લેખક: લક્ષ્મણ માને લક્ષ્મણ માનેની આત્મકથા એક આદમીની કથા છે. ‘ઉપરા’ એટલે પરાયા. લક્ષ્મણ માને એ શિક્ષણને કારણે પ્રાપ્ત કરેલી આત્મસંજ્ઞા ને કારણે પોતાના સમાજથી વેગળા પડી ગયા. તેમાં વળી શાળા-કોલેજમાં ભણીને મધ્યમવગીઁય વિચારસરણીને સ્વીકારવાથી અને ખાસ તો મરાઠા કન્યા જોડે લગ્ન કરવાથી એમની જાતિએ અને એમના મા-બાપે પણ એમનો બહિષ્કાર કયોઁ આથી તેઓ ન રહ્યા પોતાની જાતિના કે ન સમાજના એવા વેગળા પડી ગયેલા માનવીની આ આત્મકથા છે. દરેક જગ્યાએ લક્ષ્મણ માનેને પરાયા પણાંનો જ અનુભવ થયો છે અને એનું બયાન ‘ઉપરા’ શિષઁકથી રચાયેલી આ આત્મકથા માં આપ્યું છે. ‘ઉપરા’ એક અનોખી આત્મકથા છે. પણ આત્મકથાની પરંપરામાં એનું સ્થાન ક્યાં ? શું ઉપરા આત્મકથાને આપણે દલિત સાહિત્યની ખળભળાટ મચાવનારી કૃતિ ગણાવી શકીશું ? છેલ્લા વિસેક વષઁ દરમિયાન સમાજના નીચલા થરમાંથી આવતા નવશિક્ષિત યુવાનોએ વિદ્રોહાત્મક સાહિત્યનું સજઁન કયુઁ છે. એમની થયેલી ઉપેક્ષાનું, એમના સંતાપ અને વેદનાનું નિખાલસપણે આલેખન કરનાર સાહિત્યને સગવડ ખાતર દલિત સાહિત્ય કહીને ઓળખવામાં આવ્યું છે. ‘ઉપરા’ વિશે લક્ષ્મણ ...
Vibes Gujarati - શબ્દથી સંવેદના સુધી 📕📗📘📙