મુખ્ય સામગ્રી પર જાઓ

૧૦ વ્યભિચારિણી વારુણી

 પૂર્વે રત્નાવતી નગરીમાં ધર્મકાન્ત નામનો એક ધનાઢ્ય વ્યાપારી વસતો હતો. તેની વારુણી નામની સ્ત્રી અત્યંત વ્યભિચારિણી હોવાથી તેને સંતતિ થતી ન હતી. તેના પતિએ અગણિત દ્રવ્ય ખર્ચીને તીર્થયાત્રા આદિ કરી, પણ તેનું કાંઈ પણ ફળ ન મળવાથી અંતે નિરાશ થઈને બેસી રહ્યો. ત્યારપછી એક દિવસ વારુણી પોતાના પતિને કહેવા લાગી કે –“અહીંથી બાર ગાઉ ઉપરના પર્વત પર જગદંબા દેવીનું મંદિર છે, તેની માનતા માનવાથી અને તેને નૈવેદ્ય ચઢાવવાથી સંતતિ અવશ્ય થાય છે, એવો ઘણાકોને અનુભવ મળ્યો છે. એટલા માટે મારો એવો વિચાર છે કે, આપણે પણ ત્યાં જઈએ અને દેવીને નૈવેદ્ય ચઢાવી સંતાનસુખ મેળવીએ.” પોતાના પતિને​એવી ભુલથાપ આપી ઘરમાંનાં મૂલ્યવાન રત્નો, અને સુવર્ણાલંકાર ઇત્યાદિ પોતાના જારના હાથમાં સોંપી માર્ગમાં ક્યાંય પણ લાગ જોઈને પતિને પરલોકમાં પહોંચાડી દેવાનો તેણે સંકેત કર્યો અને પાતાના તે દુષ્ટ હેતુને પાર પાડવા માટે તે પતિને આડી વાટોમાંથી લઈ ચાલી. અડધો માર્ગ કપાયો ત્યાં સૂર્યનો અસ્ત થયો અને તેવામાં વળી તે સ્ત્રીએ એવો ઢોંગ કર્યો કે;-“મારા પગમાં જબરો કાંટો પેસી ગયો છે એટલે મારાથી એક ડગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી !” પતિ તેને ખભે બેસાડીને ધીમે ધીમે ચાલવા લાગ્યો. એવા માં લગભગ દોઢ પ્રહર જેટલી રાત થવા આવી. તે વેળાએ તે સ્ત્રીએ કહ્યું કે;–“મને બહુ જ તરસ લાગી છે, મારા પ્રાણ નીકળી જાય છે, માટે ગમે ત્યાંથી પાણી લાવો અને મને પીવડાવો !” માર્ગથી જરાક દૂર એક કૂવો હતો ત્યાં ધર્મકાન્ત પોતાની પત્ની સહિત ગયો અને દોરી લોટો સાથે હોવાથી કૂવામાંથી પાણી કાઢીને પ્રથમ તેણે તે સ્ત્રીને પીવા માટે આપ્યું. ત્યાર પછી તે સ્ત્રી આમતેમની કેટલીક વાતો કરીને વખત વીતાડી પોતાના યારના આવવાની વાટ જોવા લાગી, પરંતુ તે આવ્યો નહિ એટલે જતી વેળાએ પાછું તેણે પાણી માગ્યું. ધર્મકાન્ત પાણી કાઢતો હતો એટલામાં ધીમેથી તેની પાછળ જઈ તે પાતકી પ્રમદાએ પતિના બન્ને પગ પકડીને તેને ઊંધે માથે કૂવામાં નાખી દીધો, અને ઉપરથી મોટા મોટા પત્થર નાખીને તત્કાળ તેના પ્રાણનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી જ્યારે તેનો યાર આવી લાગ્યો એટલે તેને તેણે પોતાની વીરતાનો ઇત્થંભૂત વૃત્તાંત કહી સંભળાવ્યો. વારુણી અને તેનો જાર ત્યાર પછી ત્યાંથી બીજા કોઈ દેશમાં ચાલ્યા જવા માટે નીકળ્યાં. તેઓ ચાલ્યાં જતાં હતાં એવામાં કર્મધર્મ સંયોગે અચાનક વારુણીના કેટલાક આપ્તજનો બીજે ગામથી વળ્યા હતા તે માર્ગમાં મળી ગયા અને તેમણે તેને પૂછ્યું કે;–“તમે આ પારકા પુરુષ સાથે ક્યાં જાઓ છો ?” તત્કાળ કાંઈ ઉત્તર ન સૂઝવાથી તે પાપિની ગભરાઈ ગઈ અને ​તેથી શક પડતાં તેને તથા તેના જારને બાંધીને તેમણે ખૂબ મેથીપાક જમાડ્યો. ચૈાદમા રત્નના પ્રતાપે તે બન્નેએ પોતાના પાપકર્મનો સ્વીકાર કરવાથી તે આપ્તજનોએ તે બન્નેને ત્યાંનાં ત્યાંજ ઠાર કરી નાખ્યાં. અર્થાત્ હે વારાંગને ! જો તું અત્યારે મને મારી નાખીશ, તો તારી પણ અવશ્ય એવી જ દશા થવાની; કારણ કે, પ્રાત:કાળ થતાં ફોજદાર ચારે તરફ ઘોડેસવારોને દોડાવીને તને અને તારા બાપને પકડી મંગાવશે અને બન્નેને યમલોકના માર્ગમાં પઠાવી દેશે. એટલા માટે દયામયી થઈને મને જીવનદાન આપ-એમાં જ તારૂં કલ્યાણ સમાયલું છે.

એ પ્રમાણેનું રક્તસેનનું ભાષણ સાંભળીને મદનમોહિની વેશ્યા કહેવા લાગી કે;–“આજ સુધીમાં મેં તારા જેવા શતાવધિ પુરુષોને પરલોકમાં પહોંચાડી દીધા છે, ત્યાં તારા એકલાની શી કથા વારૂ ?" એ ઉત્તર સાંભળીને રાજકુમાર પુનઃ આર્જવતાથી પ્રાર્થના કરવા લાગ્યો કે;-“હજી રાત ઘણી બાકી છે, એટલે હું તને એક બીજી કથા સંભળાવું છું તે સાંભળી લઈને જો દયા આવે, તો મને જીવતો રાખજે; નહિ તો પછી મરણ તો આજે મારા ભાગ્યમાં લખાયલું છે જ.” મદનમોહિની ઊઠી હતી તે પાછી નગ્ન અસિને હસ્તમાં રાખી બાજઠ પર બેસીને કહેવા લાગી છે;–“વારૂ-સંભળાવ તે કથા શીધ્રતાથી; વિશેષ વિલંબ ન કરીશ !” અનુમતિ મળતાં રાજકુમારે નીચેની કથાનો આરંભ કર્યો;–

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...