મુખ્ય સામગ્રી પર જાઓ

કુદરતની કરામત

ડો.માર્ક વિખ્યાત કેન્સર સ્પેશીયાલીસ્ટ હતા. એકવાર એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. કોઇ ટેકનિકલ ક્ષતીને કારણે વિમાનને ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું.*   *આ વિમાન હવે આગળની ઉડાન ભરી શકે તેમ નહોતું એટલે ડો. માર્કે રીસેપ્શન પર જઇને આગળની સફર માટે પુછપરછ કરી. રીસેપનીસ્ટે જણાવ્યુ કે આપને જે શહેરમાં જવું છે ત્યાં જવા માટેની ફ્લાઇટ હવે 12 કલાક પછી જ મળી શકે તેમ છે. જો આપને ઉતાવળ હોય તો આપ ટેક્સી ભાડા પર લઇને સેલ્ફ ડ્રાઇવીંગ કરીને જઇ શકો છો.

કોન્ફરન્સમાં પહોંચવું બહુ જ જરૂરી હતુ આથી ડો.માર્ક આ વિસ્તારથી સાવ અજાણ્યા હોવા છતા ટેકસી ભાડા પર લઇને નીકળી પડ્યા. જીપીએસ સીસ્ટમ પર તે શહેરમાં 4 કલાકમાં પહોંચી જવાશે એવો સંદેશો જોઇને ડો.માર્કને હાશકારો થયો. હજુ તો એકાદ કલાક પસાર થયો ત્યાં જોરદાર વરસાદ અને વાવાઝોડું શરૂ થયુ. જીપીએસ કામ કરતું બંધ થઇ ગયુ અને ડોકટર સાવ અજાણ્યા વિસ્તારમાં ફસાઇ ગયા. એમણે ધીમે ધીમે ગાડી ચલાવવાની ચાલુ જ રાખી.
લગભગ 5-6 કલાકના સતત ડ્રાઇવીંગ પછી પણ ક્યાં પહોંચ્યા એની કંઇ ખબર પડતી નહોતી. સાવ ઉજ્જડ વિસ્તાર હતો. એક નાનું મકાન દેખાયુ એટલે ડો.માર્ક ત્યાં પહોંચી ગયા. એ ખુબ થાકેલા હતા અને ભૂખ પણ ખુબ લાગી હતી. ઘરમાં જઇને જો કંઇ ખાવાનું હોય તો આપવા માટે ડો.માર્કે ઘરના માલીકને વિનંતી કરી. માલીક બહુ માયાળુ સ્વભાવના હતા એમણે તુંરત જ રસોઇ બનાવી અને નવા અજાણ્યા મહેમાનને જમવા માટે બોલાવ્યા.
ડો.માર્કની સાથે ઘરનો માલીક પણ જમવા માટે બેઠો. જમતા પહેલા એ ભગવાનને કંઇક પ્રાર્થના કરતો હતો. લગભગ 3-4 વખત પ્રાર્થના કરી એટલે ડો.માર્કેને થયુ કે આ માણસ કોઇ મુશ્કેલીમાં લાગે છે. ડો.માર્કે એ ઘરના માલીકને પુછ્યુ, " આપ શું પ્રાર્થના કરી રહ્યા છો ? અને તમને એવુ લાગે છે કે ભગવાનને તમારી આ પ્રાર્થના સંભળાતી હશે ?
ઘરના માલીકે કહ્યુ, હું ઘણા સમયથી નિયમીત પ્રાર્થના કરુ છું. આજદિવસ સુધી તો ભગવાને મારી પ્રાર્થનાનો પ્રતિસાદ આપ્યો નથી પણ મને ભગવાન પર શ્રધ્ધા છે કે એ મારી પ્રાર્થના એકદિવસ જરૂર સાંભળશે." ડો. માર્કે પુછ્યુ, " પણ તમે પ્રાર્થના શું કરતા હતા ? " ઘરના માલિકે ખુણામાં રહેલી એક પથારી બતાવીને કહ્યુ , " આ મારો દિકરો છે એને કેન્સર છે અને આ એ પ્રકારનું કેન્સર છે જેની સારવાર માર્ક નામના કોઇ ડોકટર જ કરી શકે તેમ છે. એની પાસે જવાના કે સારવાર કરાવવાના મારી પાસે કોઇ પૈસા નથી આથી હું રોજ ભગવાનને પ્રાર્થના કરુ છું કે એ કોઇ મદદ કરે અને મારા દિકરાને રોગ મુકત કરે

ડો. માર્કની આંખો પહોળી થઇ ગઇ. ક્યાં જવા નીકળ્યા અને ક્યાં પહોંચી ગયા એ સમગ્ર ઘટના એના સ્મૃતિપટ પરથી પસાર થઇ અને એટલુ જ બોલ્યા, ખરેખર ભગવાન મહાન છે અને હદયથી થયેલી પ્રાર્થના સાંભળે જ છે.
આપણા જીવનમાં બનતી તમામ ઘટનાઓ માત્ર અકસ્માતો નથી હોતા દરેક ઘટનાઓમાં કુદરતની કોઇ કરામત હોય છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...