મુખ્ય સામગ્રી પર જાઓ

૨૦ નરક-નિવાસ

 હોય, અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહીં સૂર્ય નથી, નથી ચંદ્ર, કે નથી તારા. ભયંકર કેાઈ સ્વપ્નસમી ઘન- ઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે ચાંપી ચુપચાપ ઊભી છે. અાંહીં, આવા લોકમાં તમે કાં આવ્યા, પ્રભુ?

પ્રેતો : સ્વર્ગને માર્ગે પડેલી આ દુનિયા, આનું નામ નરક- પુરી. દૂર દૂર આંહીંથી સ્વર્ગના દીવા દેખાય છે. સ્વર્ગના મુસાફરો દિવસરાત અહીં થઈને જ ચાલ્યા જાય છે. એના રથનાં પૈડાંનો ઘરઘરાટ અમારા કાનમાં અથડાય, અમારી અાંખોમાં એ જોઇને ઝેર વરસે, અમારી નીંદ કયાંયે ઊડી જાય. નીચે નજર કરીએ તે ધરતીનાં લીલૂડાં વન દેખાય, સાત સાત સાગરનું નિરંતર સંગીત સંભળાય, હાય રે ! સાગર ગાયા જ કરે.

પુરોહિત : વિમાનમાંથી નીચે આવો હે રાજા !

પ્રેતો : આવો, આવો, ને પલવાર અમારી પાસે રોકાઓ. અમ અભાગીની એટલી આજીજી છે, ઓ પુણ્ય- શાળી ! તાજા ચૂંટેલા ફૂલ પર ઝાકળનાં બિન્દુ બાઝયાં હોય, તેમ તમારે શરીરે પણ સંસારનાં આંસુ હજુ ચોંટી રહ્યાં છે. પૃથ્વીનાં ફૂલેાની, વૃક્ષોની ને માટીની સુવાસ હજુ તમારા દેહ પર મહેકી રહી છે; પ્યારા સ્વજનોના સ્નેહની સુગંધ પણ હજુ તમારે શિરે મઘમઘે છે; ઋતુયે ઋતુના મધુરા રંગો પણ તમારા મોં ઉપર હજુ રમી રહ્યા છે, હે રાજન્ ! ​સેમિક : ગુરુદેવ ! આ નરકમાં તમારે નિવાસ !

પુરોહિત : તમારા કુમારને યજ્ઞમાં હોમાવ્યો, એ પાપની આ સજા મળી છે, મહારાજ !

પ્રેતો : કહો, કહો એ કથની, રાજા ! પાપની વાતો સાંભળવા હજુ યે અમારા હૈયાં તલપી ઊઠે છે, માનવીની વાણીમાં જ બોલજો. તમારા કંઠમાં હજુ સુખદુઃખના કમ્પ ઊઠે છે. તમારા સૂરોમાં હજુ માનવીના હૃદયની રાગ- રાગણી રણકે છે. કહો એ કથની.

સોમક : હે છાયાશરીરધારીઓ ! હું વિદેહનો રાજા હતેા. મારું નામ સોમક. કૈં વર્ષો સુધી મેં હવનહોમ કર્યાં, સાધુસંતોને સેવ્યા, વૃદ્ધ થયો ત્યારે મને એક બાળક સાંપડ્યો. એની પ્રીતિના પાસમાં હું પડ્યો. સૂર્ય સદા પૃથ્વીની સામે જ નિહાળતો ફરે તેમ હું યે મારા એ કુમારની સામે જ જોતો રહ્યો. કમળપત્ર જેમ ઝાકળના કણને જાળવીને ઝીલી રાખે, તેમ હું યે મારા એ બાલકને એવા જતનથી જાળવતો હતો. હું રાજ- ધર્મ ચૂક્યો, ક્ષત્રિયધર્મ ચૂક્યો, સર્વ ચૂક્યો. વસુંધરા અપમાન પામી, રાજલક્ષ્મી મારાથી મોં ફેરવી બેઠી. કચેરીમાં એક દિવસ હું કામ કરતો હતો ત્યાં રણવાસમાંથી મેં મારા બાલકની બૂમ સાંભળી. ગાદી છોડીને હું દોડતો અંદર પહોંચ્યો, કામકાજ રખડતાં મેલ્યાં.

