મુખ્ય સામગ્રી પર જાઓ

નવોઢા

લેખક: જીગર દવે

એ બેઠી હતી ચહેરા પર ઘૂંઘટ અને ઓરડાની વચ્ચોવચ એક બાજોઠ પર આંખો મા અઢળક સપનાઓ ના આંજણ સાથે નવી નવેલી દુલ્હન ના શણગાર સજી ને.. માથેથી ઉતરીને પાનેતર નો ઘૂંઘટ એવી રીતે એના ચહેરાને સંતાડી રહ્યો હતો કે એનો ચહેરો દેખાઇ ન જાય. તો પણ ઘૂંઘટ જરાતરા આઘોપાછો થવાને કારણે એકાદ વખત એની સપ્રમાણ ચિબૂકની આછેરી ઝલક તો દેખાઇ જ ગઇ. લાલ પાનેતર ની બહાર એના ગોરા પરંતુ લાલચટ્ટાક
મહેંદી ઊભરેલા તથા હીરા જડેલા લાલ સફેદ ચૂડા થી તર થયેલા હાથ અને પગની પીંડીઓની લાલાશનો અદભૂત સમન્વય જોનારની આંખોમાં એના રૂપ અંગે એક અસામાન્ય ઉત્સુકતા જન્માવી રહ્યો હતો. એના મોં જોયણા ની રસમ ચાલુ થવાની તૈયારી મા હતી. મૂહુર્ત ની જ
રાહ જોવાઇ રહી હતી જેના માટે પંડિતજી એ સમય પણ સૂચવી દીધો હતો. ગઇકાલે જ આશિષ ના કુટુંબના ચાર સભ્યો તથા દામીની ના માતાપિતા અને ભાઇની હાજરીમાં સાવ સાદાઇથી આર્યસમાજના સંકુલ મા લગ્ન થયા હતા કેમકે ધામધૂમ કે તડકભડક અને
ભીડભાડ આશિષ ને જરા પણ પસંદ ન હતા. એકનો એક દિકરો એટલે ખાનદાની હારની જેમ હૈયે લગાડીને રાખ્યો હતો સગુણાબહેને એને. એની કોઇપણ વાત નહોતા ઉથાપી શકતા. આશિષ પણ આ વાત સુપેરે જાણતો હતો. એટલે જ તો એણે જ્યારે પહેલી વાર દામીની ની વાત કરી ત્યારે માં ને થોડું નહોતું જ ગમ્યું.
તો પણ એમણે વાતને તાત્કાલિક સંભાળી લેતા કહ્યું હતું કે, બેટા! એકવાર તું એને ઘરે તો લઇ આવ.. હું જાણું ને કે તારી પસંદ કંઇ જેવી તેવી ના જ હોય...!!
' સાવ સાચી વાત મમ્મી !.. ' આશિષે
સગુણાબહેન ના ખભે એનું માથુ ટેકવ્યુ અને બોલ્યો..
' મારી મમ્મી તરીકે તારી પસંદગી કરવા માટે પણ હું ઇશ્વર
સાથે ઝગડ્યો હતો. અને જો છે ને બેસ્ટ
ચોઇસ મારી..!
બંને ખડખડાટ હસી પડ્યા..
અને બીજા જ દિવસે આશિષ સગુણાબહેન
ને લઇને દામીની ના ઘરે પહોંચી ગયો.
ઘર સાવ સામાન્ય પરંતુ સાફસુથરૂ હતું.
ઓળખાણ
ની ઔપચારિકતા પતી ત્યાં તો કીચનમાંથી શરબત
ની ટ્રે સાથે
દામીની ડ્રોઇંગરૂમમાં પ્રવેશી.
આરસમાંથી તરાશી કાઢેલો ચંદ્રમા સમો ગોરો ગોરો ચહેરો..
