મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

કુર્યાત સદા…

‘પથિક, ડેડ બોલું છું. સમય મળે પ્લિસ ફોન કરજે!’ બોર્ડ મિંટિંગમાંથી પથિક જ્યારે એની ઓફિસમાં આવ્યો ત્યારે એના આઈ ફોન પર વોઈસમેઈલમાં મૅસેજ હતો. પથિક ન્યૂ જર્સી ખાતે બેયર ફાર્માસ્યુટિકલ્સમાં રિસર્ચ સાયન્ટિસ્ટ હતો. પથિકે કમ્પ્યૂટરના મોનિટરના ઘડિયાળ પર નજર કરી. દેશમાં સાંજના સાત સવા સાત થયા હશે એમ વિચારી એણે ફોન કરવાનું નક્કી કર્યું. એના માતા પિતા છેલ્લા બે અઠવાડિયાથી દેશ ગયા હતાઃ પથિક માટે છોકરી શોધવા. થોડી વાર રિંગ વાગ્યા બાદ મિતાનો ઉત્સાહી અવાજ સંભળાયો, ‘ક્યારની તારા ફોનની રાહ જોતી હતી.’ મિતા, પથિકની માતાના અવાજમાં અધીરાઈ હતી, ‘ક્યાં હતો?’ ‘મો…મ!  જોબ પર છું. તું ય શું?! મિટિંગમાં હતો!’ ‘તૈયારી કર. અહિં આવવાની. મસ્ત છોકરી શોધી છે મેં તારા માટે… આપણી એકદમ જાણમાં જ છે. વલસાડ પેલા રમેશભાઈ છે ને? મોટા બજારમાં? એની છોકરી!’ પથિક એની મોમને કલ્પી રહ્યો હતો. એકના એક દીકરાને પરણાવવાનો ઉમળકો ફોનમાંથી પણ જાણે છલક છલક છલકાય રહ્યો હતો, ‘……’ પથિક મૌન. શું કહે? ‘કેમ ચુપ થઈ ગયો.?’ ‘શુ કહું મોમ?’ ‘તારે કંઈ જ કહેવાનું નથી! કરવાનું છે બુકિંગ વહેલી તકે. સમજ્યો ?’ ‘બટ મોમ, એને જોયા મળ્યા વગર.’ પથ...

ધ ચેપલ

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ તે આળસભરી ચાલી રહી હતી, કારણ કે તીખો એપ્રિલનો સૂર્ય સીધો માથા પર ચમકી રહ્યો હતો. તેની છત્રી સૂર્યની કિરણોને અવરોધતી હતી, પરંતુ ગરમીને કોઈ અવરોધી શક્યું નહીં - તે કઠોર, જંગલી ગરમી જે પોતાની શક્તિથી તમને ચગદી નાખે. થોડા ભેંસો નાળિયેરના વૃક્ષો નીચે બાંધેલા હતા, સૂકી નદીકિનારાની ઘાસચારો ચરી રહ્યા હતા. ક્યારેક કોઈ કાર પસાર થતી, પીગળેલા ડામરમાં પોતાના ટાયરના નિશાન છોડી જતી, જેમ સમુદ્રમાં જહાજની લાટ પછતી રહે. નહીંતર ચારે બાજુ શાંતિ હતી, અને તે કોઈને દેખાયો નહીં. તેણીના લાંબા સફેદ રવિવારના ગાઉનમાં, તમે જિની નરાઇનને ચૌદ કે પંદર વર્ષની ગણી શકો. હકીકતમાં તે બાર વર્ષની હતી, એક સુખી, સરળ બાળક જેનું સ્વભાવ તેણીના કાળા, કમર સુધીના વાળમાં સજાવેલા લાલ જાસૂદ જેવું ખુલ્લું હતું. તેના પરિવારે પેઢીઓ પહેલાં ભારતથી ત્રિનિદાદ આવીને ખાંડના બગીચામાં નિયંત્રકો તરીકે કામ કર્યું હતું. તેના પિતાને રિયો ક્રિસ્ટાલિનોની આસપાસ જમીન ખરીદી અને સાફ કરી, તેમાં કોફીની વાવેતર કરીને થોડી સફળતા મેળવી હતી. જિનીથી વીસ ગજ આગળ ધૂળધાણી નદીકિનારે એક કાર અટકી. તેણી પહેલાં એક વાર તેને પસાર થ...

