મુખ્ય સામગ્રી પર જાઓ

૮ મેહિફિલે ફેસાનેગુયાન : સભા બીજી

 “વખતસર આવ્યા.” હું ઘરમાં પેઠો અને તરત જ પ્રમીલાબહેને કહ્યું. મેં કહ્યું: અશક્ય છે.

⁠ધીરુબહેન : અરે આજે આટલી સહેલાઈથી અનિયમિતતાની ટેવ કબૂલ કરી લ્યો છો તેથી તમારી સત્યપ્રિયતાને માટે ઘણું માન થાય છે.

⁠મેં કહ્યું : નહિ રે ! હું અનિયમિતતાનો આરોપ કબૂલ કરતો જ નથી. પછી સત્યપ્રિયતાનું ગમે તે થાય. મારું તો એમ કહેવું, કે તમારા પ્રમુખપણામાં મેહફિલનો વખત જ ક્યાં નક્કી થયો છે કે હું વખતસર આવી શકું.

⁠ધીરુબહેન : બે પ્રકારનાં વખતસરપણાં હોય છે. નાટકમાં કોઈ હરામખોર, સ્ત્રી ઉપર હલ્લો કરવા જતો હોય ત્યાં જ તેને કોઈ બચાવવા આવી ચડે તેને આપણે વખતસર આવી પહોંચ્યો કહીએ; અને બીજું વખતસરપણું તે પહેલેથી ​નક્કી કરેલા સમયનું. આપણે પહેલેથી સમય નક્કી કર્યો નહોતો પણ અમે મેહફિલની વાતો કરતાં હતાં ત્યાં જ તમે આવી પહોંચ્યા. એટલે વખતસર.

⁠મેં કહ્યું : ધનુભાઈ, હવે આ બન્ને વખતસરપણાં માટે જુદા જુદા શબ્દો યોજો.

⁠ધીરુબહેન : હમણાં જ વસંતભાઈએ દોષ કાઢ્યો છે તે એક વાર મેહફિલનું સ્થાન નક્કી કરો.

⁠ધનુભાઈ : મારા અભ્યાસખંડમાં.

⁠પ્રમીલા : નહિ, અમારા ખંડમાં.

⁠મેં કહ્યું : હું બીજાથી સ્વતંત્ર મત બાંધી શકું છું એમ બતાવવા કહું છું કે ચીનુની રમકડાંની ઓરડીમાં.

⁠ધીરુબહેન : નહિ. તમે બધાંએ કેવળ વ્યક્તિદૃષ્ટિથી અને જરા પણ કારણ બતાવ્યા વિના મત આપેલ છે. હું કારણ સાથે અને મારા નિર્ણય તરીકે કહું છું કે મેહફિલ રસોડામાં ભરાવી જોઈએ. પ્રમુખનું અને પીણાં બનાવવાનું બન્ને કામો મારે કરવાનાં છે. વાતો કરતાં પણ કામ ન પડ્યું રહેવું જોઈએ એ સિદ્ધાંત પુરુષોએ અમારી પાસેથી શીખવો જોઈએ. સ્ત્રીઓ એકબીજીને મળવા જાય ત્યારે ત્યાં જે કામ ચાલતું હોય—ઘઉં વીણવાનું સીવવાનું રાંધવાનું—તેમાં મળવા આવનાર હાથ દેવા લાગે છે. તમે પુરુષો એકબીજાને મળવા જાઓ ત્યારે ચાલુ કામ બંધ કરો છો. માટે હંમેશાં ગૃહિણી પણ ભાગ લઈ શકે તેવી દરેક મિજલસ તે જ્યાં બેસતી હોય ત્યાં ભરવી જોઈએ. આ મારો નિર્ણય. માટે એકવાર તો રસોડામાં ચાલો. ચાલ ધમલા, આપણે પાટલા માંડીએ.

⁠મેં કહ્યું : આ પ્રમુખસાહેબ સારાં. જાતે જ પોતાનું અને મેફહિલનું પણ બધું કામ કરી લે.

​⁠અમે બધાં રસોડામાં ગોઠવાયાં. બીજી બાજુ ધીરુ બહેન અને ધમલો પાણીની તૈયારીઓ કરવા લાગ્યાં અને આ સર્વ તૈયારીઓની સાથે સાથે અમારો વાર્તાલાપ આગળ ચાલ્યો.

⁠ધનુભાઈ : લ્યો હવે ત્યારે પેલાં બે વખતસરપણાં માટે નામો પાડો.

