21 ગધેડાનો વિશ્વાસ કરે તેણે શું કહું?
"એક વાર એક માણસ મુલ્લાં નસરુદ્દીન ની પાસે એમનો ગધેડો માંગવા આવ્યો.
મુલ્લાંએ કહ્યું : 'લાચાર છું, હમણા જ મારો ગધેડો મેં બીજાને વાપરવા આપ્યો !'
વાત એમ હતી કે ગધેડો એમના ઘરના વાડામાં બાંધેલો જ હતો, પણ મુલ્લાની ઈચ્છા એણે આપવાની નહિ, તેથી તે આવું બોલેલા.
ત્યાં તો એમનો ગધેડો જ વાડામાંથી ભૂંક્યો.
ગધેડાનો અવાજ સાંભળી પેલો માણસ કહે : 'મુલ્લાં, ગધેડો તો તમારા ઘરમાં જ છે; અને તમે કહો છો કે મેં એ બીજા ને આપ્યો છે ! આવું જુઠું બોલતા તમને શરમ નથી આવતી ?'
મુલ્લાંએ કહ્યું : 'હાય નસીબ ! જે મારા જેવા માણસ નો વિશ્વાસ ના કરે અને ગધેડાનો વિશ્વાસ કરે એણે હું શું કહ્યું ? સૌ પોતાના સગાને જ ઓળખે એવું શાસ્ત્રમાં કહ્યું છે તે ખોટું નથી.'"

22 ઘર નહિ બતાઉ
"એક વાર મુલ્લાં નસરુદ્દીન ને બજારમાંથી મોટી ખરીદી કરી. પછી એક મજુરને કહ્યું : 'આ કોથળો મારે ઘેર મૂકી આવ !'
મજૂરે પૂછ્યું : 'મુલ્લાં, આપનું ઘર ક્યાં ?'
મુલ્લાં આંખો ફાડી એની સામે જોઈ રહ્યા. પછી કહે : હ, ઓળખ્યો તને ! પાકો ગઠીયો લાગે છે. મારું ઘર ક્યાં આવ્યું એ જાણી લઈને મારી ઘેર તારે ધાપ મારવી છે, કાં ? પણ હું એવો
મૂરખ નથી કે તને મારું ઘર બતાવું ! હાલતો થા, હાલતો થા કોથળો લઈને !' "

23 શું પડ્યું?
" એક વાર મુલ્લાં નસરુદ્દીન ની બીબીએ ધબકા સાથે કઈ પડવાનો અવાજ સાંભળ્યો.
તેણે બુમ પાડી : 'એ...ઈ, આ શું પડ્યું ?'
મુલ્લાંએ જવાબમાં કહ્યું : 'એ તો મારો ડગલો જમીન પર પડી ગયો !'
બીબીએ કહ્યું : 'શું કહો છો ! ડગલાનો આવડો મોટો અવાજ હોય ?'
મુલ્લાંએ કહ્યું : 'કેમ ન હોય ? એ વખત હું ડગલામાં હતો !'"

24 પાઘડીની કિંમત
"એક વાર મુલ્લાં નસરુદ્દીન માથા ઉપર ફક્કડ પાઘડી મુકીને બાદશાહની કચેરીમાં આવ્યા. મુલ્લાની પાઘડી જોઇને બાદશાહ ખુશ થઇ ગયો કહે. મુલ્લાં, શું આપ્યું આ પાઘડીનું ?'
મુલ્લાંએ કહ્યું : એક હાજર સોનામહોરો !'
વજીરે બાદશાહના કાનમાં ફૂંક મારી : 'મૂરખ લાગે છે !'
બાદશાહે મુલ્લાને કહ્યું : 'પાઘડી ની આટલી બધી કિંમત કદી સાંભળી નથી. શા સારું આટલા બધા રૂપિયા આપ્યા ?'
મુલ્લાંએ કહ્યું : 'મહારાજ, આખી દુનિયામાં આવી ચીજની કદર કરે એવો માત્ર એક જ બાદશાહ છે એવી મને ખાતરી હતી, એટલે તો મો માંગી કિંમતે મેં એ ખરીદી !'
આ સાંભળી બાદશાહ ખુશ થયો. એણે મુલ્લાને બે હજાર સોનામહોરો ઇનામમાં આપી !
પાછળથી વજીરે મુલ્લાને કહ્યું : 'મુલ્લાં, હું પાઘડીની કિંમત જાણું છું હો !'
મુલ્લાંએ કહ્યું : 'તમે પાઘડીની કિંમત જાણો છો, હું બાદશાહ ની કિંમત જાણું છું.'"