પુરોહિત : એ જ સમયે, હું રાજપુરોહિત, હાથમાં ચરણામૃત લઇને દરબારમાં દાખલ થયો. જતાં જતાં રાજાજી ​મને યે ઠેલતા ગયા. મારા હાથમાંથી અર્ધ્ય ઢોળાયું. મારું-બ્રાહ્મણનું અભિમાન સળગી ઊઠયું. પલવારમાં તો શરમિંદે મોંયે રાજા પાછા આવ્યા. મેં પૂછયું, 'બોલો રાજા, એવી તે શી આફત ઊતરી કે તમે બ્રાહ્મણને તરછોડ્યો, રાજકાજ રખડાવ્યાં, પિડાતાં પ્રજાજનોની દાદ ન સાંભળી, પરદેશના રાજદૂતોને આદરમાન ન દીધાં, સામંતેને આસન ન આપ્યાં, પ્રધાનો સાથે વાત ન કરી, મહેમાનો કે સજ્જનોને સત્કાર્યા નહિ – અને એક પામર બાલકને રડતો સાંભળી, રઘવાયા બની, રણવાસમાં દોડ્યા ગયા ? ધિ:કાર છે, મહારાજ ! તમારી મોહાંધ દશાથી ક્ષત્રિયનાં માથાં નીચાં નમે છે, એક બાલકના ભુજ–પાશમાં બંદીવાન બનેલા જોઈને તમારા દુશ્મનો દાંત કાઢે છે; બંધુજનો બીકથી બોલતા નથી, પણ એકાંતમાં આંસુ સારે છે, રાજા !'

સોમક : બ્રાહ્મણનો એ ફિટકાર સાંભળીને સભા સ્તબ્ધ બની. આતુર અને ભયભીત નજરે બધા મારી સામે નિહાળી રહ્યા. પલવાર તો મારું લોહી તપી આવ્યું; બીજી પળે હું શરમાયો; ગુરુને ચરણે નમીને હું બોલ્યો કે 'ક્ષમા કરો મહારાજ, હું શું કરું? મારે એક જ સંતાન છે; મારો જીવ ઝંપતો નથી; પળે પળે પ્રાણ ફફડી ઊઠે છે, એટલે જ આજે મોહમાં પડીને મેં અપરાધ કર્યો છે પણ સાક્ષી રહેજો સહુ સભાજનો ! આજ પછી કદી હું રાજધર્મ નહિ ચૂકું, ક્ષત્રીના ગૌરવને લગારે ખંડિત નહિ કરું.' ​પુરોહિત : આનંદથી સભા ચુપચાપ બની, પણ મારા અંતરમાં તો ઝેરની જ્વાળા સળગતી જ રહી. હું બેાલ્યો : 'વધુ પુત્રો જોઈએ છે, રાજા ? એનો ઈલાજ મારી પાસે છે પણ એ તો છે મહાવિકટ કામ. તમારી તાકાત નથી.' ત્યાં તો ગર્વથી રાજા બોલ્યા : 'હું ક્ષત્રીબચ્ચો છું. તમારે ચરણે હાથ મેલીને પ્રતિજ્ઞા કરું છું કે હું એ કામ કરીશ.' એ સાંભળીને હસતે મોંયે મેં કહ્યું: 'સાંભળો ત્યારે, હું યજ્ઞ કરું, ને હે રાજા ! તમે સ્વહસ્તે એમાં તમારા એ કુમારનું બલિદાન દેજો. એ બલિદાનનો ધુમાડો, સુંઘતાં જ રાણીઓને ગર્ભ રહેવાનો.' એ સાંભળીને રાજાએ ચુપચાપ માથું નીચે ઢાળ્યું. સભાજનોએ કકળાટ કરી મેલ્યો, બ્રાહ્મણો એ મને ધિ:કાર દીધો. પરંતુ રાજાએ ધીરે સ્વરે કહ્યું કે 'ક્ષત્રિયનું વચન છે, ગુરુદેવ ! એમ જ કરીશ.'

