મુખ્ય સામગ્રી પર જાઓ

૧૩ પોપટની વાર્તા

 પૂર્વે રાજપુરી નામક નગરીમાં રાજા ધનપાળ રાજ્ય કરતો હતો. તેની પાસે એક ઘણો જ સારો પોપટ હતો. તે નિત્ય રાત્રિના સમયે નાના પ્રકારની કથાઓ સંભળાવી રાજાના મનનું રંજન કરતો હતો.​એક દિવસ તેનું પાંજરું દેવડીએ ટાંગેલું હતું અને પાસે જ એક વડનું ઝાડ હતું. તે વૃક્ષપર સાયંકાળે કેટલાક પોપટ આવીને બેઠા અને તેઓ તે પાંજરામાંના પોપટને જોઈને કહેવા લાગ્યા કે;“સમુદ્રપારના બેટમાં આપણા રાજાનાં લગ્ન છે, એટલે તારે પણ ત્યાં આવવું જોઈએ.” તે પોપટે રાત્રે વાર્તા સંભળાવીને રાજાને પ્રસન્ન કર્યો અને તેની પાસેથી બે માસની રજા લઈને તે પેલા બેટમાં ગયો. ત્યાંનો લગ્નસમારંભ આટોપાઈ ગયા પછી પાછા ફરતી વેળાએ રાજા માટે તે એક અમૃતફળ ત્યાંથી લાવ્યો, રાજા પાસે આવી ત્યાનો સંપૂર્ણ વૃત્તાંત જણાવી તેણે કહ્યું કે: “હું બહુ દૂરથી આ અમૃતફળ આપને માટે લઈ આવ્યો છું, માટે એનું આપ પોતે જ ભક્ષણ કરો !” પરંતુ રાજાને તેના વચનમાં વિશ્વાસ ન બંધાયાથી તે ફળ તેણે ગોખલામાં મૂકી દીધું. કર્મધર્મસંયોગે રાત્રિના સમયે તે સ્થળે એક કાળો નાગ આવ્યો અને તે એ અમૃતફળમાંના અમૃતનું શોષણ કરી તેના સ્થળે તેમાં વિષ રેડી ગયો. પ્રાતઃકાળ થતાંજ રાજાએ પોતાના એક પ્રિય સેવકને તેમાંનું અડધું ફળ ખવડાવ્યું અને તે ખાતાંની સાથેજ ઉલ્ટી કરીને તે સેવક તત્કાળ મરી ગયો, આ બનાવને જોઈને રાજાને લાગ્યું કે;-“પોપટ આ વિષફળ ખાસ મને મારી નાંખવાને માટે જ લઈ આવ્યો હતો, પણ મારાં મોટાં ભાગ્ય કે મેં તે ખાધું નહિ અને બચી ગયો !” ક્રોધના આવેશમાં તેણે પોપટને પકડીને તરત મારી નાખ્યો અને એક સેવકને બોલાવીને કહ્યું કે; -“આ વિષફળને ગામ બહાર લઈ જઈને જમીનમાં દાટી દ્યો !” સેવકે રાજાની આજ્ઞા પ્રમાણે એક નિર્જન સ્થાનમાં તે ફળ દાટી દીધું. કેટલાક દિવસ પછી તે ફળમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું અને તેમાં ઉત્તમ ફળો આવીને પાકવા પણ લાગ્યાં, પણ લોકોમાં એ વૃક્ષ વિશે એવો ભય વ્યાપી ગયો હતો કે, “એ ફળને જે ખાશે તે અવશ્ય મરી જ જશે!” તેથી એના ફળને કોઈ હસ્તસ્પર્શ પણ કરતું નહોતું, એવામાં બનાવ એવો બન્યો કે, એક વૃદ્ધ સ્ત્રી અને વૃદ્ધ પુરુષ પોતાનો પુત્ર કૃતજ્ઞ નીકળવાથી અને તેથી ​તે ખાવાને રોટલો ન આપતો હોવાથી જીવનનો કંટાળો આવતાં મરી જવાનો વિચાર કરીને ત્યાં આવ્યાં અને બંનેએ તે વૃક્ષનાં ફળો ખાધાં. પણ એથી મરવાને બદલે તેઓ તરુણ અને સ્વરૂપસુંદર થઈને પાછાં પોતાને ઘેર આવ્યાં, જેમણે આ બનાવ પ્રત્યક્ષ જોયો હતો તેમણે દોડતા જઈને આ સમાચાર રાજદરબારમાં રાજાને પહોંચાડ્યા. રાજાએ તત્કાળ ત્યાં આવી તેમાંનું એક ફળ એક રોગિષ્ટ મનુષ્યને આપ્યું અને તે ફળ ભક્ષતાં જ તેના રોગનો લોપ થઈ તેને દિવ્ય દેહ પ્રાપ્ત થયો. રાજાને આવો શાક્ષાત્કાર થવાથી તે પોતાના પ્રજ્ઞ પોપટને મારી નાખવા માટે મહા શોક કરવા લાગ્યો. પણ એ શોકનો શા ઉપયેાગ વારૂ ?

એ જ પ્રમાણે હે સુંદરી ! તું પણ પશ્ચાતાપ પામીને મારા માટે શોક કરીશ અને છેવટે મારા જીવના બદલામાં રાજા તારો જીવ પણ લેશે. એટલા માટે કૃપા કરીને “મને છોડી દે - તું પણ જીવ અને મને પણ જીવવા દે !” પરંતુ એ ઉપદેશને ધ્યાનમાં ન લેતાં વેશ્યા તેને મારવા માટે ઉઠી, એટલે વળી પાછો રાજકુમાર કહેવા લાગ્યો કે;- 'રમણી ! હજી થોડીક રાત બાકી છે, માટે એક કથા હજી પણ સાંભળી લે અને ત્યાર પછી જે કરવાનું હોય તે કરજે.' મદનમોહિનીએ આજ્ઞા આપવાથી તે નીચેની કથા સંભળાવવા લાગ્યો–

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...