25 ખુદા ખેર કરે
"એક વાર મુલ્લાં નસરુદ્દીન ના ઘરમાં બિલકુલ તેલ નહોતું. મુલ્લાની બીબીએ પતિના હાથમાં પવાલું અને થોડા પૈસા પકડાવી દઈ કહ્યું : 'હમણા ને હમણાં બજારમાંથી તેલ લઇ આવો !'
મુલ્લાં પૈસા અને પવાલું લઈને બજારમાં તેલ લેવા ગયા. તેલવાળાએ પૈસા લીધા ને તેલ જોખ્યું. મુલ્લાં હાથમાં પવાલું પકડીને ઉભા, તેલવાળાએ પવાલામાં તેલ રેડ્યું. પવાલું ભરાઈ ગયું ને
થોડું તેલ વધ્યું, ત્યારે તેલવાળાએ કહ્યું : 'આ થોડું તેલ વધ્યું તે શામાં આપું ?'
તરત પવાલું ઊંધું કરી મુલ્લાએ પાવલાની નીચેની બેઠકનો ખાડાવાળો ભાગ બતાવી કહ્યું : આમાં !'
પવાલું ઊંધું વળતા, પવાલામાં લીધેલું બધું તેલ ધોળી ગયું ! લોકો એ જોઈ હસવા લાગ્યા, પણ મુલ્લાં કશું જોતા નહોતા તેમણે તેલવાળાને કહ્યું : 'રેડ, આમાં રેડ !'
તેલવાળાએ વધેલું થોડું તેલ પાવલાની બેઠકના ખાડામાં રેડ્યું. પૂરું રૂપિયા ભારે નહિ હોય !
એટલું તેલ લઈને મુલ્લાં ઘેર આવ્યા.
બીબીએ કહ્યું : 'કેમ, તેલ લઇ આવ્યા ?'
મુલ્લાએ કહ્યું : 'હા, આ રહ્યું, લે !'
બીબીએ નવાઈ પામી કહ્યું : 'અરે આટલા બધા પૈસાનું આટલું અમથું તેલ ?'
મુલ્લાંએ કહ્યું : 'આટલું અમથું કેમ છે ?આખું પવાલું ભરેલું છે ને ? આ રહ્યું દેખ !'
આમ કહી એમણે પવાલું સીધું કરી દીધું એટલે જે થોડું રૂપિયા ભાર તેલ ઘેર આવ્યું હતું તેય ધોળી ગયું !
બીબીએ કહ્યું : 'અરે, આટલું કામ પણ તમારાથી થયું નહિ ?'
આ વખતે મુલ્લાંએ કઈ ભળતી જ વાત કરી. તેમણે કહ્યું : 'હજી શું થાય છે એ તો જો ! કણબી બાપડો ખરાખરીનો ફસાયો છે, એને બચાવ્યા વિના છૂટકો નથી !'
હવે બીબી સમજી કે મુલ્લાનું ચિત્ત કોઈ ગરીબ માણસને બચાવવાના વિચારમાં ડૂબેલું છે ! એટલે ઘરના કામમાં એમનું ચિત્ત નથી. તે બોલી : 'તમારે તો સદા બીજાનું કામ પહેલું, ને પોતાનું કઈ નહિ !'
મુલ્લાંએ કહ્યું : 'પોતાનું છે શું તે ? તું શું એમ મને છે કે મારામાં જે થોડી ઘણી અક્કલ છે તે મારી પોતાની છે ? ના, એ તો ખુદની છે, અને ખુદા ના નામે એ વાપરવાની છે. પાર્કનું કામ કરવાથી
ખુદાને પ્યારા થવાય છે એ શું તું નથી જાણતી ?'
આમ કહી જાને કોઈ અજાણ્યા માણસની સાથે વાત કરતા હોય એમ તેમણે ઝૂકીને બીબીને સલામ કરી કહ્યું : 'ખુદા ખેર કરે !'"