⁠મેં કહ્યું : એક નાટકી અને બીજું કૃત્રિમ.

⁠ધીરુબહેન : કોઈ માનસપૃથક્કરણશાસ્ત્રી હોય તો તમારાં નામો ઉપરથી જ કહે કે તમે અનિયમિતતાની ટેવવાળા છો. તમે બન્ને નામો ખરાબ પાડ્યાં ! નાટકનો તો મેં દાખલો આપ્યો હતો; પણ એવા સાચા પ્રસંગો પણ હોઈ શકે.

⁠ધનુભાઈ : એક પ્રાસંગિક અને બીજું ઘડિયાળી.

⁠ધીરુબહેન: ઘડિયાળી તે ઘડિયાળ સમારનારને કહે છે, એ ન ચાલે.

⁠ધનુભાઈ : ત્યારે તમે વધારે સારાં નામો કહો.

⁠પ્રમીલા : જોજો ભાભી ભોળવાતાં. ધનુભાઈએ વાર્તા તૈયાર નહિ કરી હોય એટલે આડી અવળી વાત કરીને તેમને વખત કાઢી નાંખવો છે.

⁠ધીરુબહેન : હાલ તુરત આવાં નામો પાડવાની જરૂર નથી. મંડળને એવાં નામો આવશ્યક જણાશે ત્યારે ચર્ચા કરશે. પ્રથમ તો કહો કે તમે બે મિત્રોની વાર્તા લખી લાવ્યા છો?

⁠ધનુભાઈએ હસતાં હસતાં મારા સામું જોયું.

⁠મે કહ્યું : પણ આજે મેહફિલનું કામ કરવા પહેલાં એક પત્ર આવ્યો છે તે રજુ કરવાનો છે.

⁠ધીરુબહેન : કોના ઉપર આવ્યો છે?

⁠મેં કહ્યું : મારા પર મંત્રી તરીકે આવેલો છે.

​⁠ધીરુબહેન : કોણે લખેલો છે ?

⁠મેં કહ્યું : મ’મ નામના તખલ્લુસથી આવેલો છે.

⁠ધનુભાઈ : હું વાંધો લઉં છું કે તખલ્લુસવાળો પત્ર ન ચાલે. આપણે તો સાચું નામ જોઈએ. તે વિના કોઇને સભ્ય શી રીતે કરી શકીએ ?

⁠પ્રમીલા : હં. હં. તમે તમારે એમ કરીને વાત લંબાવો ને ! ભાભી ! આ વાંધો ખોટો છે. આપણું મંડલ વાર્તાવિનોદમંડળ છે અને વાર્તાસાહિત્ય નવ્વાણું ટકા તખલ્લુસવાળું હોય છે. કેટલાક લેખકોને તખલ્લુસ કાઢી નાંખવાનું કહો તો વાર્તા જ ન લખે. મારે મન ધૂમકેતુ અને તણખા એ અવિશ્લેષ્ય વસ્તુઓ છે.

⁠ધીરુબહેન : હવે કોઈ ને કાંઈ કહેવું છે?......તો ત્યારે મારો નિર્ણય કે માત્ર તખલ્લુસવાળી વાર્તા મંડળમાં વાંચી શકાય, પણ સભ્ય થતી વખતે તો ખરું નામ આપવું જ પડે.

⁠મેં કહ્યું : લ્યો થયું ?! ત્યારે જુઓ, આ વાર્તા તો મારે વાંચવી પડશે ખરું ને?

⁠ધીરુબહેન : વાંચો.

⁠મેં વાંચવું શરૂ કર્યું.

⁠૧[૧]શ્રી મંત્રીજી,

⁠વાર્તાવિનોદમંડલ. મુ. પ્રસ્થાન.

⁠[ ધીરુભાઈ : મુકામ પ્રસ્થાન એ વદતોવ્યાઘાત છે. મુકામનો અર્થ સ્થાયી રહેવાનું ઠામ થાય છે, અને પ્રસ્થાનનો અર્થ ચાલવા માંડવું એવો થાય છે. એટલે મુકામ પ્રસ્થાન કહી જ ન શકાય.

