લેખક: ડીનાહ વોલ્મર
અનુવાદક: ચિંતન પટેલ
સુસાન અને માઈકલનું દાંમ્પત્ય જીવન થોડા વર્ષો સુધી તો સારું ચાલ્યું હતું. પરંતુ એક સમય પછીથી જ્યારે તેમનાં સંબંધોમાં કડવાશ આવવાની શરુ થઇ, ત્યારે માઈકલે ઘૂંટણે બેસી માથું ટેકવી જાણે પ્રપોઝ કરતો હોય એ રીતે સુસાનને પૂછ્યું: શું તું મારાથી છૂટાછેડા લેવા માગે છે? સુસાને કહ્યું કે તેણે કદી એવું ધાર્યું નહોતું કે માઇકલ આ રીતે સામેથી પૂછશે, હા પણ તેણે આવી આશા જરૂર રાખી હતી. અને તેમણે પાનખર ઋતુની શરૂઆતના પહેલા જ દિવસે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.
અલબત્ત, છૂટાછેડા માટે ઘણી યોજનાઓ જોઈએ. તેમને લાગ્યું કે તેમના પાસે સારા વકીલો હતા અને તેમને બાળકો નહોતા. મે મહિનામાં તેમણે મિત્રો અને કુટુંબીજનોને "સેવ ધ ડેટ" નામથી કંકોત્રી જેવી આમંત્રણ પત્રિકાઓ મોકલી. જૂનમાં તેમણે એક બેન્ક્વેટ હોલ અને બેન્ડ બુક કર્યા. જુલાઈમાં સુસાને એક સેક્સી બ્લેક કોકટેલ ડ્રેસ ખરીદી, અને ઑગસ્ટમાં તેમને યોગ્ય કેટરર્સ અને ફૂલોની વ્યવસ્થા મળી. સપ્ટેમ્બરમાં તેમણે તેમના નજીકના વિવાહિત મિત્રો સાથે “નીરસ દામ્પત્યને છેલ્લી સલામી” - નામથી એક પ્રી-પાર્ટી રાખી. તેમાં ડિનર પાર્ટી અને પછી સ્ક્રેબલની રમત. એમ બે પાર્ટમાં આખો કાર્યક્રમ યોજ્યો હતો. સ્ક્રેબલની રમતમાં સુસાન બે અક્ષરનો શબ્દ "XX" વાપરી શકે કે નહીં એ મુદ્દે વિવાદ થયો, “XX” શબ્દ જેનો અર્થ તે જાણતી નહોતી (તેનો અર્થ હવાઈ ટાપુઓમાં મળતા લાવાનો એક પ્રકાર થાય છે. એવુ માઈકલ જાણતો હતો પણ તેણે તેને નહીં જણાવ્યું). ત્યારબાદ છેલ્લી વાર તેઓ એક વાર માટે સાથે સૂઈ ગયા – પઝસીવ અને ગુસ્સાયુક્ત મગજ સાથે. જોકે બેઉંને તે એટલું બધું સારું નહોતું લાગતું, પરંતુ બંનેને એક પ્રકારની રાહત જરૂર લાગી કે હવેથી તેમણે એવા ઢાંકપિછોડા નહીં કરવા પડે કે તેઓ બીજા કોઈ પરાયા સાથી સાથે સુઈ રહ્યા છે કે નહીં.
છતાં પણ, સુસાન અને માઈકલે તેમના લગ્નનું છેલ્લું અઠવાડિયું ગમ્મત કરીને ગાળ્યું, અને જુદા થવાથી જે ચીજો એમની પાસેથી હંમેશને માટે ખોવાઈ જશે તેના માટે દુઃખી થયા – જેમકે તેમની અડધી મિલકત. તેમણે ખરેખર બે અલગ અલગ રજિસ્ટ્રી પણ બનાવી. સુસાનની રજિસ્ટ્રીમાં ફૂડ પ્રોસેસર, ફ્લેટ-સ્ક્રીન ટીવી અને નિન્ટેન્ડો Wii હતું, કારણ કે તે વસ્તુઓ માઈકલ પાસે રહેવાની હતી. અને માઈકલની રજિસ્ટ્રીમાં ઉચ્ચ ગુણવત્તાના ટપરવેર, એબ રોલર અને એસ્પ્રેસો મેકર હતું, કારણ કે તે સુસાન પાસે રહેવાનું હતું.