પછી તો ચોમેર સ્ત્રીઓના વિલાપ ચાલ્યા, પ્રજાજનોના ફિટકાર સંભળાયા, સેના આખી વિફરી બેઠી, તો યે એકલા રાજાજી તો અચળ જ રહ્યા. યજ્ઞનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. બલિદાનનો સમય આવી પહોંચ્યો. પણ આસપાસ કેાઈ ન મળે. રણવાસમાંથી કુમારને કોણ લઈ આવે ? નોકરોએ ના પાડી, પ્રધાનો ચુપ રહ્યા, દ્વારપાળેાની અાંખેમાં આંસુ આવ્યાં, ને સેના બધી ચાલી ગઈ.

પણ હું, મોહનાં બંધનોને છેદનારો હું, બધાં શાસ્ત્રોને જાણનારો હું, પ્રીતિનાં બંધનોને મિથ્યા ​માનનારો હું—હું પોતે રણવાસમાં પહેાંચ્યો. એકાદ ફૂલને સો સો ડાળીઓ વીંટળાયેલી હોય, તેવી રીતે એ કુમારને ઘેરીને સો સો રાજમાતાઓ ભયભીત અને ચિંતાતુર બની બેઠેલી હતી. મને જેતાં તો બાલક હસ્યો, ને નાના બે હાથ લંબાવ્યા; કાલી કાલી ભાંગી તૂટી બોલીમાં જાણે કાલાવાલા કરતો હોય ને, કે 'લઈ જાઓ, આ માતાએાના બંદીખાનેથી મને બહાર ઉપાડી જાઓ. મારું નાનું હૃદય રમવા માટે તલસી રહ્યું છે.'

હસીને હું બેાલ્યો : 'આવ મારી સાથે બેટા, મમતાનાં આ કઠિન બંધનો ભેદીને તને હમણાં રમવા ઉપાડી જાઉ.' એટલું કહીને, બલાત્કાર કરી, માતા- એના ખેાળામાંથી એ હસતા કુમારને મેં ઝૂંટવી લીધો. રાણીએ મારા પગમાં પડી, મારો માર્ગ રોક્યો, મહા આક્રંદ કરી મૂકયું. હું તો ઝપાટાભેર ચાલ્યો આવ્યો.

જ્વાળાઓ સળગી ઊઠી. રાજા તો પથ્થરની પૂતળી સમા ઊભા રહેલા. એ કમ્પતી ને ઝળહળતી જવાળાઓને જોઈ બાળક નાચવા લાગ્યો, કલકલ હાસ્ય કરવા લાગ્યો, ને બાહુ લંબાવી જાણે અંદર ઝંપલા- વવા આતુર બન્યો. રણવાસની અંદરથી રૂદનના સ્વરો છૂટ્યા ને બ્રાહ્મણો શાપ દેતા દેતા નગર છોડી ચાલી નીકળ્યા. હું બેાલ્યો : 'હે રાજા, હું મંત્ર ભણું છું. ચાલો હોમી દો, આને અગ્નિની અંદર.'

સોમક : ચુપ રહો, ચુપ રહો, વધુ વાત કરશે મા હવે ! ​પ્રેતો : થંભી જા; થંભી જા; ધિ:કાર છે તને ઓ બ્રાહ્મણ ! અમે તો ઘોર પાપી છીએ. પરંતુ રે પુરોહિત ! તારી જોડી તે જમલોકમાં યે જડે નહિ. તારે એકલાને માટે નોખી જ નરક કાં ન સરજાઇ?

દેવદૂત : મહારાજ, નિરર્થક આ નરકમાં રોકાઈને વિના પાપે પાપીની વેદના શાને સહી રહ્યા છો ? પધારો વિમાનમાં, બંધ કરો આ ભયંકર વાતો.

સોમક : વિમાનને લઇ જાઓ, દેવદૂત ! મારી ગતિ તો રે બ્રાહ્મણ ! આંહી નરકમાં, તારી સાથે જ. ક્ષત્રીના મદમાં મત્ત બનીને, મારા પોતાના કર્તવ્યની ત્રુટીને ટાળવા ખાતર મારા નિરપરાધી બાળકને મેં-પિતાએ–અગ્નિમાં હોમ્યો ! મારા નિંદકોને મારું શૂરાતન બતાવવા ખાતર મેં માનવધર્મને, રાજધર્મને, રે! મારા પિતૃધર્મને બાળી ખાખ કીધો. જીવ્યો ત્યાં સુધી તો એ પાપની જવાળામાં સળગતો રહ્યો - હજુયે, હજુયે, એ જ્વાળા હૈયાને નિરંતર દઝાડી રહી છે. હાય રે બેટા ! અગ્નિને તેં બાપનું દીધેલું રમકડું માન્યું; બાપને ભરોસે તેં બે હાથ લંબાવ્યા; ત્યાર પછી એ ભડકાની અંદર અકસ્માત તારી આંખોમાંથી કેવો ઠપકો, કેવી તાજજુબી ને કેવો ભય ભભૂકી ઊઠેલાં !