મોટી મોટી ગોળ ચળકતા ઊંડાણ
વાળી આંખો. આખા ચહેરા પર ક્યાંય
નહી ને ફક્ત હોઠ ની નીચે ડાબી બાજુએ
એકમાત્ર નાનકડો લાલ તલ
એના સૌંદર્ય
મા અભિવૃદ્ધિ કરી રહ્યો હતો. જાણે
કુદરતે જ આ સુંદર ચહેરાને નજર
ના લાગી જાય એની ગોઠવણ
કરી દીધી હતી. પ્રમાણમાંઅત્યંત
આકર્ષક કહી શકાય એવા નાક
નકશી ની માલિકણ
એવી દામીની ના હોઠ પર
ફરકી ગયેલાં નાનકડા સ્મિત
મા સગુણાબહેન એવા તો ખોવાયા કે
દામીની ના કોમળ
હથેળીઓના એમના પગે થયેલાં સ્પર્શ ને
કારણે એ તંદ્રામાંથી બહાર આવ્યા.
"આ તો.. એજ દામીની ને બેટા..."
"..હા મમ્મી, આ એજ દામીની છે..'
આશિષે એમની વાત નો દોર વચ્ચેથી જ
સાધી લીધો... "જેનો આઠ
મહિના પહેલા પાશવી બળાત્કાર
થયો હતો અને હું એનો કેસ
લડ્યો હતો..અને એ
છુટી ગયેલાં આરોપીઓને જડબેસલાક
સજા પણ અપાવી હતી."
એ થોડું અટક્યો અને દામીની સામે
જોઇને બોલ્યો.. કે
જો દામીની ના સ્થાને બીજી કોઇ
છોકરી હોત તો એણે આવો કેસ
કરવાના બદલે આત્મહત્યા જ
કરી લીધી હોત.."
"મમ્મી! મારી સાથે જે બની ગયુ
એના કારણે કોઇક રૂઢિવાદી માટે હું
તિરસ્કાર નું પાત્ર
બની તો કોઇકના માટે દયા અને
સહાનુભૂતિ નું કારણ."
દામીની ની પાંપણો પર
ઝળઝળીયા આવીને અટકી રહ્યા.
"નાનપણમાં ઘર-ઘર રમતી ત્યારે હું
મારી ઢીંગલી સાથે આખો દિવસ
ધીંગામસ્તી કર્યા કરતી.
થોડી મોટી થઇ તો મારી સમજણે મને
પ્રેમ, હૂંફ તથા લાગણીઓની જરૂરિયાત
નું ઉંમરસહજ ભાન કરાવ્યું. સોળમાં વર્ષે મેં
અનાયાસે જ મારા જીવનસાથી વિષે
સપના સજાવવાનુ શરૂ કર્યું.
મારા મનમાં એની છબી ઝાંખીપાંખી રચાવા લાગી હતી.
કોલેજમાં આવી ત્યારે
કેટકેટલા છોકરાઓ પતંગિયા ની જેમ
આગળ પાછળ ફરતા થયાં. પણ મારે
યૌવન ના એ ઉભરાટ મા નહોતું ભળવાનુ
એ મને ખબર હતી."
એ થોડું અટકી.. ઊંડો શ્વાસ ભર્યો અને
આગળ વધી.." હું તો એટલું જ
જાણતી હતી કે મારે મને
મારા પતિ માટે સાચવવાની છે.
આમાં હું ક્યાં ખોટી હતી?"
સગુણાબહેન એના આ
સપના તથા વ્યથાઓ ને
એની આંખો મા તાદ્શ થતાં જોઇ
રહ્યા હતા.
" જે બન્યું હતું એ મારા માટે
તો આઘાતજનક જ હતું. પરંતુ હજુ તો મને
મારા શારીરિક અને માનસિક
જખ્મોથી કળ વળે એ પહેલા જ એનાથીયે
મોટો આઘાત તો મને સોસાયટી એ
આપ્યો.
હોસ્પિટલમાં મૃત્યુ સામેની લડાઇ
જીતીને ઘરે આવી તો લોકોએ
મારી રોજિંદી જિંદગી ને સાવ
અસામાન્ય બનાવી દીધી. હું
ઘરની બહાર
નહોતી નીકળતી તો લોકો ઘરની અંદર
આવી જતા હતાં.જાણે કે હું કોઇ અલગ જ
ગ્રહ પર આંટો મારીને આવી હોઉં એમ મને
વારંવાર પૂછ્યા કરતાં કે હવે મને કેમ લાગે
છે..!
બળાત્કાર ની પીડા તો હું કદાચ
ભૂલી પણ જાત.. પણ લોકો વારંવાર
મારા એ ઘા ને કોચ્યા કરતા હતા અને
દેખાડો એવો કરતા કે જાણે
મારા કરતાં વધુ પીડામાંથી એ
લોકો પસાર થઇ રહ્યા હતા.