26 ડાકુઓને દોડાવ્યા
"એક વાર કેટલાક માણસો પોતાના પરાક્રમોની વાતો કરતા હતા. કોઈ કહે : 'મેં એક વાર રીંછ નો સામનો કર્યો તો ! કોઈ કહે : 'મેં ડાકુઓનો !'
મુલ્લાં નસરુદ્દીન આ સાંભળતા હતા, એ એકાએક બોલી ઉઠ્યા : 'એક વાર મેં જંગલમાં ડાકુઓનો સામનો કરેલી. તેમને મેં એવા દોડાવેલા, એવા દોડાવેલા
કે ન પૂછો વાત !'
બધા આભા બની કહે : 'શું કહો છો ? ભારે કહેવાય !'
મુલ્લાં કહે : 'ભારે તે કેવું ? એમને જોયા કે મેં દોટ મૂકી અને મારી પાછળ એમણે !'"

27 ભૂત
"એક વાર મુલ્લા નસરુદ્દીન કબ્રસ્તાન આગળ ફરતા હતા. ત્યાં કેટલાક લુંટારા આવી ચડ્યા. મુલ્લાંએ જોયું કે લુંટારા લુટે એવું મારી પાસે કશું નથી, એટલે
લુંટારા મને સારી પેઠે માર્યા વિના નહિ રહે. આથી બીને તેઓ એક તાજી ખોદેલી કબરમાં સુઈ ગયા.
લુંટારાઓએ એમને બરાબર જોઈ લીધા હતા, એટલે કબર પાસે આવી એમણે પૂછ્યું : 'એ...ઈ, કોણ છે તું ? અહી શું કરે છે ?
મુલ્લાંએ કહ્યું : 'બે દિવસ પહેલા જ મને અહી દાટવામાં આવ્યો હતો, પણ અંદર બફારો બહુ થયો એટલે થોડી વાર જરી હવા ખાવા બહાર નીકળ્યો હતો ! હવે
ફરી પાછો અંદર આવી ગયો છું.'
'હે, તો શું તું ભૂત છે ?' લુંટારા બોલી પડ્યા.
મુલ્લાએ કહ્યું : 'તમે સમજો તે !'
આ સાંભળ્યું કે લુંટારા ભૂત ! ભૂત ! કરી જાય ભાગ્ય ! "

28 બુદ્ધિ કે ધન?
"એક વાર બાદશાહે મુલ્લા નસરુદ્દીન ને કહ્યું : 'મુલ્લા, ત્રાજવામાં એક પલડામાં બુદ્ધિ અને બીજા પલડામાં ધન હોય તો તમે કયું પલડું માંગો ?'
મુલ્લાએ તરત કહ્યું : 'ધનવાળું પલડું !'
બાદશાહે કહ્યું : 'મુલ્લા, હું તો તમને બુદ્ધિશાળી સમજતો હતો, પણ તમાર જવાબ પરથી તો તમે સાવ બુદ્ધિહીન લાગો છો.'
મુલ્લાંએ સામું પૂછ્યું : 'સરકાર, તમારે પસંદગી કરવાની હોય તો તમે શું માંગો ?
બાદશાહે કહ્યું : બુદ્ધિ વળી !'
મુલ્લાએ કહ્યું : 'હાસ્તો, માણસ પોતાની પાસે જેની અછત હોય તે જ માંગે ને ! મેં પણ એવું જ માંગ્યું છે !'"