​⁠મેં કહ્યું : આ ચર્ચા શરૂ થાય તે પહેલાં મારે એક નિર્ણય કરાવવાનો છે. કોઈ સભ્ય કે અ–સભ્ય વાર્તા વાંચે ત્યારે વચાતાં દરમિયાન સવાલ પૂછી શકાય કે ટીકા કરી શકાય ? એમ થવાથી વાર્તારસને ક્ષતિ આવે અને તે વાર્તાલેખકને એટલી હાની થાય. આ પ્રશ્ન હજી સુધી મેહફિલ સમક્ષ આવ્યો નથી. ગયે વખતે ધમલાએ કરેલી વાર્તામાં વાર્તા દરમિયાન કોઈ કશું બોલ્યું નહોતું તે દાખલો ધ્યાનમાં લેવા યોગ્ય છે. આ જગાએ વાર્તાલેખક હાજર નથી એટલે તેનું હિત મારે સંભાળવાનું હોવાથી આ પ્રશ્ન મારે ઉઠાવવો પડ્યો છે.

⁠પ્રમીલા : અને એમ કરીએ તો આપણી મેહફિલના નિવેદનમાં આપણે ક્યાંક વાર્તાનાં જ પાત્રો ગણાઈ જઈએ !

⁠ધીરુભાઈ : આપણે વાર્તાનાં પાત્રો ગણાઈ જઇએ તેમાં તો મને કશું ખોટું લાગતું નથી. ગુજરાતમાં ઘણાએ સાક્ષરો બોલે છે ત્યારે જાણે તેમનો શબ્દે શબ્દ કોઈના કાનમાં ગુંજી રહેવાનો છે એવા ભાનથી દરેક શબ્દને ચીપીને બોલે છે—અલબત, બહાર બોલે છે ત્યારે. ઘરમાં એ ભાઈ બૈરીછોકરાં સાથે કેમ બોલતા હશે તે હું જાણતો નથી. ગુજરાતના કેટલાક લેખકો, જાણે પોતાનો દરેક કાગળ સંઘરાવાનો છે એમ ધારીને લખતો હોય છે. ગુજરાતમાં ઘણાંએ માણસો જાણે જાહેરમાં તેમની દરેક સ્થિતિનો કોઈ ફોટો પાડી લેવાનું હોય તે રીતે દરેક હિલચાલ કરે છે, અને એવી રીતે બેઠક લે છે. શાસ્ત્રોએ કહ્યું છે કે દરેક ક્ષણે મરવાના છીએ એમ ધારી ધર્મ કરવો. મહાત્માજી કહે છે દરેક ક્ષણનો હિસાબ આપી શકીએ તેમ રહેવું. ત્યારે ઉપર કહી ગયો તેવાં માણસો દરેક ક્ષણે પોતાના કલાત્મક અમરત્વનો વિચાર કરતાં હોય છે. તેમ આપણે પણ વાર્તાનાં પાત્રો બનવાની ધાસ્તી દરેક ક્ષણે ​રાખીશું તો તેમાં કાંઈ બગડી જવાનું નથી. વધારે ખરાબ તો એ છે કે ઘણી વાર્તાઓમાં વાર્તાનાં પાત્રો જાણતાં હોય છે કે અમે વાર્તાનાં પાત્રો છીએ, અને અમારે અમુક કામ કરવાનું છે, અને અમુક અંત લાવવાનો છે. તેના જેટલું આ ખરાબ નથી.

⁠ધીરુબહેન : વાર્તામંડળમાં જો તમને બોલવા દીધા હોય તો એક પણ સભ્ય ટકી શકે નહિ એમ માનું છું.

⁠ધનુભાઈ : એટલા માટે તો કોઈ નાસી ન શકે એવાં માણસોનું મંડળ કર્યું છે.

⁠પ્રમીલા: ધમલા, તું કેમ કાંઈ બોલતો નથી? ધનુભાઈ આવી લાંબી લાંબી વાતો કરે તે સામે વાંધો કેમ ઉઠાવતો નથી ?

⁠ધમલો: બહેન ! તેમાં મારે શું? હું મારું કામ કરું છું. અને તમે વારતા માંડશો એટલે ધ્યાન આપીશ. ત્યાંસુધી ગમે તે વાતચીત કરો તેમાં મારે શું ?

