લેખક: અજ્ઞાત
બે જીવ માટે એક જીવ ની વેદના ભરી જુદાઈ …કેવી કારમી અગ્નિ પરીક્ષા !!
મન માં તો ઘણુય છે કે કહી દઉં, દીકરા રહેવા દે જે લુખ્ખું સુક્કું મળશે તે ખાઈ લઈશું , પણ જોડે તો રહીશું ને !!
પણ કહેતા જીભ નથી ઉપડતી કારણ કે હું જાણું છું હવે આ એકજ ઉપાય બાકી છે .
બીજા બે નાના જીવો ને જીવન આપવા માટે મારી એકલીની કુરબાની હવે કામ નહિ લાગે જાણું છું
આ છેવાડાના ગામમાં એકલા હાથે 3 જીવો ને ઉછેરવા મેં શું શું નથી કર્યું?
એક માં ,એક અભણ સ્ત્રી જે પણ કરી સકે છે તે બઘુય કરી ચુકી છું પણ હવે ના આ હાથમાં જોર છે ના હૈયે હામ ….
અને એટલે જ કાળજાના કટકાને મધમાખીઓ નાં ટોળા માં ઘકેલું છું !!
બસ મારા અંતર નાં આશિષ અને દુઆ આપી સકું તેમ છે કારણ તેમાં હું બહુ સધ્ધર છું .
હા સમાજે આપેલી સમજ પ્રમાણે એક સલાહ આપું છું કે પહેલો વિશ્વાસ તારા અંતર આત્મા ઉપર કરજે
“તું બીયર બાર જાત વેચવા નહિ નાચ માટે જાય છે
દીકરી મારી તારા ભાંડુ ઓના ઉજળા કાલ માટે જાય છે “
વિધાતા ને એકજ માગણી કરી છે મને દીકરી ની” માં “રાખે
ટિપ્પણીઓ