29 હું જાણું મારા ગધેડાને
" એક વાર સુલતાન દરબાર ભરીને બેઠો હતો. ત્યાં કોઈ બીજા રાજ્યના દૂતે આવી કહ્યું : 'હે સુલતાન, મારા દેશના સુલતાને કહેવડાવ્યું છે કે મારા ત્રણ
સવાલોના જવાબ દે, નહિ તો મારી કદમબોસી કર!'
પછી દૂતે તેના ત્રણ સવાલો કહ્યા, પણ સુલતાન એના જવાબ દઈ શક્યો નહિ, સુલતાનના વજીરો કે કાજીઓ કોઈ જ એ સવાલોના જવાબ દઈ શક્ય નહિ.
હવે સુલતાનને યાદ આવ્યા મુલ્લા નસરુદ્દીન. મુલ્લાં તે વખતે એમના ગધેડા પર બેસીને જંગલ માં લાકડા વીણવા જતા હતા. સુલતાનનું તેડું આવતા
તેમણે ગધેડાનું મો કચેરી તરફ ફેરવ્યું અને ગધેડાપર બેઠા બેઠા જ સીધા દરબારમાં આવ્યા.
પછી ગધેડા પરથી ઉતરી સુલતાનને સલામ કરી તે ઉભા.
સુલતાને કહ્યું : 'મુલ્લાં, આ દૂતના સવાલોના જવાબ દો, નહિ તો આપણા રાજ્યની આબરૂ ગઈ સમજો !'
મુલ્લાએ દૂત ની સામે જોયું.
દૂતે પહેલો સવાલ પૂછ્યો : 'કહો, પૃથ્વી ની ડુંટી ક્યાં ?
તરત જ મુલ્લાં પોતાના ગધેડા પાસે ગયા. પછી બે લાકડીઓ ઊંચીનીચી કરી કંઈક માપવાનો દેખાવ કરી બોલ્યા : 'બરાબર મારા આ ગધેડાના પાછલા ડાબા
પગ ની નીચે !'
દૂત આ સાંભળી આભો બની ગયો. તેણે આવા હાજર જવાબની આશા રાખી નહોતી. તે બોલી ઉઠ્યો : 'ખોટી વાત ! માન્યમાં નથી આવતું !'
જવાબમાં મુલ્લાએ કહ્યું : 'માન્યમાં નથી આવતું તો જાતે માપીને એની ખાતરી કરો ! લો આ ગજ, અને પૃથ્વીને બેય છેડે માપી કાઢો ! પછી જુઓ, મારી
વાતમાં એક તસુનોયે ફેર નહિ પડે !'
હવે દૂતે કહ્યું : 'ઠીક છે, હું તમારી વાત માની લઉં છું.'
પછી તેણે બીજો સવાલ કર્યો : 'કહો, આકાશમાં કેટલા તારા છે ?'
મુલ્લાંએ કહ્યું : 'મારા આ ગધેડાના શરીર પર જેટલી રોમરોમી છે એટલા !'
દૂતે કહ્યું : 'રોમરોમી કેટલી છે ?'
મુલ્લાંએ કહ્યું : 'તમે જ જાતે ગણી લોને, જનાબ ! આખેઆખો ગધેડો જ તમારી સામે ધરી દઉં છું તો !'
દૂતે કહ્યું : 'અને તમારો હિસાબ ખોટો પડ્યો તો ?'
'ખોટો પડે જ નહિ !શું આ ગધેડો નથી ? શું તમે તમે નહિ ? શું હું હું નથી ? તો હિસાબ ખોટો પડવાનું કઈ કારણ ? તમે ખોટા નથી, હું ખોટો નથી, ગધેડો ખોટો
નથી, તો પછી મારો હિસાબ કેમ ખોટો હોય ?'
દૂતે કહ્યું : 'તમે ક્યારે ગણી આ ગધેડાની રોમરોમી ?'
મુલ્લાંએ તરત કહ્યું : 'વાહ, તમે જે દહાડે આકાશના તારા ગણ્યા તે દહાડે !'
હવે દૂતે કહ્યું : 'ઠીક ઠીક, ! તો હવે મારા ત્રીજા સવાલનો જવાબ દો ! મારી દાઢીમાં કેટલા વાળ છે એ કહો !'
મુલ્લાંએ તરત જવાબ દીધો : 'બરાબર મારા આ ગધેડાની પૂંછડીમાં છે એટલા ! એક ઓછો નહિ, એક વધારે નહિ !'
દૂતે પૂછ્યું : 'તમે એ કેવી રીતે જાણ્યું ?'
મુલ્લાંએ કહ્યું : 'વાહ, હું ન જાણું મારા ગધેડાને ? કેવી વાત કરો છો તમે આ !'
દૂતે કહ્યું : 'છતાં -તરત મુલ્લાંએ કહ્યું : 'તો આવો, હું તમારી દાઢીમાંથી અને મારા ગધેડાની પૂંછડીમાંથી એક એક વાળ તોડતો જાઉં ! બેઉ સરખા ન થાય તો
મારી હાર હું કબુલ કરીશ !'
હવે દૂત કઈ બોલ્યો નહિ. તેને હાર કબુલ કરી."