હે નરક ! તારા અગ્નિમાં એવો તાપ કયાં છે, જે મારા અંતરના તાપની તોલે આવે ? હું સ્વર્ગે જાઉં ? ના, ના ! મારાં પાપ દેવતા ભૂલી શકે; પણ મારાથી શે ભુલાય એ બાલકની છેલ્લી નજર, એ છેલ્લું અભિ​માન! દિવસરાત નરકના અગ્નિમાં હું સળગ્યા જ કરું તો યે, રે બેટા ! તારી એ પલવારની વેદનાનું, બાપની સામે જોઈ રહેલી એ ગરીબ નજરનું, ને પિતાએ કરેલા એ વિશ્વાસઘાતનું વેર નહિ વળી રહે.

[ ધર્મરાજા આવે છે…]

ધર્મ : પધારે રાજન્! જલદી પધારો ! સ્વર્ગના વાસીએા તમારી વાટ જુએ છે.

સોમિક : સ્વર્ગમાં મારું આસન ન હોય, હે ધર્મરાજ ! વિના અપરાધે મેં મારા બાલકને હણ્યો છે.

ધર્મ : અંતરના અનુતાપથી એનું તો પ્રાયશ્ચિત્ત થઇ ચૂકયું છે, રાજા ! એ પાપનો ભાર ભસ્મ થઈ ગયો છે. નરકવાસ તો આ બ્રાહ્મણને માટે છે, જેણે જ્ઞાનના ગુમાનમાં, લગારે પરિતાપ પામ્યા વિના, પારકાના બાલકને માતાના ખોળામાંથી ઝૂંટવીને હણી નાખ્યો છે.

ચાલો પ્રભુ!

પુરોહિત : જશો ના, ચાલ્યા જશો ના, મહારાજ ! ઇર્ષાના ભડકામાં મને બળતો મેલીને અમરલોકમાં એકલા ચાલ્યા જશો ના ! નવી વેદના પ્રગટાવશો ના ! મારે માટે બીજી નરક બનાવશે ના. કૃપાળુ ! રહો, આંહીં જ રહો !

સોમિક : તારી સાથે જ હું રહીશ. રે હતભાગી ! નરકના આ પ્રચંડ અગ્નિમાં આપણે બન્ને મળી યુગયુગાન્તર સુધી યજ્ઞ કર્યા કરશું, હે ધર્મપતિ! આ પુરોહિતનાં પાપ ​ખવાઇ જાય ત્યાં સુધી આ નરકમાં જ મારું નિર્માણ કરો, એની સાથે જ મને રહેવા દો.

ધર્મ : સુખેથી આંહીં રહો, મહીપતિ ! નરકને પણ ગૌરવવન્તુ બનાવો. અગ્નિને દાહ તમારા લલાટનું તિલક બની જાઓ અને નરકની જવાલા તમારું સિંહાસન બની જાઓ.

પ્રેતો : જય હો પુણ્યફળના ત્યાગીનો ! જય હો નિરાપરાધી નરકવાસીનો ! જય હો મહાવૈરાગીનો ! આંહીં રહીને હે પુણ્યશાળી, પાપીના અંતરમાં ગેોરવ પ્રગટાવજો, નરકનો ઉદ્ધાર કરજો, શત્રુને મિત્ર બનાવી, જુગજુગ સુધી એક દુ:ખાસને બેઠા રહેજો, વાદળાંની સાથે ઝળહળતો સૂર્ય દેખાય તેમ તમારી મૂર્તિ પણ વેદ- નાના શિખર ઉપર સદા ય પ્રકાશી રહેજો ! એ જ્યોતિ કદી યે બુઝાશે નહિ!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...