મુખ્ય સામગ્રી પર જાઓ

૪ અહલીપહલી

ફૂલ્યોફાલ્યો ફાગણ માસ આવ્યો છે, આંબા મોર્યા છે ને કેસૂડાં કોળ્યાં છે. બારે ભાર વનસ્પતિ તો લચી પડી છે. ટાઢ ઊડી છે ને તડકા તપવા લાગ્યા છે.

સામી ઝાળે હોળી ચાલી આવી છે. આઠમની રાતથી તો કાંઈ અજવાળિયાં ખીલે છે! કાંઈ અજવાળિયાં ખીલે છે!

એ અજવાળિયામાં ટોળે વળીને શેરીની નાનકડી છોકરીઓ અહલીપહલી માગવા નીકળી પડે છે. આ ઘેર જાય છે ને પેલે ઘેર જાય છે. કોણ કોણ જાય છે?

અજવાળી, દીવાળી ને રૂપાળી : પારવતી, ગોમતી ને સરસ્વતી : પૂતળી, મોતડી ને મણિ : હેમી, પ્રેમી ને પરભી : કોઈ બામણની દીકરી, કોઈ વાણિયાની, કોઈ રજપૂતની તો કોઈ કણબીની : એમ ટોળે વળીને કુમારિકાઓ પડોશીને ઘેર ઘેર ઘૂમે છે. માથાં ડોલાવી ડોલાવીને તાલ દેતી દેતી લહેકાથી ગાજી ઊઠે છે કે —

અહલી દેજો બાઈ પહલી દેજો!
પહલીના પાંચ દોરા દેજો!

એટલું બોલે ત્યાં તો ઘરનાં છૈયાંછોકરાં સૌ દોટ કાઢીને બહાર આવે છે. વળી તાલ બદલે, લહેકા ટૂંકા થાય અને જોડકણું જોરથી ગાજે :

જે રે
દેશે રે
એને રે
ઘેરે રે
પાઘડિયાળો પૂતર આવશે!
નાગલિયાળી નાર આવશે!

અહાહા! પાઘડીબંધ રૂપાળો પુત્ર અને નાગણી-શા કાળા ભમ્મર ચોટલાવાળી રૂડી વહુ મળે! એવી આશિષ સાંભળીને તો કેટલી કેટલી જણ્યાં વિના ઝૂરતી પડોશણો દાણા દેવા દોડી આવતી’તી! કુંવારકાઓની આશિષો કાંઈ ફળ્યા વિના રહે!

પણ આ છોડીઓ તો નખેદ! આશિષો આપે તેમ વળી શાપ પણ આપે :

જે રે
નૈ દ્યે રે
એને રે
ઘેરે રે
બાડૂડો જમાઈ આવશે!
કાણી કૂબડી ધેડી આવશે!

[ધેડી એટલે દીકરી]
હળવો ફૂલ જેવો, કાલો કાલો અને ભોળા મનનો આ શાપ સાંભળતાં જ ખડખડ હસતી ઘરનાર ખોબો ભરીને બહાર આવે; કન્યાઓના ખોળામાં દાણા ઠાલવીને બોલે : “લ્યો, ટળો, નીકર જીભડી વાઢી લઈશ”.

પણ બાળીભોળી છોકરીઓ કાંઈ છેલ્લો આશીર્વાદ આપ્યા વિના જાય કદી? આ અને ઓલ્યા તમામ ઘરને સૌભાગ્યની દુવા સંભળાવે છે :

આ ઘેર ઓટલો
ઓલે ઘેર ઓટલો
ઘરધણિયાણી ઓળે ચોટલો

પછી દુઝાણાંવઝાણાં અને ખેતરવાડી વગેરે સંપતની દુવા સંભળાવે છે :

આ ઘેરે રાશ
ઓલે ઘેરે રાશ
ઘરધણિયાણી ફેરે છાશ!
આ ઘેરે ગાડું
ઓલે ઘેરે ગાડું
ઘરધણિયાણી જમે લાડુ!

અને થોડું કે ઝાઝું જેટલું આપે એટલાથી રીઝનારી, કોઈને ભારે ન પડનારી એ બાલિકાઓ છેલ્લું બોલે છે —

ચપટી દ્યો તો રાજી થાઈં
ખોબો દ્યો તો ભાગી જાઈં.

એમ આઠ દિવસ દાણા ઉઘરાવે અને એ દાણાનો ખજૂર લે. પૂનમની હોળીનાં દર્શન કર્યા પછી સહુ હળીમળીને એ ખજૂર ખાય.

એનું નામ અહલીપહલી. ‘અહલીપહલી’નો અર્થ જ ખોબો અથવા અરધો ખોબો. એક હાથના ખોબાને ‘પહલી’ કહે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...