30 અવળે ગધેડે
" એક વાર મુલ્લાં નસરુદ્દીન પોતાના શિષ્યોને લઈને નીકળ્યા. મુલ્લાંએ અવળે મોઢે ગધેડા પર સવારી કરી હતી - એમનું મો ગધેડાના પુંછડા તરફ હતું,
અને શિષ્યો ગધેડાની પાછળ ચાલતા હતા.
લોકો આ દ્રશ્ય જોઈ હસતા હતા; કહે : 'મુલ્લાં મુર્ખ છે અને એમના ચેલા મહામુર્ખ છે !'
પણ મુલ્લાંને એની કઈ દરકાર નહોતી.
લોકોને હસતા જોઈ શિષ્યોની ધીરજ ખૂટી ગઈ. તેમણે કહ્યું : 'મુલ્લાં, લોકો આપણને હસે છે ! કહે છે કે મુલ્લાં અવળે ગધેડે કેમ બેઠા છે ?'
મુલ્લાંએ કહ્યું : 'હું ગધેડા પર જે રીતે બેઠો છું તે જ ગુરુએ સવારી કરવાની સાચી રીત છે. જો હું સવળી બાજુ મો કરીને બેસું અને તમે મારી આગળ ચાલો,
તો તમે ગુરુની સામે પીઠ કરી કહેવાય અને ગુરુને પીઠ કરવી એ ગુરુનું અપમાન છે. અને જો તમે મારી પાછળ ચાલો, તો ચાલતા ચાલતા મારે તમને ઉપદેશ
આપવો હોય તો કેવી રીતે આપી શકાય ? માટે ગુરુએ સવારી કરવાની અને શિષ્યોએ ચાલવાની આ જ સાચી રીત છે ! જુઓ, અત્યારે હું તમારી સાથે કેવો
આસાનીથી મોઢામોઢ વાત કરી શકું છું !' "

31 રહસ્ય
" કેટલાક લોકોએ મુલ્લાં નસરુદ્દીન ને ગુરુ કર્યા હતા.
મુલ્લાં તેમને ખાનગીમાં ઉપદેશ આપતા, તેમના પ્રશ્નોના જવાબ આપતા અને એ રીતે તેમને કેળવતા.
એક જણ ને થયું કે હું પણ મુલ્લાનો ચેલો બની જાઉં. એણે મુલ્લાંને કહ્યું : 'મેં સાંભળ્યું છે કે તમે તમારા ચેલાઓને ગુઢ વિદ્યા શીખવો છો, તો મને પણ એ શીખવો !'
મુલ્લાંએ કહ્યું : 'વિદ્યા લેવા તું તૈયાર હશે ત્યારે તને હું એ શીખવીશ !'
થોડા દિવસ પછી એ માણસ ફરી મુલ્લાંની પાસે આવ્યો. કહે : 'હું હવે તૈયાર છું.'
મુલ્લાંએ કહ્યું : 'એ સાંભળી મને આનંદ થયો. હવે કહે, તું રહસ્ય સાચવી શકશે ?'
'જરૂર ! મારું રહસ્ય હું કોઈનેયે નહિ કહ્યું !'
ફટ દઈને મુલ્લાંએ કહ્યું : 'તો શું હું મારું રહસ્ય નથી સાચવી શકતો એમ તું મને છે ? જાન કે, તારું રહસ્ય જેમ તું સાચવી શકે છે તેમ મારું રહસ્ય હું સાચવી
શકું છું ! જા, તને ઉપદેશ દેવી ગયો !' "

32 બાદશાહની કિંમત
" એક વાર મુલ્લાં નસરુદ્દીન ને બાદશાહ તૈમુર લંગનો ભેટો થઇ ગયો. બાદશાહ તે વખતે ખુશમિજાજ માં હતો. તેણે કહ્યું : 'મુલ્લાં, તમે બહુ ડાહ્યા છો,
તો મારી કિંમત કેટલી તે કહો !'
મુલ્લાંએ લેશ પણ મુંજાયા વિના તરત જવાબ દઈ દીધો : 'પચાસ અશરફીઓ, સરકાર !'
તૈમુરે હસીને કહ્યું : 'પચાસ અશર્ફીઓનો તો મારો આ એક ઉપરણો છે !'
મુલ્લાંએ કહ્યું : 'તો, સરકાર, હું પણ એનીજ કિંમત કરું છું.'"

