જુના જમાનામાં એક ચુસ્ત ચોર, નાસ્તિક ચોર હતો. તે કોઈ ધર્મધ્યાનમાં માને નહીં. કોઈ મંદીરમાં દેવદર્શને જાય નહીં, કથાવાર્તા સાંભળે નહી. હવે બન્યું એવું કે ચોમાસાની એક રાતે ચોરી કરવા નીકળ્યો. એક ઘરમાં કોઈ કથાવાર્તા ચાલતી હતી. ચોરે તો એ સંભળાય નહીં એ માટે કાનમાં આંગળી ભરાવી દીધા હજી એ ઘર પાસેથી પસાર થતો હતો ત્યાં પગમાં કાંટો વાગ્યો. કાંટો કાઢવા એક કાનમાંથી એક આંગળી હટાવવી પડી અને કાનમાં શબ્દો પડ્યા – ‘દેવને પડછાયો હોતો નથી’ એ તો કાંટો કાઢી આગળ વધી ગયો. ગામમાં તો ક્યાંય મેળ ન પડ્યો પણ ગામને છેડે એક મંદીર હતું ત્યાં પહોંચ્યો. એને થયું કે ભગવાનની મુર્તિને ઘરેણાં તો ચડાવેલા જ હશે, એ ચોરી લઊં તો આજનો ફેરો સફળ થઈ જાય. એણે તો મંદીરના દરવાજાના નકુચા કાઢી દરવાજો ખોલ્યો. ત્યાં તો મુર્તિ પાછળથી અવાજ આવ્યો, ‘માગ ! માગ ! શું જોઈએ છે ?’ ચોર પહેલા ગભરાયો, પણ હિંમત કરી બોલ્યો, ‘જે હોય તે સામે આવો’ મુર્તિ પાછળથી પિતાંબર પહેરેલ ભગવાન ઉભા થયા. ચોરે જોયું તો દિવાના પ્રકાશમાં માણસ જેવા જ ભગવાન દેખાયા, પણ દિવાલ પર તેનો પડછાયો પણા દેખાયો. ચોરને થયું કથાકાર તો ‘દેવને પડછાયો ન હોય’ તેમ કહેતા હતા. આને તો પડછાયો છે, માટે આ ભગવાન ન હોય શકે. પણ તો ય ગુંચવાણો અને ભાગ્યો. ત્યાંથી તો બચ્યો, પણ મનમાં ગુંચવણ તો ચાલુ જ રહી. તેની ખરાઈ કરવા વેશપલટો કરી સવારમાં મંદીરના પગથીયે બેસી ગયો. મંદીરમાં ચર્ચા ચાલી રહી હતી. ‘આજ તો મોડે સુધી પુજા હોવાથી ચાર પાંચ પુજારી મંદીરમાં જ રોકાણા હતા. ચોર આવ્યો ત્યારે તેને પકડવા ભગવાન બનવાનું નાટક કર્યું હતું પણ તે ભાગી ગયો. ચોરને થયું ‘દેવને પડછાયો નથી હોતો’ એટલું સાંભળીને મારો બચાવ થયો તો હું આખી કથાવાર્તા સાંભળું તો કેટલો ફાયદો થાય. એણે મંદીરમાં જઈ કબુલાત કરી લીધી અને હવેથી ચોરી નહી કરવા અને સારા માણસ બનવાનો ઇરાદો રજુ કર્યો. આમ એક વાક્યમાં તેનું જીવન બદલાયું.
લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...
ટિપ્પણીઓ