સાચી કૃતજ્ઞતા

લેખક: અજ્ઞાત  નવી દિલ્હીના ગ્રાન્ડ કન્વેન્શન સેન્ટરમાં એક ગરમ સાંજ. કેમેરાના ઝગમગાટ બધે જ ચમકી રહ્યા હતા. સુરક્ષા કર્મચારીઓ તેમની વોકી-ટોકીમાં વાત કરી રહ્યા હતા, અને સુટ પહેરેલા લોકો ધમધમી રહ્યા હતા. મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, મહાનુભાવો અને વિદેશી મહેમાનો હોલ ભરાઈ ગયા હતા. આગળની હરોળમાં દેશના સૌથી શક્તિશાળી પુરુષો અને સ્ત્રીઓ બેઠા હતા. ત્રીજી હરોળમાં ખૂણાની સીટ પર આછા સુતરાઉ સાડી પહેરેલી એક નમ્ર મહિલા બેઠી હતી. તેની હાજરી કોઈની નજર ખેંચી શકે તેટલી આકર્ષક નહોતી. તેનું નામ *લક્ષ્મી પિચાઈ* હતું. બહુ ઓછા લોકો જાણતા હતા કે તે કોણ છે. તેમના પુત્ર - *સુંદર પિચાઈ*, ગૂગલના સીઈઓ અને ભારતનું ગૌરવ, પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સુંદર પિચાઈ - એક એવો માણસ જેણે આ શિખર સુધી પહોંચવા માટે ઘણી અગ્નિ કસોટીઓ પાર કરી હતી. આજે રાત્રે, ભારત સરકાર આ માટીના પુત્રનું સન્માન કરવા જઈ રહી હતી. આ કાર્યક્રમ દુર્લભ અને પ્રતિષ્ઠિત હતો, જેમાં દેશના કેટલાક શ્રેષ્ઠ દિમાગના લોકોએ હાજરી આપી હતી. સુંદર તેની માતા તરફ જોતો રહ્યો. તેણીને પોતાના પર આટલું ધ્યાન ગમતું ન હતું.  ખોળામાં હાથ રાખીને શાંતિથી બેઠેલી, તેમની ...

લાયસન્સ ટુ હેઈટ…

‘નાઇન વન વન.. ઇમરજન્સી….’ જેફરસન ટાઉનશીપની પોલિસ ડિસ્પેચર માર્થાએ એના ગંભીર સુરમાં ઇનકમિંગ ફોનનો ઉત્તર આપતા કહ્યું. ‘ઓ…ઓ… માય ગોડ…! ઓ…ઓ… માય ગોડ…!’ સામેથી કોઈ સ્ત્રીના ભયભીત અવાજે માર્થાને સહેજ ચોંકાવી દીધી. એણે તો કોઈ સાધારણ ઇમરજન્સીની જ અપેક્ષા સેવી હતી કારણ કે, જેફરસન ટાઉનશીપમાં શાંત, ગુનારહિત વસ્તી રહેતી હતી. લાંબા સમયથી કોઈ ગંભીર ગુનાઓ થયા ન હતા. અને ક્યારેક તો સાવ સામાન્ય કારણોસર પણ ઇમરજન્સીના ફોન આવતા. પણ ફોનમાંથી રેલાતા સ્ત્રીના ભયભીત અવાજે અનુભવી માર્થાને કોઈ ગંભીર ગુનાની ચેતવણી આપી દીધી. એ તરત જ સક્રિય થઈ ગઈ. એના કમ્પ્યૂટર પર આવનાર ફોનનું લોકેશન અપલૉડ કરતા કરતા કહ્યું, ‘મેમ.. મે…મ…! કૂલ ડાઉન…!’ ‘ઓહ…ઓહ…!’ સામેથી સ્ત્રી ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી, ‘હેલ્પ મી.. હેલ્પ…મી…’ ફોનનું લોકેશન કન્ફર્મ થઈ જતા એ લોકેશન પર ફરી રહેલ પોલિસ ક્રૂઝરની માહિતી બીજા સ્ક્રીન પર અપલૉડ કરી. ‘હેલ્પ મી…’ સામેથી સ્ત્રી કરગરતી હતી. ‘મેમ… પ્લીઝ એક્સપ્લેઈન.. હેલ્પ ઇસ ઓન ધ વે.. પ્લીઝ…ટેલ મી વ્હોટ હેપન્ડ…?’ ‘ઓ…હ…નો…!’ રૂદન માંડ ખાળી સામેથી સ્ત્રીએ કહ્યું, ‘સમવન શોટ માય હસબન્ડ…!’ અને સ્ત્રી ફરી મોટેથી રડવા...