33 મર્દનો બચ્ચો
" મિત્રમંડળીમાં વાતો કરતા કરતા એક વાર મુલ્લાં નસરુદ્દીનને કહ્યું : 'એક વાર હું એક સુલતાનના દરબારમાં ગયો હતો. ત્યાં એક સોદાગર ફક્કડ અરબી
ઘોડી લઈને આવ્યો. પણ કોઈ એના પર સવાર થઇ શક્યું નહિ. મોટા મોટા વિસમાંરખા અને તીસમારખા આવ્યા, પણ ઘોડી પર કોઈ સવાર થઇ શક્યા નહિ.
ત્યારે મારાથી રહેવાયું નહિ. હું બોલી ઉઠ્યો : 'અરે, આવી ફક્કડ ઘોડી છે, ને કોઈ મર્દ નો બચ્ચો એના પર સવાર થઇ શકતો નથી એ કેવી વાત ! શું અહી કોઈ
એવો મર્દ નો બચ્ચો નથી ? કોઈ...'
આમ કહી હું એકદમ આગળ ઘસી ગયો.
શ્રોતાઓ બધા સ્તબ્ધ બની મુલ્લાના પરાક્રમની ગાથા સાંભળી રહ્યા હતા. એક જાણે પૂછ્યું : 'હ, પછી શું થયું મુલ્લાં ?'
મુલ્લાંએ કહ્યું : 'થાય શું ? હું પણ સવાર થઇ શક્યો નહિ !' "

34 તલવાર બહુ કામની
" એક વાર મુલ્લાં નસરુદ્દીન એમના ગધેડા પર બેસીને જતા હતા.
એક મિત્રે પૂછ્યું : 'મુલ્લાં ક્યાં જાઓ છો ?'
મુલ્લાંએ કહ્યું શહેરમાં !'
મિત્રે કહ્યું : 'રસ્તામાં ચોર લુંટારા મળશે તો તમારો ગધેડો પડાવી જશે !'
મુલ્લાંએ કહ્યું : 'તો શું થાય ? ગધેડો ઘેર રાખીને જાઉં તો એને કોઈ ચોરી નહિ જાય એની શી ખાતરી ?'
મિત્રે કહ્યું : 'ઠીક, તો સાથે રાખો મારી આ તલવાર. ચોર લુંટારાથી ગધેડાને બચાવવામાં એ કામ લાગશે !'
મુલ્લાંએ તલવાર લીધી.
જતા જતા વન આવ્યું. સામેથી કોઈ માણસ આવતો દેખાયો. મુલ્લાંને થયું કે નક્કી ચોર ! મારો ગધેડો પડાવી લેશે !
પણ પેલો કઈ બોલે તે પહેલા તો મુલ્લાંએ દુરથી બુમ પાડી એને કહ્યું : 'ભાઈસા'બ, જોઈએ તો આ તલવાર લઇ જાઓ, પણ મારો ગધેડો ના લેશો !'
એ માણસ ચોર નહોતો, પણ ગરીબ વટેમાર્ગુ હતો, એને મફતમાં તલવાર મળી એટલે એણે એ લઇ લીધી.
'ગધેડો બચી ગયો !' કહી મુલ્લાં ખુશ થતા આગળ ચાલ્યા.
મુલ્લાંએ શહેરમાંથી પાછા આવી પેલા મિત્રને કહ્યું : 'તમારી વાત સાચી પડી હો ! તમારી તલવાર હતી તો મારો ગધેડો બચી ગયો ! તલવાર ખરેખર
બહુ કામની હો !'"