મિત્રો અને કુટુંબીજનો છૂટાછેડા સમારોહમાં આવ્યા અને ભાડે લીધેલ ચેપલમાં તેની કે તેણીની યોગ્ય બાજુએ બેઠા. ઘણી જોડીઓ પોતાની પસંદગી દર્શાવવા અલગ બેઠી. મોટાભાગના લોકો તરત જ સમજી ગયા કે ક્યાં બેસવું, પણ કેટલાકે થોડો વિચાર કરી પસંદગી કરી. માઈકલના શ્રેષ્ઠ મિત્ર આર્નોલ્ડે છેવટે સુસાનની બાજુએ બેસવાનું નક્કી કર્યું, કારણ કે તે તે રાતે તેની સાથે ઘરે જવા માંગતો હતો. "બ્રોસ બિફોર હોસ" આ છૂટાછેડા પાર્ટીનું નારું હતું. ઘણા મહેમાનો ભેટ પણ લાવ્યા હતા. – એમાં સેક્સ ટોય્ઝ, ઑનલાઇન ડેટિંગ સાઇટ્સના મેમ્બરશિપ્સ, અને સ્ટ્રિપ ક્લબ ગિફ્ટ કાર્ડ્સ પણ હતા. કાર્ડ્સ પર આવું બધું લખ્યું હતું: "તો હવે તમે સિંગલ છો..." અને ખોલતા, "ચાલો મિલો!" અથવા "જો પહેલા પ્રયત્નમાં સફળ ન થાઓ..."
સમારોહ દરમિયાન સુસાન અને માઇકલએ પોતપોતાના છૂટાછેડાના વચનો લીધા. સુસાને, તેના ચુસ્ત કર્લ્સ અને ફડફડતા પાંપણો સાથે, કહ્યું: "મજાની સફર હતી, પણ, તમે જાણો જ છો." માઈકલે પોતાનું પેટ અંદર ખેંચતા કહ્યું -"હું-પ્રયત્ન-પણ-નથી-કરતો" બીયર-બેલીને ખેંચી, ગ્રૌચો માર્ક્સનો જોક કરતા કહે છે: "મેં સરસ સમય પસાર કર્યો, પણ આ તે નહોતો." લોકો હસ્યા કારણ કે તે સાચું હતું. તેમના વિચિત્ર મિત્ર "બોબો", જેમને તેમણે સમારોહ સંચાલિત કરવા કહ્યું હતું, એણે સુસાન અને માઈકલને એકબીજાની આંગળીમાંથી વીંટી કાઢવા કહ્યું. તેમણે વીંટી ચાંદીના એક ઘડામાં ફેંકી દીધી, જે પીગળવા અને વેચવા મોકલવામાં આવશે, અને જે નફો આવશે એ સરખો વહેંચવામાં આવશે. પછી બોબોએ તેમને હાથ મિલાવવા કહ્યું, અને તેમણે ઉત્સાહથી હાથ મિલાવ્યા, બંને પોતાની આંગળી પરના વીંટી વગરના ખાલી સ્થાનને નિહાળી રહ્યા.
પાર્ટી મજાની હતી. નજીકના મિત્રોએ ટોસ્ટ આપ્યા કે તેમને ખબર જ હતી કે આ લોકોનું દાંમ્પત્ય જીવન આટલુ લાબું ચાલશે જ નહીં, અને આટલો સમય જે ચાલ્યું તે આશ્ચર્યજનક હતું. લોકો હસ્યા. અમુક લોકો રડ્યા પણ ખરા. અને, જે ઘણી છૂટાછેડા પાર્ટીઓમાં થાય છે, તેમ લોકોએ ખૂબ શરાબ પીધી. આના કારણે કેટલીક જોડીઓએ તો પોતાના છૂટાછેડા વિશે પણ વિચાર્યું. બેન્ડે "Different Drum" અને "These Boots Are Made For Walking" જેવા સોન્ગ વગાડ્યા. સુસાને માઈકલના શ્રેષ્ઠ મિત્ર આર્નોલ્ડ સાથે ડાન્સ કર્યો; તેણે તેને ચેપલની પોતાની બાજુએ જોયો અને ગર્વિત થઈ. માઈકલે સુસાનની બહેન શેલી સાથે ડાન્સ કર્યો કારણ કે તે ચાર વર્ષથી તેની સાથે સૂતો હતો. જે વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમણે તો સૌથી વધુ ડાન્સ કર્યો.
અંતે એક કાર સુસાન અને આર્નોલ્ડને એક ખાસ હોટેલ સુઇટ પર લઈ જવા માટે રાહ જોતી હતી, અને બીજી કાર માઈકલ અને શેલીને શહેરની બીજી બાજુના એક અલગ હોટેલમાં લઈ જવા માટે રાહ જોતી હતી. કાર ચાલી જતી વખતે બધાંએ આવજો કરવા હાથ હલાવ્યા. વાતાવરણમાં હવા નવી શક્યતાઓ અને કંઈક નવા વચનના આરંભની આશાથી ભરપૂર હતી.
ટિપ્પણીઓ