લેખક: ડીનાહ વોલ્મર અનુવાદક: ચિંતન પટેલ સુસાન અને માઈકલનું દાંમ્પત્ય જીવન થોડા વર્ષો સુધી તો સારું ચાલ્યું હતું. પરંતુ એક સમય પછીથી જ્યારે તેમનાં સંબંધોમાં કડવાશ આવવાની શરુ થઇ, ત્યારે માઈકલે ઘૂંટણે બેસી માથું ટેકવી જાણે પ્રપોઝ કરતો હોય એ રીતે સુસાનને પૂછ્યું: શું તું મારાથી છૂટાછેડા લેવા માગે છે? સુસાને કહ્યું કે તેણે કદી એવું ધાર્યું નહોતું કે માઇકલ આ રીતે સામેથી પૂછશે, હા પણ તેણે આવી આશા જરૂર રાખી હતી. અને તેમણે પાનખર ઋતુની શરૂઆતના પહેલા જ દિવસે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. અલબત્ત, છૂટાછેડા માટે ઘણી યોજનાઓ જોઈએ. તેમને લાગ્યું કે તેમના પાસે સારા વકીલો હતા અને તેમને બાળકો નહોતા. મે મહિનામાં તેમણે મિત્રો અને કુટુંબીજનોને "સેવ ધ ડેટ" નામથી કંકોત્રી જેવી આમંત્રણ પત્રિકાઓ મોકલી. જૂનમાં તેમણે એક બેન્ક્વેટ હોલ અને બેન્ડ બુક કર્યા. જુલાઈમાં સુસાને એક સેક્સી બ્લેક કોકટેલ ડ્રેસ ખરીદી, અને ઑગસ્ટમાં તેમને યોગ્ય કેટરર્સ અને ફૂલોની વ્યવસ્થા મળી. સપ્ટેમ્બરમાં તેમણે તેમના નજીકના વિવાહિત મિત્રો સાથે “નીરસ દામ્પત્યને છેલ્લી સલામી” - નામથી એક પ્રી-પાર્ટી રાખી. તેમાં ડિનર પાર્ટી અ...
Vibes Gujarati - શબ્દથી સંવેદના સુધી 📕📗📘📙