35 ગધેડો છેવટે ગધેડો જ
" મુલ્લાં નસરુદ્દીન એક નવો ગધેડો ખરીદ્યો.
કોઈકે કહ્યું કે ગધેડાને રોજ આટલો ખોરાક તો જોઈશે જ.
મુલ્લાંએ ગણતરી કરી જોઈ તો માલુમ પડ્યું કે ગધેડાને એટલો ખોરાક આપવો પોસાય નહિ તેથી તેમણે તેને ઓછા ખોરાકની ટેવ પાડવાનું નક્કી કર્યું.
તે માટે તેઓ રોજ રોજ ગધેડાનો ખોરાક ઓછો કરતા ગયા. એમ કરતા ગધેડાનો ખોરાક સાવ નહિ જેવો થઇ ગયો.
આવી હાલત માં ગધેડો એક દિવસ ઢગલો થઈને પડ્યો અને મારી ગયો.
મુલ્લાં કહે : 'ગધેડો છેવટે ગધેડો જ નીકળ્યો ! મને જો એણે થોડો વધારે વખત આપ્યો હોત તો મેં એણે બિલકુલ ખાધાપીધા વિના જીવવાનું શીખવી દીધું
હોત ! ખાધાપીધા વિના જીવવાની ટેવ પાકી થવા આવી ત્યાં તો એ મુર્ખ મારી ગયો ! ગધેડો છેવટે ગધેડો જ !'"

36 બીકથી બધું દેખાય
" એક વાર એક સુલતાને સાંભળ્યું કે મુલ્લાં નસરુદ્દીન હિંદુસ્તાનના યોગી પાસેથી અગમનિગમની ગુઢ વિદ્યા શીખી આવ્યા છે. એટલે એણે એક દિવસ
મુલ્લાંને પોતાના દરબારમાં બોલાવ્યા ને હુકમ કર્યો : 'તારી યોગ વિદ્યાનો પરચો દેખાડ, નહિ તો હું તને શુળીએ ચડાવીશ !'
આ સાંભળી મુલ્લાં ફફડી ગયા. પણ પછી સ્વસ્થ થઇ જઈ એમણે એકદમ બોલવા માંડ્યું : 'વાહ, અદભુત ! અદભુત ! હું આકાશમાં સોનાના પંખીને ઊડતું
જોઉં છું. હું પાતાળમાં પાતાળકન્યાને જળમાં તરતી જોઉં છું.'
સુલતાને કહ્યું : 'એટલે બધે દુર આકાશમાં તને કઈ રીતે દેખાય છે ? ઘરતીની નીચેનુયે તને દેખાય છે ?'
મુલ્લાંએ કહ્યું : 'બીક હોય તો બધું દેખાય, સરકાર!'"

37 આવડો મોટો રૂઆબ
" મુલ્લાં નસરુદ્દીન ને પહેલી વાર દરિયો જોયો. વિશાળ વિસ્તાર, અને પહાડ જેવા ઊંચા ઉછળતા મોજા જોઈ એ પ્રભાવિત થઇ ગયા. એ બોલી ઉઠ્યા : 'વાહ શો રૂઆબ !'
પછી એ ધીરેથી કિનારા નજીક ગયા, અને અંજલીમાં પાણી લઇ બે ટીપા જીભે મુક્યા.
પાણી જીભે અડતા જ તે બોલ્યા : 'રૂઆબ ત્યારે આવડો મોટો અને પાણી પીવા લાયક નહિ ! મોટા રુઆબવાળા શું આવા હોતા હશે ? નવાઈની વાત !'"