હું રડતી, છાતીફાટ રડતી. આંખો સુઝીને
લાલ થઇ જતી. ચિલ્લાતી કે મને
એકલી મૂકી દો. પણ.. ના..
મને ઘણીવાર મારી જાત પર
દયા આવતી થતું કે પેલા નરાધમોએ
તો એક જ વાર મને પીંખી હતી પણ આ
લોકો તો રોજેરોજ એજ અત્યાચાર
મારા પર ગુજારે છે.
એ થોડીવાર માટે અટકી..
પાણી નો ગ્લાસ ઉઠાવ્યો. બે ઘુંટ
ભર્યા. ઉંડો શ્વાસ લીધો. પછી આશિષ
સામે જોયું.. એના મોં પર
દામીની પ્રત્યે ગજબનો આત્મવિશ્વાસ
ઝલકી રહ્યો હતો.
"બસ એ પછી મેં આ લડાઇ લડવાનું
નક્કી કર્યું. જેમાં મહિલા કાનૂની સહાય
કેન્દ્ર માંથી મને મારા વકીલ તરીકે
આશિષનો સંપર્ક થયો. એમણે મારો કેસ
લડવા તૈયારી બતાવી. એટલું જ
નહી એમણે મને મારું સ્ત્રીત્વ પાછું
અપાવ્યું. એ ઉપકાર હજી માની રહું
ત્યાં તો એમણે મને લગ્ન માટે પ્રપોઝ
કર્યું.
મારી સામાજિક
સ્થિતિ જાણ્યા પછી પણ એ
મારી સાથે લગ્ન કરવા તૈયાર
થયા હતા. શાંતિથી વિચાર
કરતાં કોલેજ
કાળની મારી કલ્પના ની એ છબી હવે
સ્પષ્ટપણે ઊભરવા લાગી હતી જેમાં હવે
આશિષ ની હતી."
આટલું બોલીને એ સગુણાબહેન સામે જોઇ
રહી. અને છેલ્લે કહ્યું કે મેં કોઇ પાપ
નથી કર્યું. હું ગુનેગાર નથી એ હકીકત આ
દુનિયામાં મારા માં બાપ બાદ ફક્ત
આશિષ જ જોઇ શક્યા હતાં."
દામીની ની મમ્મી એ
દામીની નો હાથ પકડ્યો અને બોલ્યા,
"સગુણાબહેન ! અમે તો સામાન્ય માણસ..
અને અમારે મન દિકરી એટલે
સાપનો ભારો.
શું તમે આ સાપના ભારા ને સ્વીકારશો?
સગુણાબહેન સુન્ન થઇ ગયા હતાં.
વાતાવરણમાં ખામોશી છવાઇ ગઇ.
દામીની એ સગુણાબહેન ની આંખો પર
પોતાની આંખો ટેકવી.
અને પૂછ્યું કે સમાજ ની સામે મારી સાથે
ઉભા રહેવાની હિંમત
દાખવી શકશો સગુણાબહેન?
સગુણાબહેને આશિષ ની સામે જોયું.. અને
બોલ્યા ...
" આ છોકરી મા સંબંધો ની કોઇ તમીજ છે
કે નહી આશિષ? એને કહે કે હું
તારી મમ્મી થાઉં તો એની પણ
મમ્મી જ કહેવાઉં."
આટલું સાંભળતાની સાથે જ
દામીની ની પાંપણો ની ધાર પર
અટકી ગયેલાં આંસુઓએ સડસડાટ
પોતાનો રસ્તો કરી લીધો.
***************************
અચાનક સગુણાબહેન ઊભા થયા અને
દામીની નો ઘૂંઘટ ઉઠાવીને
એનો ચહેરો જોઇને બોલ્યા
"આ છે મારી કુલવધુ અને આશિષ
ની નવોઢા..."
દામીની ના મોં પર
પ્રસરેલા અનેરા સંતોષ ના ભાવે
એના સૌંદર્ય મા ચાર ચાંદ
લગાવી દીધા.

(જીગર દવેની ફેસબુક પોસ્ટ પરથી સાભાર)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...