⁠ધીરુબહેન : ત્યારે હું ચુકાદો આપું છું. આવડી મોટી હું, ચોપડીમાં સમાઈ જઈશ એવી મને બીક જ નથી. અને વાર્તા વંચાતાં દરમિયાન ટીકા કરવાની, પ્રશ્ન કરવાની સૌને છૂટ છે. એમ ન કરીએ તો પછી આ મેહફિલ કેમ ગણાય ? એમ ને એમ તો વારતા ક્યાં કોઈ પોતાની મેળે સળંગ નથી વાંચી શકતું ? એમ સામસામા ઘા ઝીલતાં ઝીલતાં વાર્તા વાંચવી કે કહેવી એમાં જ વાર્તાની વધારે લિજ્જત છે, છતાં કોઈને ખાસ કારણસર વચમાં બોલવાની બંધી કરાવવી હોય તો તેવી દરખાસ્ત લાવી શકે છે.

⁠ધનુભાઈ : ત્યારે મુકામ પ્રસ્થાનનો મારો વાંધો નોંધો.

⁠ધીરુબહેન : ગતિ અને સ્થિતિ, તમે જ કહેતા હતા કે હાલના નવા શોધો પ્રમાણે અર્થહીન છે. રાજકોટ પૃથ્વી પર છે અને એ પૃથ્વી ફર્યા જ કરે છે, છતાં મુકામ રાજકોટ ​કહીએ છીએ, તેમ પ્રસ્થાન ભલે ફરતું રહે, અને તેમાં વાર્તા મુકામ કરી શકશે.

⁠મેં કહ્યું : ત્યારે આગળ વાંચું છું.]

⁠અમે પણ અહીં એક મંડળ, તમારું મંડળ નીકળ્યું તે પહેલાં, કે’ દિવસનું, કાઢ્યું છે.

⁠[ પ્રમીલા : કૌમુદી સેવક સંઘની માફક પહેલા બીજાનો પ્રશ્ન નીકળ્યો કે શું?

⁠ધનુભાઈ : જો એવો પ્રશ્ન નીકળે તો એકદમ જ કબુલ કરી દો, કે ભાઈ, તું જ પહેલો. આપણામાં કોઈ હાથમાં દેવતા લે તેમ નથી.

⁠ધીરુબહેન : અરે ધમલો હંમેશ ચલમ સળગાવતાં હાથમાં દેવતા લે છે.

⁠મેં કહ્યું : જુઓ, આ વચમાં બોલવા દેવાનો ગેરફાયદો. આમાં કંઈક જુદી જ વાત છે.

⁠ધીરુબહેન : ત્યારે સાંભળો સાંભળો.]

⁠અમારું મંડળ નર્યું વાર્તાવિનોદ મંડળ નથી. અમારું તો વાર્તા-મંડળ છે. એટલે એમાં વિનોદ કરવો હોય તો વિનોદ કરીએ; વિરોધ કરવો હોય તો વિરોધ કરીએ. મર્યાદા કશી નહિ. વાર્તા નવી હોય, જુની હોય, મૌલિક હોય, મોટા લેખકની હોય કે નાના લેખકની હોય, વાર્તાનું અમે ગમે તેમ કરીએ.

⁠કેટલાક વિદ્વાન સાક્ષરોનો મત અમારા જાણવામાં આવ્યો છે કે એક જ જાતનાં માસિકો ભેગાં કરી દેવાં જોઈએ, જેથી દેશની શક્તિનો દુર્વ્યય ન થાય. તે ઉપરથી આ એક જ જાતનાં મંડળો ભેગાં કરવાને આ ઉપરથી સૂચના કરીએ છીએ. અમારા મંડળમાં વાર્તા કહેનાર માત્ર હું છું. બીજાઓ તેમાં હા એ હા ભેળવે છે એટલે મારી વાર્તા સારી ચાલે છે. ​વળી એક ‘વિદ્વાન’ માસિકના તંત્રીએ સાંભળ્યું છે કે તમારી મેહફિલમાં વાર્તા નહિ પણ ટોળ થાય છે; તેટલા માટે વાર્તા પણ અમે ટોળ જેવી લખી મોકલી છે. આ વાર્તા મોકલવામાં અમારો બીજો પણ ઉદ્દેશ રહેલો છે તે એ કે હું ગણિતની રીતે વાર્તાઓમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી એકમાંથી અનેક વાર્તાઓ મૂળ વાર્તા કરતાં જુદા જ રસની ઉપજાવી શકું છું તેનો પ્રયોગ મારે તમારા મંડળ આગળ કરી બતાવવો છે. એટલે સાથેની વાર્તાને સ્વીકારીને અમારા આખા મંડળને તમારા મંડળ સાથે જોડી દેશો એ જ વિનંતી. ત્યારે હવે તે વાર્તા નીચે રજૂ કરું છું:

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...