગાડતા શીખી ગયેલો ઘૂઘરા સરસ તાલમાં વગાડતો લગ્નના દિવસે તો મામુલી છોકરુંય કહે કે ‘વગાડ’ તો વગાડવું પડતું. આ વાજાવાળાની જમવાની પંગત પણ અલગ હતી. મંડપની બહાર ચા માટે પણ એમણે પોતાના વાસણ રાખવાના. જમવા માટે પડિયા અને પતરાળા માંગે તો જ પિરસે અને જમ્યા પછી પડિયા જાતે જ ઉપાડવાના એકવખત આવા લગ્નસરામાં લેખક્ને રૂપિયા ૨૧/- મળ્યા હતા. એમાંથી એના બાપાએ એને પાટી ચોપડી પેનિસલ અને કપડાં લઇ આપેલા. આવા દલિતોને કોઇનો પણ સહારો નહિ. કુટુંબીજનોનો પણ નહિ. લેખકના એક મામા હતા. મારુતિ મામા એની વહુ એટલે પારુમામી ગોરી ગોરી. રસ્તાની બાજુમાં એ ન્હાવા બેસે એટલે જુવાનિયાઓ સમડી ગીધડાંની જેમ સુંઘતા ફરતા. એ ન્હાય એટલે એને ઘણી ગાળ દેતો. “એ તારી માં પર ગધેડો ચડાવું તુ બોમણના ઘરની સે કે પછી ડિલે ગૂ લગાયો સે તી ઘડીએ ઘડીએ ન્હાય સે.” એ પારુ મામીને બે-ચાર આદમીઓ ઉંઘમાં જ ઉપાડી ગયેલા અને બળાત્કાર ગુજારી છોડી મુકેલી પારુ કહેતી હતી.“બૌ જુલ્મ થયો હવે હું કરુ ? બૌ કળતર વેઠ્યું, વરુઓએ છોડી નૈ શરીર ના ટૂકડા થૈ જયા.”
આવા સમયે મારુતિ મામો પણ એને છોડીને જતો રહેલો. દલિતો ની આવી જિંદગી ને શું કહેવું ?
આવા સમયે મારુતિ મામો પણ એને છોડીને જતો રહેલો. દલિતો ની આવી જિંદગી ને શું કહેવું ?
ગામમાં કોઇને ત્યાં લગ્ન હોય એટલે લેખક જેવા ભિખારાઓની દોડધામ વધી જતી. એની મા ને તો કામ જ કામ પડે. મંડપની અંદર-બહારની જગ્યા વાળવાની. લેખક મા ને મદદ કરતા ઘરમાં ચૂલો સળગાવવાનો નહિ. લેખક આખો દિવસ થૂંક જ ગળ્યા કરે કયારે પંગત બેસે એવુ થઇ જતુ દલિતોની પંગત બેસે એવુ થઇ જતુ દલિતોની પંગત ઉકરડે બેસતી પિરસવાવાળાઓ “એની મા ને સોદે” એમ કહીને ગાળો દેતા. ખાવા માટે ધકકામુકકી અને પડાપડી થઇ જતી લેખકે કાલાવાલા કરવા પડતા. “ભાઇ પિરસોને ! બાપા પિરસોને !” પછી જે કંઇ મળે તે ખાવાનું પંગત પૂરી થાય એટલે ઉકરડે પતરાળા નો ઢગલો થતો અને દલિતો એના પર તુટી પડતા. જે કંઇ મળે એને ગાભામાં ભરી લેતા. આમ અત્યંત ગરીબાઇ અને ભૂખમરા માં દલિતો જીવન વિતાવતા હતા. બબિયો મહાદિયો અને લેખક ત્રણ મિત્રો. ગામના ફરતે નહેર. કેળના બાગ શેરડીના ખેતર. પપૈયા મગફળી એવું બધુંય હોય. આજુબાજુ જોઇને સડુએ છૂટા છૂટા શેરડીમાં પેંસવાનું પાછું હાલવાનું નહી. પેટ ભરીને શેરડી ખાવાની અને કોઇ જુએ નહિ એ રીતે છૂટા છૂટા બહાર નીકળવાનું. આમ ચોરી કરીને જ ખાવાનું એ જાણે આ દલિતોનો ધમઁ થઇ ગયો હતો. લેખક સાતમું ધોરણ પાસ થયા એટલે એના બાપા એને મઢીના મેળામાં લઇ ગયા. આ મેળામાં લેખકે જોયું એ દ્રશ્ય હ્રદયવિદારક હતુ. મેળામાં પંચાયત ભરાય. ગુનેગારે ત્યાં હાજર રહેવાનું ગુનેગાર ના માથે ગૂ વાળા પાણીનો ઘડો મુકવામાં આવતો એણે ભગવાનની પ્રદક્ષિણા કરવાની. એ વખતે ત્યાં બેઠેલા પંચાપિયાઓ ઘડામાં પથ્થર મારે ઘડામાં કાણું પડે અને ગૂ વાળુ પાણી ગુનેગારના શરીર પર પડતું. આવી પરિસ્થિતિમાં ન્યાય મેળવવા જાય તો ગાંડા થઇ જવાની નોબત આવે એવી દલિતો ની સ્થિતિ હતી. લેખકના લગ્ન શશી સાથે થયા. બીજી ન્યાત માં લગ્ન કયાઁ હોવાથી સમાજ અને કુટુંબ વિરુધ્ધ બન્યા હતા. પણ કોલ્હાપૂરમાં ઉમિઁલા કાકી, પટગાંવકર, શ્યામરાવ, પટવધઁન વગેરી મદદ કરી. ઘરવખરી વસાવી આપી. ચાર દિવસ આ બન્નેને રાખ્યા. દરરોજ પેટ ભરીને જમવાનું ત્યારે લેખક લખે છે-”અત્યાર સુધી ઉકરડા ને કિનારે મોટો થયેલો હું. આટલું સન્માન કયારેય થયુ નહોતુ જિંદગીમાં પહેલી જ વાર ગાદલાં પર સુવામાં કેવુ લાગે....... એ હું અનુભવતો હતો. નહિ તો આપણને તો શેતરંજી ગુણ કે કંતાનનો ટૂકડો કંઇ પણ ચાલતુ.”
આમ, ‘ઉપરા’ ને સાચા અથઁમાં દલિત સમાજ નું પ્રતિનિધિત્વ કરતી આત્મકથા છે
આમ, ‘ઉપરા’ ને સાચા અથઁમાં દલિત સમાજ નું પ્રતિનિધિત્વ કરતી આત્મકથા છે
ટિપ્પણીઓ