મુખ્ય સામગ્રી પર જાઓ

ઈમેલ - જિંદગીનુ નિરાકરણ

ઍક બેરોજગાર વ્યક્તિઍ માઇક્રોસોફ્ટમા "ઑફીસ બોય" (જે નાનુ મોટુ કામ કરે તે) માટે અરજી કરી.

ત્યાના મેનેજેર તેનુ ઇંટરવ્યૂ લીધુ અને તપાસણી માટે તેની પાસે પોતા મરાવી ને જોયા. ત્યાર બાદ મેનેજેરે કહ્યુ : "તમને નોકરી મળી ગઈ છે, તમે તમારુ ઈ- મેઈલ આઇડી આપો,અમે તમને ઍક ફોર્મ આપશુ તે ભરી તમે અમને ઈ- મેઈલ કરજો, અને પછી તમે નોકરી શરૂ કરી શકશો"

તે વ્યક્તિ ઍ કહ્યુ : "ના તો મારી પાસે કંપ્યૂટર છે ના ઈ-મેઈલ આઇડી".

આ સાંભળીને મેનેજર બોલ્યો : "મને માફ કરજો હૂ તમને આ નોકરી ના આપી શકુ, જો તમારી પાસે ઈ-મેલ આઇડી નથી તો તમારુ અસ્તિત્વ જ નથી અને જેનુ અસ્તિત્વ જે ના હોય તેને આ નોકરી ના આપી શકાય."

તે ત્યા થી નિરાશ થઈ ચાલવા લાગ્યો, તેને સમજાતુ નહતુ કે તે શુ કરે?

તેની પાસે તેના ખિચામા માત્ર ૧૦ ડોલર હતા. તેને નક્કી કર્યુ કે તે સૂપર માર્કેટ જશે અને ત્યાથી તે ટામેટાનુ ઍક નાનુ બૉક્સ ખરીદશે.

તેને તે ટામેટાને ઘરે ઘરે જઈ વહેચ્યા, બે જ કલાકમા તેને તેની મૂડી બમણી કરી નાખી, આવી રીતે તેને ત્રણ વાર ઘરે ઘરે જાઇ ને ટામેટા વહૅચ્યા અને ઘરે આવ્યો ત્યારે તેની પાસે $૬૦ હતા.

આ જોઈ તેને સમજાયુ કે તે તેનુ અસ્તિતવા ટકાવી શકે છે, હવે તે રોજ વહેલા જઈને અને મોડે સુધી કામ કરતો.

આવી જ રીતે તે રોજ તેની મૂડી ને બમણી અને ત્રિગુનિ કરવા લાગ્યો.

બહુ ઓછા સમયમા તેની પાસે ઍક લારી, પછી ટ્રક, ત્યારબાદ તેને ઘરે ઘરે સામાનની ડિલીવરી પહોચડતા વાહનો વસાવ્યા. અને ૫ વર્ષ પછી તે યૂ ઍસ નો મૉટો ફૂડ રીટેલર બની ગયો. હવે તે પોતાના પરિવારના ભવિષ્ય માટે વિચારવા લાગ્યો. તેને નક્કી કયુ કે તે ઍક લાઇફ ઈન્સુરેનસ લેશે.તેને ઍક ઈન્સુરેનસ ના ઑફીસર ને બોલાવી ને પોતાના ભવિષ્ય માટે નો પ્લાન નક્કી કર્યો.

જ્યારે આ પ્લાન નક્કી થઈ ગયો ત્યારે ઑફીસર ઍ તેમનુ ઈ-મેલ આઇડી પુછયુ. તેને જવાબ આપ્યો : "મારી પાસે ઈ-મેઈલ આઇડી નથી"

ઑફીસરઍ કહ્યુ:" તમારી પાસે ઈ-મેલ આઇડી નથી અને છતા તમે આટલા મોટા બીસનેસના મલિક છો! તમે ક્યારેય વિચાર્યુ છે કે જો તમારી પાસે ઈ-મેલ આઇડી હોત તો તમે શુ હોત?"

તે વ્યક્તિઍ થોડી વાર વિચારીને જવાબ આપ્યો : "હા હૂ માઇક્રોસૉફ્ટ મા ઍક ઑફીસ બોયની પદવી પર હોત."

બોધપાઠ:

-ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તે તમારી જિંદગીનુ નિરાકરણ નથી.

- જો તમારી પાસે ઈ-મેલ/ વોટ્સ અપ/ ફેસબુક નહી હોય તો પણ સખત પરિશ્રમ વડે તમે ધારેલા ધ્યેયને પામી શકશો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...