ખાસ વાંચજો મિત્રો...આ પોસ્ટ વાંચ્યા બાદ કદાચ તમારી વિચાર પેટર્ન બદલાઈ જાય, અચૂક વાંચો અને શેર કરો !
"પત્ની બોલી: આજ ધોવા માટે વધારે કપડા ના નાખતા"
- કેમ?
"એણે કહ્યું, આપણી કામ વાળી બાઈ ૨ દિવસ નથી આવવાની"
- કેમ?
"ગણપતિ વિસર્જન માટે એની દીકરી, જમાઈ અને દીકરી ની બાળકી ને મળવા માટે જવાની છે, મને કેતી હતી"...
- સારું વધારે કપડા નઈ કાઢું બસ!
"અને હા ગણપતિ માટે ૫૦૦ રુપીયા આપું એને, તહેવાર નું બોનસ?"
- કેમ, હજુ દિવાળી આવે છે ને, ત્યારે આપીશું.
"અરે ગરીબ છે બિચારી, છોકરી ના ઘરે જઈ રહી છે. આપીશું તો એને પણ સારું લાગશે.. અને આ મોઘવારી ના સમય માં ટૂંકા પગાર માંથી તહેવાર કેવી રીતે મનાવશે બિચારી?"
- તું પણ છે ને, જરૂર કરતા વધારે ભાવુક છે.
"અરે નઈ ચિંતા ના કરો, હું આજનો પિઝ્ઝા ખાવાનો કાર્યક્રમ રદ્દ કરી દઉં છું. વગર ફોગટના ૫૦૦ રૂપિયા ઉડી જશે વાસી પાઉં ના આઠ ટુકડા ની પાછળ"...
- વાહ વાહ શું વાત છે! અમારા મોઢાં માંથી પિઝ્ઝા છીનવીને બાઈ ની થાળી માં??
(૩ દિવસ પછી પોતું કરતી કામવાળી ને પતિએ પૂછ્યું.)
- કેમ, કેવી રઈ છુટ્ટી?
"ખુબ સારી સાહેબ, દીદીએ ૫૦૦ રૂપિયા આપ્યા હતા ને તહેવાર નું બોનસ"..
- અચ્છા, મતલબ શું કર્યું એ ૫૦૦ રૂપિયાનું?
"જમાઈ માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ, બેબી માટે ૪૦ રૂપિયા ની ઢીંગલી, દીકરી માટે ૫૦ રૂપિયા ના પેડા, બીજા ૫૦ રૂપિયા ના પેડા મંદિર માં પ્રસાદ ચઢાવી, ૬૦ રૂપિયા ભાડા ના થયા, ૨૫ રૂપિયા ની બંગળીઓ દીકરી માટે, અને જમાઈ માટે ૫૦ રૂપિયા નો બેલ્ટ લીધો સારા માનો, વધેલા ૭૫ રૂપિયા બેબી ને આપી દીધા નોટ પેન્સિલ ખરીદવા માટે"... (કચરા-પોતું કરતા કરતા પૂરો હિસાબ એણે જાણે કંઠસ્થ હતો)..
- ૫૦૦ રૂપિયા માં આટલું બધું? એ આશ્ચર્ય સાથે માનો-મન વિચાર કરવા લાગ્યો...
એની આંખો સામે આંઠ ટુકડા કરેલો મોટી સાઈઝ નો પિઝ્ઝા ઘુમવા લાગ્યો. એક એક ટુકડો એના મગજ પર જાણે હથોડા મારતો હતો. પોતાના ૧ પિઝ્ઝા ના ખર્ચની તુલના પેલી કામવાળી બાઇ ના તહેવાર ના ખર્ચ થી કરવા લાગ્યો... પહેલો ટુકડો બેબીની ઢીંગલી, બીજો ટુકડો પેડાનો, ત્રીજો ટુકડો મંદિરનો પ્રસાદ, ચોથો ભાડાનો, પાંચમો જમાઈના શર્ટનો , છટ્ઠો બંગળીનો, સાતમો જમાઈના બેલ્ટનો, અને આંઠમો બાળકીની નોટ-પેન્સિલનો...
આજ સુધી એણે હંમેશા પિઝ્ઝા ની એકજ બાજુ જોઈ હતી. કદી ફેરવી ને નહોતું જોયું કે પીઝ્ઝો પાછળ થી કેવો લાગે છે. પણ આજે કામવાળી બાઈયે એને પિઝ્ઝા ની બીજી બાજુ બતાવી દીધી હતી. પિઝ્ઝા ના આંઠ ટુકડા એને જીવન નો અર્થ સમજાવી ગયા.
"જીવવા માટે ખર્ચ" કે "ખર્ચવા માટે જીવન" નો નવિન અર્થ એક ઝટકામાં એને સમજાઈ ગયો...
ટિપ્પણીઓ