38 સુખી થવાનો રસ્તો
"એક વાર ફરતા ફરતા મુલ્લાં નસરુદ્દીનને એક માણસ ને હતાશ બની બેઠેલો જોયો. મુલ્લાંએ તેની પાસે જઈ પૂછ્યું : 'કેમ ભાઈ, આમ ઉધાસ બેઠા છો ! શું તમારું કઈ ખોવાયું છે ?'
પેલાએ કહ્યું : 'હા, સુખ ખોવાયું છે. શ્રીમંત નો દીકરો છું, મારી પાસે એટલું ધન છે કે કઈ કામકાજ કરવું પડતું નથી, પણ મને ક્યાય સુખ દેખાતું નથી. એટલે હું સુખ શોધું છું. એ જડતું નથી,
એટલે ઉદાસ છું.'
મુલ્લાંએ જોયું તો એની પાસે નાણાની થાળી ભરેલી પડી હતી. મુલ્લાંએ તરત ઝાપટ મારી એ થેલી ઉપાડી લઇ ભાગવા માંડ્યું. પેલો શ્રીમંત પુત્ર મુલ્લાંની પાછળ પડ્યો.
મુલ્લાં ગામની ગલીકુંચીઓના માહિતગાર હતા, તેથી ઘડીકમાં ક્યાંના ક્યાં અદ્રશ્ય થઇ ગયા. શ્રીમંતપુત્ર એમની પાછળ દોડતો રહ્યો. અચાનક મુલ્લાં એક ટૂંકો રસ્તો પકડી તેના જવાના રસ્તા પર
આવી ગયા, ને પેલી થેલી ત્યાં રસ્તા વચ્ચે મૂકી દઈ ખૂણામાં છુપાઈને શું થાય છે તે જોઈ રહ્યા.
એટલામાં શ્રીમંતપુત્ર ત્યાં આવ્યો. એ પરસેવે રેબઝેબ હતો. ખુબ થાકેલો હતો ને હાંફતો હતો. અચાનક રસ્તામાં પોતાની થેલી પડેલી જોઈ એ રાજી રાજી થઇ ગયો. તેણે થેલી ઉપાડી લીધી.
તેના મોમાંથી શબ્દો નીકળી ગયા : 'હાશ !'
હવે મુલ્લાં એમની છુપાવાની જગ્યાએથી બહાર આવ્યા. તેમણે શ્રીમંતપુત્રને કહ્યું : 'કેમ, દોસ્ત, હવે સુખ જડ્યું ને ? તકલીફ પછી જે મળે તેનાથી જ માણસ સુખી થાય છે. વગર મહેનતનું ખુઓ
અને જાતમહેનતનું મેળવી જુઓ એ સુખી થવાનો રસ્તો છે.'"

39 જાળની જરૂર
કાજીની જગ્યાએ નીમવા માટે બાદશાહને એક શાણો અને ભલો માણસ જોઈતો હતો આવો માણસ શોધી કાઢવા તેણે ચાર માણસોને નીમ્યા હતા. એ માણસો ગામેગામ ફરતા હતા અને
કાજી થવાને લાયક માણસને શોધતા હતા.
મુલ્લાં નસરુદ્દીન ને આ વાત ની ખબર પડી એટલે ખભા ઉપર માછલા પકડવાની જાળ ઓઢી એ એમને મળવા ગયો.
મુલ્લાંને એ લોકો એ પૂછ્યું : 'તમે આ જાળ કેમ ઓઢી છે ?'
મુલ્લાંએ કહ્યું : 'હું પહેલા ગરીબ હતો એ વાતની મને યાદ રહે એટલા માટે હું ખભે જાળ ઓઢું છું.'
આ સાંભળી એ લોકોએ કહ્યું : 'વાહ ! કેવો નમ્ર પુરુષ ! વળી કેટલો સમજદાર ! કાજી થવા માટે આ જ માણસ લાયક છે. તેમણે બાદશાહને ભલામણ કરી અને મુલ્લાં કાજીના પદ પર નિમાઈ ગયા.
એક વાર ભલામણ કરનારાઓમાંથી એક જણ કાજી ની કચેરીમાં જી ચડ્યો. તને જોયું તો મુલ્લાના ખભા પર જાળ નહોતી. એટલે તેણે પૂછ્યું : 'મુલ્લાં, તમારી પેલી જાળ ક્યાં છે ?'
મુલ્લાંએ કહ્યું : 'માછલી પકડાઈ ગયા પછી જાળની કાઈ જરૂર ખરી, ભાઈ ?' "

40 કજીઓ મારા કામળાનો
એક વાર મધરાતે મુલ્લાં નસરુદ્દીન ના ઘરના બારણા આગળ બે દારૂડિયા બાઝતા હતા.
એના શોરબકોરથી મુલ્લાં જાગી ગયા; અને પોતાનો એક નો એક કામણો ઓઢી બહાર આવી એ લોકોને સમજાવવા લાગ્યા.
એવામાં એક દારૂડિયો મુલ્લાના શરીર પરથી કામળો ખેચી લઇ નાઠો. એની સાથે બીજો પણ નાઠો.
હવે મુલ્લાં પાછા ઘરમાં આવ્યા.
બીબીએ પૂછ્યું : 'શાનો કજીઓ હતો ?'
મુલ્લાંએ કહ્યું : 'મારા કામળો નો ! એ મળ્યો એટલે એમનો કજીયો માટી ગયો ! બેઉ જાય ભાગ્ય ! હાશ, હવે નિરાંતે ઊંઘશે.'"

ટિપ્પણીઓ