મુખ્ય સામગ્રી પર જાઓ

૧૬ સૂર્યજિત ભારતી તપસ્વી

 ઉત્તર દેશમાં સમુદ્રના તીરે એક પર્વત છે, ત્યાં પૂર્વે સૂર્યજિત ભારતી નામનો એક અતીતે મહાપ્રચંડ તપશ્ચર્યા કરી હતી. એ તપશ્ચર્યાના પ્રભાવથી તેને ઈશ્વરી તેજની પ્રાપ્તિ થતાં તે મહાસિદ્ધ પુરુષ થઇ ગયો હતો અને તે એટલે સુધી કે તેનું પ્રત્યેક વચન સિદ્ધ થતું હતું. તેની આવી ખ્યાતિ સાંભળીને જે રોગી વિશ્વમાંના કોઈ પણ વૈદ્યથી સારો ન થાય, તેવા રોગીને છેવટે એ અતીતનાં દ્વારમાં લાવીને રાખવામાં આવતો હતો અને તેને ત્યાં રાખી તેના સંબંધીજનો ત્યાંથી ચાલ્યા જતા હતા. પ્રાતઃકાળમાં તે સાધુ પુરૂષ પોતાનાં સંધ્યા આદિ કર્મની સમાપ્તિ કરીને તે રોગી પાસે જતો હતો અને પોતાના કમંડલમાંથી પાણી લઈને તેના મુખમાં નાખતો હતો. એથી તે રોગી રોગમુક્ત થઈ સાધુનાં ચરણોમાં નમસ્કાર કરીને પોતાને ઘેર ચાલ્યા જતો. તેની આ કીર્તિનો સર્વત્ર વિસ્તાર થઈ ગયો.

એક વાર એવો બનાવ બન્યો કે, શિવપુરીના રાજા મદનપાલની કુમારિકા કન્યાને તારૂણ્યમાં આવતાં ભયંકર પાંડુરોગની બાધા થઈ ગઈ અને તે રોગના નિવારણ માટે રાજાએ અત્યંત દ્રવ્યને ભોગ આપ્યો ને અનેક ઉપચારો કરાવ્યા, પણ તેથી કશો પણ લાભ થયો નહિ. એટલે અંતે નિરુપાય થઈને કેટલાંક માણસોને સાથે આપી રાજાએ પોતાની તે કન્યાને એ અતીત પાસે મોકલી દીધી. સેવકે મધ્યરાત્રિના સમયમાં તે રોગિષ્ઠ રાજકુમારીને અતીતની પર્ણકુટીના દ્વારમાં મૂકીને પોતે ત્યાંના નિયમ પ્રમાણે ત્યાંથી દૂર ખસી ગયા. પ્રાતઃકાળ થતાંજ અતીત જાગૃત થયા અને કરમાં કમંડલ લઈ સમુદ્રસ્નાન માટે જવાને નીકળ્યા, એવામાં મૃદુ શય્યામાં સૂતેલી તે રાજકુમારિકાના શરીર સાથે તેનો પગ અથડાયો, એટલે 'કોણ છે ?' એમ પૂછીને તેણે તેના શરીર પર હાથ ફેરવ્યો, તે રાજકુમારીના કોમળ સ્તન અને સુકુમાર શરીરને સ્પર્શ કરતાં જ અતીતના શરીરમાં કામનો વિકાર ઉદ્દભવ્યો, તેનાં રોમાંચ ખડાં થઈ ગયાં અને આસપાસ કોઈ પણ ન હોવાથી તે તેના પર બળાત્કાર કરવા લાગ્યો. ​રાજકુમારીએ અત્યંત દીનતાથી અતીતની અત્યંત પ્રાર્થના કરી કે;-“હું કુમારિકા હોવાથી મને આદ્યાપિ પુરૂષનો સંપર્ક માત્ર પણ થયો નથી અને તેમાં વળી અત્યારે હું ભયંકર રોગને વશ થઈને મરવા પડી છું, એટલા માટે અત્યારે બળાત્કાર ન કરતાં પ્રથમ મને નીરોગી કરો એટલે પછી હું તમને જ વરીશ !” એ સાંભળીને અતીતે કહ્યું કે-“તું અત્યારે મારા કામની શાંતિ કર એટલે હું તને આ ક્ષણે જ રોગમુકત કરી નાંખું છું.” એમ કહીને અતીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લીધો.

એ પછી તેણે સ્નાનાદિ કરીને તે કન્યા માટે ઈશ્વરને બહુ પ્રાર્થના કરી, પરંતુ તેના રોગનું નિવારણ ન થયું તે ન જ થયું. અંતે અતીત નિરૂપાય થઈને સંધ્યાકાળે વળી બીજા મનુષ્યો આવશે, તો મારી પ્રતિષ્ઠા નાશ થશે, એવા ભયથી તે રાજકન્યાને ત્યાંથી ઉપાડી જીવતી ને જીવતી જ વાલુકામાં દાટી આવ્યો.

તે રાજકુમારીના સેવકો કેટલાક અંતર પર બેસીને તેના આવવાની વાટ જોયા કરતા હતા, પણ રાજકુમારી તો ત્યાં હતી જ નહિ ત્યાર પછી આસપાસ સર્વત્ર તેમણે તેને શોધી, છતાં પત્તો ન જ મળ્યો એટલે અતીતને પૂછ્યું કે;–“રાજકુમારી ક્યાં છે ?” અતીતે કહ્યું કે-“હું કાંઈ પણ જાણતો નથી.” એ પછી સેવકોએ અતીતની ૫ર્ણકુટી અને ગુહામાં શોધ ચલાવી તો ત્યાંથી તેની શય્યા મળી આવી, પણ રાજકન્યા પોતે મળી નહિ. છેવટે બહુ જ સક્ષમ શોધ કરતાં તે વાલુકામાં દાટેલી મળી આવી. તેને બહાર કાઢતા તેનું સમસ્ત શરીર રુધિરથી ખરડાયેલું દેખાયું અને તે મરવાની અણીપર આવી પહોંચી હતી. તેને જ્યારે તેની આ દશા થવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે પોતા પર થએલા અત્યાચારનો સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યાર પછી તરત જ પોતાના પ્રાણને ત્યાગી દીધા. સેવકો તેને ત્યાં જ દાટીને પોતાના રાજા પાસે ગયા અને ઈથંભૂત વૃત્તાંત તેને હહ્યો. આ વાર્તા સાંભળી રાજાને મહા ક્રોધ થતાં તેણે પોતાના ​સેવકોને આજ્ઞા આપી દીધી કે –“અત્યારે અને આ ક્ષણે જ જઈને તે દુષ્ટ અતીતનો શિરચ્છેદ કરી નાખો અને તેનું માંસ કાગડા કૂતરાને ખવડાવી દ્યો !” સેવકોએ રાજાની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...